તમારી રસોઈકલાને વ્યવસાયમાં કઈ રીતે બદલી શકાય? (2) – વ્યવસાય માટે એક મોડેલ તૈયાર કરો

0
653

આપણે જોયું કે મોડેલ નક્કી કરો. મોડેલ એટલે કે તમારે શું વેચવું છે અને કઈ રીતે વેચવું છે. આ માટે તમે તમારી રસોઈકળાની ખાસિયત શું છે એ જુઓ. ખાસિયતને અંગ્રેજીમાં કૉર કંપીટન્સી કહે છે, જેમકે તમે કોઈ એક રસોઈકલાને વ્યવસાયમાં બદલવા નિર્ણય પેશન અને પર્પઝ જોઈએ, હવે આપણે જોઈએ કે, વ્યવસાયમાં બદલવા માટે એક જ વાનગી બહુ સારી રીતે બનાવી શકો છો અથવા તમને નવી નવી વાનગીઓ બનાવવાના અખતરા કરવાનો શોખ છે વગેરે.

દાખલા તરીકે જો તમને સરસ બટાટાવડા બનાવતા આવડે છે, તો માત્ર એ વાનગી જ બનાવો અને એ માટે સમય નક્કી કરો, કે રોજ સવારે 9થી 12 વચ્ચે તમે એ બનાવશો અને કોઈપણ એ સમય દરમ્યાન ખરીદી શકે, અથવા સાંજે 4 થી 6 વાગ્યા વચ્ચે. આમ આ નાસ્તાની ડીશ હોવાથી એ સમય નક્કી કરવો જોઈએ, જો ટિફિન સર્વિસ આપવી હોય તો સમય 12 થી 2 વાગ્યાનો કરી શકાય, કે રાત્રે 7.30 થી 9 વાગ્યાનો સમય નક્કી થાય.  આમ કોઈપણ વ્યવસાયમાં સમયનું કમિટમેન્ટ જરૂરી છે.

તો તૈયાર થઇ જાવ એ પ્રમાણે સમય આપવા. અને હા, સાથે સાથે અઠવાડિયામાં એક વાર રજા માટે પણ સમય નક્કી કરો. કારણકે તમે વન મેન શૉ છો અને આ રજા આરામ માટે નહિ, પરંતુ રજાને દિવસે તમે હિસાબ કરી શકશો. વિના ખલેલ અને તમને કઈ નવું વિચારવાનો સમય મળશે. જેમકે વિકાસ કેમ થાય, ગ્રાહકની ફરિયાદ શું હતી તો એ કેમ નિવારી શકાય, તમે નવું શું આપી શકો, ધંધો કેમ વિકસી શકે, કે નવા ગ્રાહક કઈ રીતે મેળવવા, વગેરે. આ બધું વિચારવા અને અમલ માટે એક દિવસનો આરામ કે રજા ખુબ મદદરૂપ થાય છે. તો આમ ધંધાના અમલ માટે આયોજન કરો.

મિત્રો આ લેખમાળા પુસ્તક રૂપે પ્રસિધ્ધ થઇ ચુકી છે ના વાંચો તો કોઈ જરૂરિયાતવાળા બહેનને ભેટ આપો કિંમત છે રૂ ૯૦ કુરિયર ચાર્જીસ સાથે  ૩ કોપીના રૂ ૨૦૦

પુસ્તક મેળવવા વોટ્સઅપ કરો

Naresh Vanjara  +919821728704

Hemant Thakkar +919967454445

નવો ધંધો શરૂ કરનારને માર્ગદર્શન આપતા લેખો ઇન્વેસ્ટમેન્ટ ફંડા હેઠળ આપવામાં આવશે એમને નડતી સમસ્યાઓ વિષે અને જેમણે ધંધો વિકસાવવો છે એઓ પણ પોતાનો પ્રશ્ન પૂછી શકે છે દર અઠવાડિયે માત્ર ૨ સવાલના જવાબ આપવામાં આવશે લેખને અંતે આપનો સવાલ શીર્ષક હેઠળ સવાલ કર્તાનું નામ અને શહેર છાપવું યોગ્ય રહેશે આપ આપના પ્રશ્નો નીચે આપેલા કમેન્ટ સેક્શનમાં કરી શકશો.

આ જ લેખમાળાનાં અન્ય ભાગો: ભાગ – 1

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here