તમારી રસોઈકલાને વ્યવસાયમાં કઈ રીતે બદલી શકાય? (5) – તમે રસોઈની પ્રોસેસને સમજતા થાવ

0
632

આપણે જોયું કે નાના પાયે રસોઈનો વ્યવસાય શરુ કરવું સાવ સહેલું છે, અને એકાદ બે ગ્રાહકથી એ શરુ થઇ શકે. હવે ગ્રાહકો વધતા જાય અને વ્યવસાય વધવા માંડે ત્યારે, જો તમે રસોઈની પ્રોસેસને સમજતા થાવ, તો ભાવ કઈ રીતે નક્કી કરવો અને નિયમિત કઈ રીતે બની શકાય, એની જલ્દી સમજણ પડવા માંડે અને વિકાસ ઝડપી બનાવી શકાય. તો પ્રોસેસને સમજતા થાવ.

તમારી રસોઈને ત્રણ થી ચાર વિભાગમાં વહેંચી શકાય તો આ ત્રણ ચાર પ્રોસેસમાં કેટલો સમય લાગે અને કેટલું મટીરીયલ લાગે એટલેકે કેટલા કિલો શાકભાજી અને કેટલા પ્રમાણમાં મસાલા જોઈએ એ નોંધવું.

દાખલા તરીકે તમે રોટલી બનાવો છો, તો એના પ્રોસેસને વિભાજીત કરીએ.

1) રોટલી માટે લોટ ખરીદી એનો લોટ દળવા માટે સમય

2) લોટ બાંધવાનો સમય

3) લોટ બાંધ્યા પછી એને વણવાનો સમય અને

4) એને શેકવાનો સમય

તો અહીં વ્યક્તિ દીઠ, આ દરેક પ્રોસેસ માટે કેટલો સમય લાગે એ તમે નાના પાયે શરુ કરો, ત્યારે દરેક વખતે નોંધાતા જાવ એક ડાયરીમાં અથવા એક નોટબુકમાં, સામે કુલ કેટલો ખર્ચ થયો એ પણ લખો. આમ અહીં તમને કોસ્ટ મળશે. હવે જયારે તમે વ્યવસાય વિકાસ પામશે ત્યારે, તમને આ દરેક પ્રોસેસ માટે જુદાં જુદાં મદદનીશને કેટલો પગાર આપવો એ નક્કી કરી શકશો. અહીં તમે ઇચ્છેલી ક્વોલિટી પણ જળવાશે, જો તમે એનું માપ બરોબર નોંધ્યું હશે તો. જેમકે લોટમાં કેટલું પાણી નાખવું અને કેટલું ઘી રોટલી કેટલો સમય તવા પર ગરમ કરવી કેટલા સમય માટે ફેરવતા રહેવું વગેરે.

આમ દરેક વાનગી બનાવવા એની પ્રોસેસ હોય એ નોંધી લો, અને કેટલી છે, એ નોંધો. અને જો આ પ્રમાણ જળવાશે, તો તમારી ક્વોલિટી પણ જળવાશે. એથી બીજા રસોઈયા પાસે પણ રસોઈકામ કરાવવું અને ક્વોલિટી જાળવી કામ લેવું સરળ બનશે. અથવા તમે શીખી શકશો.

મેનેજમેન્ટના મારા પોતાના સિદ્ધાંત મુજબ,

જે કામ તમને રૂટિન લાગવા માંડે એ તમે તમારા મદદનીશને શીખવી દો. અને તમે તમારા ઉપરી પાસેથી એનું રૂટિન કામ તમારી પાસે આવે ત્યાં સુધી રાહ જુઓ અને કરવા માંડો. ત્યાર બાદ જ તમે તમારા સંપર્ક વધારવા તરફ આગળ વધો. આમ એક સિસ્ટમ તૈયાર થશે.

મારા એક ઓળખીતા 225 જેટલા કર્મચારીઓની કંપનીના માલિક જોડે આની ચર્ચા કરતા હતા ત્યારે, એમણે મને કહયું કે “નરેશ, મને કંપનીના રૂટિનમાં રોજના માત્ર બે થી અઢી કલાક જ આપવા છે. બાકીનો સમય મને મનન ચિન્તન અને નવા અમલ નવા મિટિંગ માટે વગેરે માટે જોઈએ છે.” આમ ઝડપી વિકાસ શક્ય બને છે.

તો વાનગી વેચવાનો વ્યવસાય શરુ કરો તો, એના વિકાસ માટે પણ વિચારો.

