વિવાદાસ્પદ દિગ્વિજય સિંહ ફરીથી ભરાયા; RSSના પૂર્વ ચિફ વિરુદ્ધ કરેલી Tweet માટે પોલીસ ફરિયાદ થઇ

ઇન્દોર RSSના અધિકારીએ દિગ્વિજય સિંહે Tweet કરેલા પોસ્ટરમાં લખેલી વિગતો ખોટી અને અવાંછિત હોવાનું કહ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે આ પોસ્ટનો હેતુ સંસ્થાની છબીને નુકશાન પહોંચાડવાનો હતો.

0
694
ગુરુ ગોલવલકર મામલે દિગ્વિજય સિંહ ફસાયા
કોંગ્રેસના વિવાદાસ્પદ નેતા દિગ્વિજય સિંહ (ફોટો સાભાર: ધ ફાઈનાન્શિયલ ટાઈમ્સ)

હંમેશા પોતાના વિવાદાસ્પદ નિવેદનો માટે જાણીતા અને એ પ્રકારના નિવેદનો કરીને પછી કાયમ ફસાઈ જતાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને બે વખત મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી દિગ્વિજય સિંહ ફરીથી ભરાઈ પડ્યા છે. આ વખતે તેમણે RSSના પૂર્વ ચિફ ગુરુ ગોલવલકર વિષે કરેલી એક Tweet તેમને ભારે પડી રહી છે.

દિગ્વિજય સિંહ વિરુદ્ધ ઇન્દોરમાં ગુરુ ગોલવલકર વિરુદ્ધ ખોટી માહિતી ફેલાવવાના આરોપસર પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. આ ફરિયાદ ઇન્દોરના સ્થાનિક વકીલ અને RSSના સ્વયંસેવક રાજેશ જોષી દ્વારા નોંધાવવામાં આવી છે. દિગ્વિજય સિંહે ગઈકાલે એક ટ્વિટ કરી હતી અને આ ટ્વિટમાં એટેચ કરવામાં આવેલા પોસ્ટરમાં જે લખ્યું હતું એ ગુરુ ગોલવલકરે કદી ન કહ્યું હોવાનો આરોપ દિગ્વિજય સિંહ પર લગાવવામાં આવ્યો છે.

દિગ્વિજય સિંહે એક ફોટો ટ્વિટ કર્યો છે જેમાં તેમણે કહ્યું છે કે દલિતો, વંચિતો અને મુસ્લિમો માટે ગુરુ ગોલવલકરજીનું શું માનવું હતું તે તમારે ખાસ જાણવું જોઈએ.

ફરિયાદી રાજેશ જોષીએ પોતાની ફરિયાદમાં કહ્યું છે કે, દિગ્વિજય સિંહે જે પોસ્ટર Twitter પર શેર કર્યું છે તેનો ઈરાદો દલિતો, પછાતો, મુસ્લિમો અને હિંદુઓ વચ્ચે વર્ગવિગ્રહ ઉભો કરાવવાનો છે. જોષીએ એવો આરોપ પણ લગાવ્યો છે કે ગુરુજીનો આ પ્રકારનો ફોટો શેર કરીને દિગ્વિજય સિંહે RSS સ્વયંસેવકો અને સમગ્ર હિંદુ સમાજની લાગણી ઘવાય તેવો પ્રયાસ કર્યો છે.

ઇન્દોર RSSના અધિકારીએ દિગ્વિજય સિંહે Tweet કરેલા પોસ્ટરમાં લખેલી વિગતો ખોટી અને અવાંછિત હોવાનું કહ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે આ પોસ્ટનો હેતુ સંસ્થાની છબીને નુકશાન પહોંચાડવાનો હતો.

દિગ્વિજય સિંહ વિરુદ્ધ ઇન્દોરના તુકોગંજ પોલીસ સ્ટેશનમાં ઇન્ડિયન પિનલ કોડની વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે જેમાં કલમ 153A (સમાજના વિવિધ વર્ગો વચ્ચે વૈમનસ્ય ઉભું કરવું), 500 (માનહાની), 469 (ખોટા પુરાવા ઉભા કરવા અને 505 (નિવેદન દ્વારા ઉપદ્રવ ઉભો કરવાનો પ્રયાસ) સામેલ છે.

ગુરુ ગોલવલકર 1940 થી 1973 સુધી RSSના અત્યાસુધીના સહુથી લાંબા સમય સુધી પદ પર રહેનારા મુખિયા તરીકે જાણવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here