તમારી રસોઈકલાને વ્યવસાયમાં કઈ રીતે બદલી શકાય? (6) – તમારા વ્યવસાયનો વ્યાપ વધારો

0
801

હવે પછી આપણે જોઈશું કે વ્યવસાયનો હિસાબ કઈ રીતે રાખવો. પરંતુ એ પહેલા જેઓ વ્યવસાયમાં છે જ અને એને વિસ્તારવા માંગે છે, એમના માટે ખાસ અને નાના પાયે શરૂઆત કરનારાઓ જેઓ ઉંચા સપના જુએ છે, એ પણ આ વાંચી લે.

કોઈપણ ધંધા વ્યવસાયને બે રીતે વિકસાવી શકાય એમાં મુખ્ય જરૂરિયાત હોય છે પૈસો. હા, મૂડી જે બે રીતે ઉભી કરી શકાય.

એક તો લોન મેળવીને એટલે કે બીજા પાસે કે બેન્કમાંથી લોન મેળવીને. પરંતુ ધંધો વ્યવસાય વિકસે ત્યારે વન મેન શો એમાં મર્યાદા બની જાય. એથી એકથી ભલા બે અને બે થી ભલા ચાર, એમ ધંધા કે વ્યવસાયમાં ભાગીદાર મેળવી શકાય. અને એ માત્ર નાણાં રોકે એ પણ શક્ય છે.

શેરમાં રોકાણ એ પણ ભાગીદારી છે તમારી પાસે જો રિલાયન્સના શેર હોય તો, તમે મુકેશ અંબાણીના ભાગીદાર છો. આમ રિલાયન્સના 20 લાખથી વધુ ભાગીદારો છે. આ છે ધંધાના વિકાસની હાઈટ ભાગીદારી દ્વારા.

તો આ ભાગીદારો કઈ રીતે મળી શકે એ માટે જુઓ

“શાર્ક ટેન્ક” સોની ટીવી પર સીરીયલ આવે છે. જેના વિડીયો યુટ્યુબ પર પણ જોઈ શકાય છે. અહીં તમને જાણવા મળશે કે તમારા ધંધામાં ઊંચા પ્રિમિયમે નાણાકીય ભાગીદારો કઈ રીતે મળી શકે છે. તમે જાણશો કે તમારા ધંધાનું ભવિષ્ય આ નાણાં આપી તમારા ધંધામાં ભવિષ્યમાં કેવો સ્કોપ છે, જે ધંધામાં ખુબ વિસ્તરવાની તક હોય એનો ભાવ ઊંચો હોય.

તમે અહીં જોઈ શકશો કે, તમારે જો ભાગીદારીમાં નાણાં ઉભા કરવા હોય તો, તમારા ધંધામાં વિકસવાની કેવી તકો હોવી જોઈએ. તમારી પાસે કેવી આવડત હોવી જોઈએ. અને જેને આપણે પ્રોજેક્ટ રિપોર્ટ કહીએ છીએ એ કેમ બનાવાય.

તમે એકવાર વ્યવસાય શરુ કરો એટલે કામ કામને શીખવે અને વ્યવસાય વિકસતો જાય. અથવા તો હું કહીશ કે વ્યવસાય વિકસે એવું ધ્યેય રાખો માત્ર ટાઈમ પાસ કરવા વ્યવસાય ના અપનાવો કારણકે એક વાર વ્યવસાય જામી જશે પછી એને ચલાવવા તમને નિષ્ણાતો અને વ્યવસાયિકો મળી રહેશે અને તમે બેઠાં બેઠાં તમારો વ્યવસાય સાંભાળી શકશો અથવા તગડા નફાએ વેચી આરામથી નિવૃત જિંદગી વિતાવી શકશો.

તો તમારી પાસે કળા હોય તો એની રોકડી કરવાનો અવશ્ય પ્રયત્ન કરો ખોટું નથી એ દ્વારા તમે એક વ્યસાયિક જ બનો છો જે ઘણાને રોજીરોટી આપે છે.

આમ તમે દેશના વિકાસમાં નિમિત્ત બનો છો.

નરેશ વણજારા

મિત્રો આ લેખમાળા પુસ્તક રૂપે પ્રસિધ્ધ થઇ ચુકી છે ના વાંચો તો કોઈ જરૂરિયાતવાળા બહેનને ભેટ આપો કિંમત છે રૂ ૯૦ કુરિયર ચાર્જીસ સાથે  ૩ કોપીના રૂ ૨૦૦

પુસ્તક મેળવવા વોટ્સઅપ કરો

Naresh Vanjara  +919821728704

Hemant Thakkar +919967454445

નવો ધંધો શરૂ કરનારને માર્ગદર્શન આપતા લેખો ઇન્વેસ્ટમેન્ટ ફંડા હેઠળ આપવામાં આવશે એમને નડતી સમસ્યાઓ વિષે અને જેમણે ધંધો વિકસાવવો છે એઓ પણ પોતાનો પ્રશ્ન પૂછી શકે છે દર અઠવાડિયે માત્ર ૨ સવાલના જવાબ આપવામાં આવશે લેખને અંતે આપનો સવાલ શીર્ષક હેઠળ સવાલ કર્તાનું નામ અને શહેર છાપવું યોગ્ય રહેશે આપ આપના પ્રશ્નો નીચે આપેલા કમેન્ટ સેક્શનમાં કરી શકશો.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here