વિકાસના વિચાર વિના વ્યવસાય શરુ કરશો તો રૂટિનમાં અટવાઈ જશો, અને કંટાળી વ્યવસાય બંધ કરવાનો વિચાર આવશે. કારણકે તમે જો તમામ કામ જાતે જ કરતા રહો તો, એ કંટાળજનક લાગવા જ માંડે.

તમે ગૃહિણી તરીકે એ વિચારો જ છો ને કે, રોજેરોજના કયા કામનો તમને કંટાળો આવે છે, અને એથી જ તમે કામવાળી બાઈ રાખો છો, રસોઈ માટે બહેન રાખો છો, કાર માટે પતિ ડ્ર્રાઇવર રાખશે, પણ અહીં તમારી પગારની કે આવકની મર્યાદા રહેશે, એથી વધુ નોકરો ના રાખી શકાય. એથી આવક વધે એ જરૂરી છે. અહીં નોકરોનો ખર્ચ તમારા ડીશ દીઠ આવક કે કુલ આવકના 15% થી વધવો ના જોઈએ, એનું ધ્યાન રાખો.

આમ થમ્બ રુલ મુજબ તમને વાનગી બનાવવાના વ્યવસાયમાં 40% નેટ એટલેકે તમામ ખર્ચ બાદ થતા મળવા જોઈએ. અને જો વ્યવસાય કરોડોમાં થાય તો આ માર્જિન 20% સુધી નીચે લઇ શકાય. એટલકે ભાવ ઘટાડી કુલ વધુ નફો.

આમ વ્યવસાયનું ગણિત વ્યવસાય કરતા કરતા શીખતાં જાઓ. આમાં તમારા પતિ મદદ નહિ કરે, એમને તગડો નફો દેખાશે અને તમે કમાશો ત્યારે એ તમને સાથ આપશે.

ટૂંકમાં શરૂઆત અને સંઘર્ષ તમારે જ કરવાનો છે. આમ કામ કામને શીખવે છે.

તમારા ગૃહિણી તરીકેના હાલના કામોને વ્યવસાય કરતા કઈ રીતે ન્યાય આપી શકશો

સૂકો નાસ્તો જેમકે સેવચેવડો, ચકરી, શક્કરપારા વગેરે કે જે અઠવાડિયું 12 દિવસ ડબ્બામાં રહી શકે, અને રોજ થોડું થોડું ખવાતું રહે.

સૂકો નાસ્તો તમે ફરસાણની દુકાનમાં પણ બનાવીને વેચી શકો. 15 કિલોના ડબ્બામાં કિલો દીઠ ભાવ રાખીને. અમારે ત્યાં મેંગ્લોરી સ્ટોર આવા સૂકા નાસ્તા 250 ગ્રામની પ્લાસ્ટિકની થેલીમાં પેક કરી વેચે છે. તમે પણ 250 ગ્રામની આવી થેલીઓ બનાવી છૂટક ગ્રાહકોને વેચી શકો છો. તમારા ઘરે માલ ત્રણ ચાર દિવસ રાખી શકો. ઍથી વધુ નહિ કારણકે ગ્રાહક બીજા અઠવાડિયા માટે રાખે તો ક્વોલિટી બગડે.

નરેશ વણજારા

મિત્રો આ લેખમાળા પુસ્તક રૂપે પ્રસિધ્ધ થઇ ચુકી છે ના વાંચો તો કોઈ જરૂરિયાતવાળા બહેનને ભેટ આપો કિંમત છે રૂ ૯૦ કુરિયર ચાર્જીસ સાથે  ૩ કોપીના રૂ ૨૦૦

પુસ્તક મેળવવા વોટ્સઅપ કરો

Naresh Vanjara  +919821728704

Hemant Thakkar +919967454445

નવો ધંધો શરૂ કરનારને માર્ગદર્શન આપતા લેખો ઇન્વેસ્ટમેન્ટ ફંડા હેઠળ આપવામાં આવશે એમને નડતી સમસ્યાઓ વિષે અને જેમણે ધંધો વિકસાવવો છે એઓ પણ પોતાનો પ્રશ્ન પૂછી શકે છે દર અઠવાડિયે માત્ર ૨ સવાલના જવાબ આપવામાં આવશે લેખને અંતે આપનો સવાલ શીર્ષક હેઠળ સવાલ કર્તાનું નામ અને શહેર છાપવું યોગ્ય રહેશે આપ આપના પ્રશ્નો નીચે આપેલા કમેન્ટ સેક્શનમાં કરી શકશો.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here