તમારી રસોઈકલાને વ્યવસાયમાં કઈ રીતે બદલી શકાય? (1)

0
813

મિત્રો, આ સવાલને જાણવા ઉત્સુક છે એ જાણી આનંદ થયો. તો લો શરૂઆત કરીએ આ લેખમાળાની.

સૌ પ્રથમ એ જાણી લો અને સમજી લો કે તમને રસોઈકળામાં નિપુણ થતાં જેટલો સમય લાગ્યો જે મહેનત લાગી એનાથી ઘણાં ઓછા સમયમાં અને આસાનીથી તમે એને વ્યવસાયમાં બદલી શકો છો. આ માટે જોઈએ છે તમારો નિર્ણય, તમારું પેશન અને પર્પઝ એટલેકે હેતુ. હા, વ્યવસાય એટલે પૈસા કમાવવા પણ એ તો વ્યક્તિનું મુખ્ય કર્મ છે. એ ઉપરાંત કોઈ હેતુ વ્યવસાય માટે હોવો જોઈએ.

પૅશન એટલે એ કામ માટેની લગની. તમારો મૂડ ગમે તેવો હોય પરંતુ તમે જો રસોઈ કરવા માંડો, તો એમાં લીન થઇ જાવ અને એવી રસોઈ બનાવો કે ખાનારા ખુશ થઇ જાય. અને પર્પઝ એટલે કે હેતુ ઉદ્દેશ, અહીં એને એમ સમજવું કે ખાનારાને ઉત્તમ ક્વોલિટીનું ભોજન પીરસવું, કે પછી પૌષ્ટિક આહાર આપવો, કે વેલ્યુ ફોર મની આપવું, કે ઘરનું ખાવાનું ભૂલી જાય.

આ થઇ વાનગી બનાવવાનો પર્પઝ. પરંતુ વ્યવસાયનો પર્પઝ પણ હોઈ શકે, જેમકે એક મોટા ઉદ્યોગપતિ બનવું, સમાજસેવા માટે પૈસા કમાવા, કે કૌટુંબિક જવાબદારી નિભાવવા વ્યવસાય કરવો વગેરે. તો આમ આ ત્રણે નિર્ણય પૅશન અને પર્પઝ જો વ્યવસાય શરુ કરતાં પહેલા હશે તો વ્યવસાયમાં કઈ દિશામાં આગળ વધવું એ રસ્તો જાણવો સરળ થઇ જશે.

તો આ થઇ વ્યવસાય માટેની પ્રાથમિક તૈયારી. હવે દ્રષ્ટાંત દ્વારા જોઈએ. વ્યવસાયનું સ્વરૂપ કેવું હશે એ નક્કી કરવું.

અમારે ત્યાં અમારી બેન્ક પાસે સવારે એક બહેન આવે છે. ડબ્બો ભરીને બટાટાવડા લઇ આવે અને વેચે ગ્રાહકો એનો ડબ્બો બપોરે 12 વાગ્યા સુધીમાં ખાલી કરી દે. એ બહેને ત્યાં બેંકમાં ખાતું ખોલાવ્યું છે અને બેંકે એને લોન પણ આપી છે અને ત્યાં એની ફિક્સ્ડ ડિપોઝીટ પણ છે. બીજા એક બહેન છે એ દર શનિવારે કોઈ એક ડીશ બનાવે, જેમકે વડા કે ઈડલી કે ઉસળ પાંવ, જેની જાહેરાત એ ગુરુવારે કે શુક્રવારે કરે અને એ દરમ્યાન ઓર્ડર લે અને શનિવારે ઓર્ડર પુરા કરે.

મારા એક મિત્રના દીકરાએ તૈયાર ફળોનો રસ બનાવવાનું શરુ કર્યું છે. જે એ ઓનલાઇન ઓર્ડર લઇ સપ્લાય કરે છે. દુકાનોમાં બાટલીમાં પેક કરી વેચે છે આ એનો મોટા પાયે ધંધો છે. આ મિત્રનો દીકરાએ વાર્ષિક 22 લાખની આવકની આઇટી કંપનીની નોકરી છોડી ધંધો શરુ કર્યો છે.

ટૂંકમાં તમારું ધંધા માટેનું વિઝન કેવું છે એ પણ નક્કી કરો. શરૂઆત નાના પાયે કરી વિઝનને વિસ્તૃત કરી શકાય. પરંતુ વિઝન હોવું જોઈએ એથી જ સફળ થવાય. અન્યથા નિષ્ફળતા જ મળે.

રસોઈકલાનો વ્યવસાય કરવો સરળ છે, એમ મેં ઉપર કહ્યું તો એ કઈ રીતે? તમને સારી રસોઈ બનાવતા આવડે છે, તો તમે 4 થી 5 ઘરની રસોઈ કરી આસાનીથી મહિને 20 હજાર રૂપિયા કમાવી શકો. પણ આ થઇ નોકરી જે એક પ્રકારનો વ્યવસાય જ. પણ તમે ટિફિન સર્વિસ શરુ કરી શકો અને હા ત્યારબાદ તમે કેટરિંગ સર્વિસ પણ શરુ કરી શકો. આ ધંધાનો વિકાસ થાય.

અંતે એક કિસ્સો લખવાની લાલચ નથી રોકી શકતો અમારે ત્યાં ઝાડુ પોતા અને વાસણ ઘસવા બહેન આવતા હતા, એ આજે ત્રણ ચાર ઘરોમાં રસોઈ બનાવે છે ટૂંકમાં આમ નોકરી કે ધંધામાં કે વ્યવસાયમાં પ્રગતિ થાય જરૂર છે નિર્ણય કરી શરુ કરી દેવાની.

નરેશ વણજારા

મિત્રો આ લેખમાળા પુસ્તક રૂપે પ્રસિધ્ધ થઇ ચુકી છે ના વાંચો તો કોઈ જરૂરિયાતવાળા બહેનને ભેટ આપો કિંમત છે રૂ ૯૦ કુરિયર ચાર્જીસ સાથે  ૩ કોપીના રૂ ૨૦૦

પુસ્તક મેળવવા વોટ્સઅપ કરો

Naresh Vanjara  +919821728704

Hemant Thakkar +919967454445

નવો ધંધો શરૂ કરનારને માર્ગદર્શન આપતા લેખો ઇન્વેસ્ટમેન્ટ ફંડા હેઠળ આપવામાં આવશે એમને નડતી સમસ્યાઓ વિષે અને જેમણે ધંધો વિકસાવવો છે એઓ પણ પોતાનો પ્રશ્ન પૂછી શકે છે દર અઠવાડિયે માત્ર ૨ સવાલના જવાબ આપવામાં આવશે લેખને અંતે આપનો સવાલ શીર્ષક હેઠળ સવાલ કર્તાનું નામ અને શહેર છાપવું યોગ્ય રહેશે

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here