ઝકરબર્ગે Threads લોન્ચ કરીને મસ્કની ઊંઘ ભલે ન ઉડાડી હોય પણ તેનું ટાઈમિંગ જબરદસ્ત છે; જાણીએ કેમ!

આપણને ખબર જ છે કે આજકાલ Instagram એ 'in thing' છે એટલે જે લોકોને પોતાની રિચ ઘટવાનો ડર Twitter પર હતો તેમને અહીં Threads પર પોતાના વિચારો રજુ કરવાના અને તે પણ કોઇપણ પ્રકારના ડર વગર રજુ કરવાનું જરૂર ગમશે.

0
614
માર્ક ઝકરબર્ગ દ્વારા લાવવામાં આવ્યું છે Threads
Threads Vs Twitter (ફોટો સાભાર: ધ ઇકોનોમિક ટાઈમ્સ)

માર્ક ઝકરબર્ગ આમ તો Facebook લોન્ચ કરીને સુઈ ગયા હોત તો પણ વાંધો ન હતો, પરંતુ સાહસિક વ્યક્તિઓનો એક વાંધો હોય છે અને એ વાંધો એવો છે કે તેઓ ક્યારેય આરામ નથી કરતા. Facebook બાદ ઝકરબર્ગે WhatsApp અને Instagram ખરીદી લીધા અને હવે તેણે Twitterને ટક્કર આપવા માટે Threads નામનું પ્લેટફોર્મ લોન્ચ કરી દીધું છે.

હજી આ અઠવાડિયાની મધ્યમાં ભારતીય સમય પ્રમાણે સવારના પહોરમાં ખ્યાલ આવ્યો કે Threads નામની એક એપ શરુ થઇ છે જે Instagram સાથે કનેક્ટેડ છે. પછી તો જેટલા લોકો Instagram પર હતાં એ લોકો જથ્થાબંધ સંખ્યામાં આ નવી એપમાં જોડાવા લાગ્યાં અને દિવસ પતે ત્યાં સુધી કરોડો લોકો અહીં જોડાઈ ગયા હતાં.

પરંતુ હવે ચર્ચા એવી ચાલી છે કે શું આ Threads એ Twitterનો વિકલ્પ બની જશે કે કેમ? એક રીતે જોવા જઈએ તો Twitter અને Threadsનો ઇન્ટરફેસ લગભગ એક સરખો છે. ભલે અહીં એક તકલીફ એવી છે કે જો તમે Threadsનું એકાઉન્ટ ડિલીટ કરશો તો એની સાથે લીંક કરેલું તમારું Instagram એકાઉન્ટ એનીમેળે ડિલીટ થઇ જશે. પણ એવું લાગે છે કે ધીરેધીરે જેમ જેમ લોકોને આ નવી એપની ટેવ પડશે એમ આ પ્રશ્ન આપોઆપ દૂર થઇ જશે.

એવું પણ જાણવા મળ્યું છે કે માર્ક ઝકરબર્ગ એક વખત તો Twitter ખરીદી લેવા માટે તૈયાર થઇ ગયા હતાં, પરંતુ એમની પહેલાં ઈલોન મસ્કે તેને 44 બિલીયન ડોલર્સમાં ખરીદી લીધું. આથી એવી શક્યતા નકારી ન શકાય કે ઈલોન મસ્કથી પાછળ રહી ગયા હોવાને લીધે માર્ક ઝકરબર્ગે Threadsનો આઈડિયા અપનાવ્યો અને તેને લોન્ચ કર્યું.

એ જે હોય તે પરંતુ અત્યારે જોવા જઈએ તો માર્ક ઝકરબર્ગ જે સમયે Threads લઇ આવ્યા છે એનું ટાઈમિંગ જબરદસ્ત છે. આપણને ખ્યાલ જ છે કે ઈલોન મસ્કના આવ્યા બાદ Twitter દ્વારા બ્લુ ટિક ઢગલા મોઢે વેંચવાનું શરુ કરી દેવામાં આવ્યું હતું. જો કે ઝકરબર્ગનું Facebook પણ તેમાં પાછળ રહ્યું ન હતું. પરંતુ ગયા અઠવાડિયે એટલે કે Threads લોન્ચ થયાના એક કે બે દિવસ અગાઉ જ ઈલોન મસ્કે બોમ્બ ફોડતાં જણાવ્યું હતું કે હવેથી પૈસા આપીને બ્લુ ટિક ખરીદનારાઓ એક દિવસમાં એમનેમ Twitter યુઝ કરનારા લોકો કરતાં વધુ સંખ્યામાં Tweets જોઈ શકશે.

આ નિર્ણયની Twitter users દ્વારા મોટાપાયે વિરોધ કરવામાં આવ્યો હતો. આ પગલાં પાછળ કોઈ એવું લોજીક પણ ન હતું જેને સ્વીકારી શકાય. તો જે યુઝર્સને રીચ માટે Twitter પસંદ હતું પરંતુ પૈસા ખર્ચ કરવા માટે તૈયાર ન હતાં તે લોકો હવે નિરાધાર થઇ ગયા હોય એવું તેમને લાગતું હતું.

પરંતુ, હવે Threads આવી જતાં એ ચિંતા પણ દૂર થઇ ગઈ છે કારણકે અહીં એવી કોઈજ લીમીટ નથી. ઉપરાંત અહીં એ લોકો છે જે લોકો Instagram પર છે અને આપણને ખબર જ છે કે આજકાલ Instagram એ ‘in thing’ છે એટલે જે લોકોને પોતાની રિચ ઘટવાનો ડર Twitter પર હતો તેમને અહીં Threads પર પોતાના વિચારો રજુ કરવાના અને તે પણ કોઇપણ પ્રકારના ડર વગર રજુ કરવાનું જરૂર ગમશે.

હજી તો Threads એપને એક અઠવાડિયું પણ નથી થયું પરંતુ શરૂઆતના reactions એવું જરૂર જણાવે છે કે માર્ક ઝકરબર્ગ દ્વારા ઉભું કરવામાં આવેલું આ નવું સોશિયલ મિડિયા પ્લેટફોર્મ લાંબો સમય ટકી રહેવા માટે આવ્યું છે અને તે Koo ની જેમ બાળમરણ નહીં પામે.

બાકી તો આગે આગે દેખીએ હોતા હૈ ક્યા, બરોબરને?

eછાપું 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here