તમારી રસોઈકલાને વ્યવસાયમાં કઈ રીતે બદલી શકાય? (4) – વાનગી બનાવી તો એ વેચવી કઈ રીતે

0
695

હવે આપણે જોઈશું વાનગી બનાવી તો એ વેચવી કઈ રીતે.

સૌ પ્રથમતો તમને આમાં વ્યવસાય કરવાનો વિચાર આવ્યો, અને એમાં નફાની ગણતરી કરી નિર્ણય લઇ જ લીધો, કે હવે મારે વ્યવસાયમાં ઝંપલાવુ જ છે. તો તમારા આ વ્યવસાયને એક સુંદર નામ આપો. અને તમારું કેક સરસ મઝાનું વિઝિટિંગ કાર્ડ છપાવી દો.

પુણેના એક કામવાળી બાઈએ પોતાનું વિઝિટિંગ કાર્ડ છપાવ્યું. વાસ્તવમાં એ જે ઘરે કામ કરતી હતી, એની માલિકે એને બનાવી આપ્યું અને એ માલિક બહેને એને એના વોટ્સઅપ ગ્રુપમાં મૂક્યું. તો એ એટલું વાયરલ થયું કે એ કામવાળી બાઈનો મોબાઈલ સતત ત્રણ દિવસ રણકતો રહ્યો અને એ કંટાળી ગઈ. તો આ છે વિઝિટિંગ કાર્ડ અને સોશિયલ મીડિયાનો પ્રતાપ.

કાર્ડ છાપવું એ દરમ્યાન તમે જે વાનગી વેચવા માંગો છો એ દસ વ્યક્તિઓ માટે બનાવો. જેમાં તમારા ઘરની કામવાળી બાઇનું નામ પણ લખો. કારણકે એનું કામ પણ ભવિષ્યમાં વધવાનું છે, એની મદદનીશ તરીકે પ્રમોશન પણ થશે, અને ઘરના સભ્યો તથા પાડોશીના ત્રણ કે જેટલા હોય એમને મળી દસ વ્યક્તિઓમાં વહેંચો અને જુઓ એમને વાનગી કેવી લાગી. ત્યાર બાદ ઘરમાં સત્યનારાયણની પૂજા રાખી સંભવિત અડોશપાડોશનાં અને મિત્રવર્તુળ ગ્રાહકોને પ્રસાદ માટે આમંત્રી એ વાનગી પ્રસાદ સાથે ખવડાવો, અને તમારું કાર્ડ આપો, અને એમનો મોબાઈલ નંબર લઇ લો.

હવે તમારો અને પતિનો મોબાઈલ લઇ એક પછી એક નામ જોઈ, જેમને તમે આ વાનગી વેચી શકો. જેમને ત્યાં ડિલિવરી આપી શકાય, એમના નામ કાગળ પર લખી નાખો અને જાહેર કરો કે ઓર્ડર પ્રમાણે અને દર શનિવારે અથવા કોઈ એક વારે શું વાનગી બનાવશો. એની જાહેરાત બે દિવસ અગાઉ થશે, તો ઓર્ડર આપશો કીટી પાર્ટીમાં પણ નાસ્તો વેચી શકાય, તો કીટી પાર્ટી કરતી બહેનોનો સંપર્ક કરો.

હવે સોશિયલ મીડિયાનો ઉપયોગ કઈ રીતે કરી શકાય એ જોઈએ.

તમારા ફેસબુક અને અન્ય સોશિયલ મીડિયા એકાઉન્ટમાં તમારા શહેરના જ મિત્રોને ઉમેરતા જાઓ. વાનગીની રેસિપી મુકો, કે રસોઈ અંગેની ટિપ્સ મુકો આમ કોન્ટેક્ટ વધારો. વોટ્સએપ ગ્રુપ બનાવો. પહેલા તો તમારી સોસાઈટીની બહેનોનું તમે લિસ્ટ બનાવો. તો કોઈને કહો તમારા જ્ઞાતીલાઓનું ગ્રુપ તમારા યોગા ગ્રુપ વગેરેમાં શામેલ થાઓ. અને એમાં એક્ટિવ થાઓ, જેથી તમને બધા ઓળખતા થાય. એમ કોન્ટેક્ટ વધારો. અહીં તમારી જાહેરાત ના કરો તો પણ ચાલશે. અમુક ગ્રુપમાં આ શનિવારે શું નાસ્તો બનાવશો એની જાહેરાત કરી શકાય, તથા તમારા કાયમી ગ્રાહકોને વોટ્સઅપ દ્વારા જાણ કરી શકાય તો આમ નાના પાયે શરૂઆત કરો.

