હું અને તું રિવ્યુ: જોવાલાયક ખરી કે નહી?

0
718

આ ફિલ્મ માટેનો મારો રિવ્યુ જરા ટુંકો રહેશે કારણકે આ ફિલ્મ મને ઓછી ગમી છે અને હું દર વખતની જેમ  તમારા પર છોડીશ કે તમારે આ ફિલ્મ જોવી કે નહિ.

કલાકારો: સિધ્ધાર્થ રાંદેરિયા, સોનાલી લેલે દેસાઈ, પરીક્ષિત તામાલીયા, પૂજા જોશી અને સુનીલ વિસરાણી.

નિર્માતાઓ: સિધ્ધાર્થ રાંદેરિયા, ઇશાન રાંદેરિયા, કુમાર મંગત પાઠક અને અભિષેક પાઠક.

દિગ્દર્શક: મનન સાગર

રનટાઇમ: ૨ કલાક ૧૧ મિનીટ

ગુજરાતી ફિલ્મોનાં વખાણ આપણને ખબર જ છે કે બહુ જ થાય છે અને તેનો ગોલ્ડન પીરિયડ શરૂ થયો છે ૨૦૧૬ પછી. આપણે વાત કરીએ આ ફિલ્મ હું અને તું ની તો ફિલ્મ ઘણી જગ્યાએ ધીમી પડી જાય છે અને ક્યાંક-ક્યાંક કંટાળો પણ દેવડાવી દે છે. આ ફિલ્મનો પ્લસ પોઈન્ટ એક જ છે અને એ છે સિધ્ધાર્થ રાંદેરિયા.

કોમેડી ફિલ્મોમાં સિધ્ધાર્થ રાંદેરિયાને જોવા બધાને ગમે જ છે અને અહિયાં પણ લોકો જોવા જશે તો સિધ્ધાર્થ રાંદેરિયા માટે જ. ફિલ્મમાં ૫ ગીતો છે અને એમાંથી એક સુપડાસાફ કરીને એક ગીત છે જે બાકીનાં ૪ ગીતો કરતાં વધારે સારું છે. ફિલ્મમાં વાર્તાની વાત કરીએ તો જેમ કે આપડે જોયું હતું તેના ટ્રેલરમાં કે બાપ-દિકરો પોતાની પ્રેમિકા જોડે લગ્ન કરવાના હોય છે પણ ત્યાં એક મુશ્કેલી આવે છે જેના લીધે લગ્ન રોકાઈ જાય છે. હવે એ શું મુશ્કેલી છે એ તમે ફિલ્મ જોશો ત્યારે ખબર પડશે. ફિલ્મ મને તો લાગી અને કઈ ખાસ જોવાલયક હોય તેવું કઈ હોય તેવું લાગ્યું નહિ.

સિધ્ધાર્થ રાંદેરિયા સિવાય બાકીનાં કલાકારો ની વાત કરીએ તો પરીક્ષિત તામાલીયા અને પૂજા જોશી એ ઠીક કામ કર્યું છે કારણકે વધારે ટાઇમ સિધ્ધાર્થ રાંદેરિયાને આપવામાં આવ્યો છે. સોનાલી લેલે દેસાઈનું કામ પણ ઠીક કહી શકાય પણ સુનીલ વિસરાણીનું કામ મને ગમ્યું. તે અને સિધ્ધાર્થ રાંદેરિયા નાં સાથેનાં સીન્સ સારા હતા.

તો હું અને તું એક એવરેજ અને ધીમી ફિલ્મ છે જે તમને ગમી પણ શકે અને ના પણ ગમી શકે. હવે એ તમારા ઉપર છે કે તમારે આ ફિલ્મ જોવી કે નહિ. આશા છે કે તમને આ રિવ્યુ ગમ્યો હશે. ઈછાપું પર હિન્દી અને ગુજરાતી ફિલ્મોના રિવ્યુ વાંચવા વારંવાર તેની મુલાકાત લેતા રહેશો.

ફરીથી મળીશું કોઈ નવા રિવ્યુ સાથે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here