તમારી રસોઈકલાને વ્યવસાયમાં કઈ રીતે બદલી શકાય? (3) – તમારી ડિશનો ભાવ કઈ રીતે નક્કી કરવો?

0
498

પહેલી રીત:

ધારોકે તમને મહિને રૂ. 30000ની આવક જોઈએ છે. આટલી રકમ એટલા માટે કે એથી ઓછી આવક છૂટક વાસણ-પોતા કરીને પણ કમાવી શકાય. અને કોઈપણ સારી કંપનીમાં કારકુનને પણ આટલી આવક મળે જ છે. તો મહિને રૂ 30000 એટલે કે, મહિનાના 25 દિવસ કામ કરો, તો દિવસના થયા રૂ 1200, અને દિવસના માત્ર 8 કલાક કામના ગણીએ, તો કલાકના થયા રૂ 150.

આમ જો તમને કોઈપણ ડીશ બનાવતા એટલેકે રસોડામાં ઘૂસ્યા ત્યારથી નહિ, પણ બજારમાંથી સામાન લાવવાનો સમય પણ ગણી લેવાનો, અને પછી કુલ ખર્ચ વસ્તુની કિંમત બાદ કરતા તમને જો બે કલાક લાગે, તો તમને રૂ.300 મળવા જોઈએ. આ તમારો નફો ઓછામાંઓછો.

બીજી રીત  :

અમુક ચીજો, જેમકે બટાટાવડા તમે વેચો, તો એમાં તમે બજારભાવ કરતા વધુ નહિ લઇ શકો. ધારોકે બટાટાવાળાનો બજાર ભાવ એકના રૂ.10 છે, તો તમે એ ઘરઘથ્થું તરીકે એના 12 રૂ. લઇ શકો. વધુ લો તો મોંઘુ લાગે અને હા, જો તમને એ બટાટાવડા બનાવતા જે સમય લાગે ઉપર જણાવ્યા મુજબ તો કલાકના રૂ.150 મુજબ જો એક બટાટાવડાની કિંમત રૂ.10થી ઓછી ધારોકે 7 રૂ પડતી હોય તો તમે રૂ.8માં પણ એ વેચી શકો, જેથી તમે વધુ ગ્રાહકો મેળવી શકો.

મુખ્ય મુદ્દો એ કે તમને તમારી બનાવેલી ચીજની કિંમત આંકતા આવડવી જોઈએ. એમાં નફો કઈ રીતે ઉમેરવો, એની આવડત જ મૂળભૂત તમને વ્યવસાયમાં ટકવા અને વિકસાવવા જરૂરી છે.

તમારી જાણ ખાતર ઝોમેટો જે ફૂડ ડિલિવરી કરે છે એ હજીપણ નુકશાનીમાં ચાલે છે. છતાં તેના શેરનો ભાવ રૂ.1નો 130 સુધી ચાલે છે 72 રૂ માં તો કંપનીએ પબ્લિકને આપ્યા અને પબ્લિકે લીધા. આનો અર્થ શરૂઆતમાં તમે નુકશાનીમાં પણ વેચી શકો. અને નામ થાય પછી તગડો નફો લઇ શકો ભાવ વધારીને કે પર યુનિટ ખર્ચ ઘટાડીને.

ટૂંકમાં તમારી રસોઈકલાના વખાણ થવા જોઈએ. તો જ તમે વ્યવસાયિક બની શકો. માત્ર વખાણ જ નહિ, એની ક્વોલિટી પણ ટકાવી રાખવી જરૂરી છે. તો જ લાંબાગાળે તમે ઉદ્યોગપતિ બની શકો. આઈમીન વ્યવસાય વિકસાવી શકો તો ગણતરી કરવા માંડો કે તમારી વાનગીની કિંમત શું નક્કી કરી શકાય.

હવે પછી જોઈશું કે વાનગીને વેચવી કઈ રીતે?

નરેશ વણજારા

મિત્રો આ લેખમાળા પુસ્તક રૂપે પ્રસિધ્ધ થઇ ચુકી છે ના વાંચો તો કોઈ જરૂરિયાતવાળા બહેનને ભેટ આપો કિંમત છે રૂ ૯૦ કુરિયર ચાર્જીસ સાથે  ૩ કોપીના રૂ ૨૦૦

પુસ્તક મેળવવા વોટ્સઅપ કરો

Naresh Vanjara  +919821728704

Hemant Thakkar +919967454445

નવો ધંધો શરૂ કરનારને માર્ગદર્શન આપતા લેખો ઇન્વેસ્ટમેન્ટ ફંડા હેઠળ આપવામાં આવશે એમને નડતી સમસ્યાઓ વિષે અને જેમણે ધંધો વિકસાવવો છે એઓ પણ પોતાનો પ્રશ્ન પૂછી શકે છે દર અઠવાડિયે માત્ર ૨ સવાલના જવાબ આપવામાં આવશે લેખને અંતે આપનો સવાલ શીર્ષક હેઠળ સવાલ કર્તાનું નામ અને શહેર છાપવું યોગ્ય રહેશે આપ આપના પ્રશ્નો નીચે આપેલા કમેન્ટ સેક્શનમાં કરી શકશો.

આ લેખમાળાના અગાઉના ભાગ: ભાગ 1 | ભાગ 2 |

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here