વ્યવસાય જામે તો એને વધુ વિસ્તૃત કેમ કરવો એ પછી નક્કી કરો. હાલ કક્કો બારાખડી શીખો. પછી કામ કામને શીખવશે.

શાળામાં ટિફિન સર્વિસ આપવી હોય તો બે કે ત્રણ બાળકોથી શરૂઆત કરો ટૂંકમાં ઘરના રસોડાથી નાના પાયે શરૂઆત થઇ શકે.

એક વાત સમજીલો બાળકની પરીક્ષા છે, સાસુ સસરાની સંભાળ પણ રાખવાની છે, જેવી જવાબદારીઓ તમે વ્યવસાય શરુ કરશો અને કમાશો તો વધુ સારી રીતે નિભાવી શકશો. આજે 90 ટકા સ્ત્રીઓ નોકરી અને કેરિયર બનાવે છે, તો તમે આ વ્યવસાય શરુ કરી એને વિકસાવવાનો ઉદ્દેશ રાખો, ગોલ રાખો અને એવો વિકસાવો કે તમારા પતિને પણ પોતાના તગડા પગારની નોકરી છોડી એમાં સાથ આપવાનું મન થાય.

હું એક એવી યુવતીને ઓળખું છું જે ડાયેટિશિયન તરીકે એવી જામી ગઈ છે કે, એના પતિ એની ઓફિસ સંભાળે છે અને એનો એ તગડો પગાર લે છે.

એક વાત સમજીલો કે, જેટલી વ્યક્તિ એટલી જીભ. એથી આ વ્યવસાયમાં મરો નથી આવક જ છે એથી શું વાનગી ચાલશે એ ના વિચારો કઈ નવી વાનગી આપી શકીસ એ વિચારો.  કોઈપણ વ્યવસાય ધંધામાં તમે શું નવું કરી શકો એનો અમલ જ સફળતા આપાવે છે.

વધેલી રોટલીના ખાખરા બનાવતી અમદાવાદની ગૃહિણી ઈંદુબેને એક ખાખરાની આલીશાન દુકાન ઉભી કરી છે.

તો વ્યવસાય શરુ કરો અને કરો ફતેહ.

નરેશ વણજારા

મિત્રો આ લેખમાળા પુસ્તક રૂપે પ્રસિધ્ધ થઇ ચુકી છે ના વાંચો તો કોઈ જરૂરિયાતવાળા બહેનને ભેટ આપો કિંમત છે રૂ ૯૦ કુરિયર ચાર્જીસ સાથે  ૩ કોપીના રૂ ૨૦૦

પુસ્તક મેળવવા વોટ્સઅપ કરો

Naresh Vanjara  +919821728704

Hemant Thakkar +919967454445

નવો ધંધો શરૂ કરનારને માર્ગદર્શન આપતા લેખો ઇન્વેસ્ટમેન્ટ ફંડા હેઠળ આપવામાં આવશે એમને નડતી સમસ્યાઓ વિષે અને જેમણે ધંધો વિકસાવવો છે એઓ પણ પોતાનો પ્રશ્ન પૂછી શકે છે દર અઠવાડિયે માત્ર ૨ સવાલના જવાબ આપવામાં આવશે લેખને અંતે આપનો સવાલ શીર્ષક હેઠળ સવાલ કર્તાનું નામ અને શહેર છાપવું યોગ્ય રહેશે આપ આપના પ્રશ્નો નીચે આપેલા કમેન્ટ સેક્શનમાં કરી શકશો.

આ લેખમાળાના અગાઉના ભાગ: ભાગ 1 | ભાગ 2 | ભાગ 3

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here