અમારા વિષે

‘eછાપું’ એ ઉત્સાહી મિત્રોનું એક એવું ગ્રુપ છે જેના સભ્યો પોતાના અલગ અલગ કાર્યક્ષેત્રોમાં ફાળવેલા વ્યસ્ત સમયમાંથી થોડો સમય કાઢીને કોઇપણ આર્થિક લાભની આશા વગર ગુજરાતી વાચકોને ગુણવત્તાસભર વાંચન પૂરું પાડવાનું એકબીજાને વચન આપી ચૂક્યા છીએ.

હવે તો ગુજરાતીમાં પણ સમાચારને લગતી ઘણીબધી સાઈટ્સ આવી ચૂકી છે, પરંતુ અમે અમારું સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કર્યું છે ન્યૂઝ ડાઈજેસ્ટ પર, એટલેકે “ન્યૂઝના નીચોડ” પર. અહીં તમને વિવિધ સ્થાનિક, રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે અસર કરતા વિવિધ વિષયો પર વિસ્તારથી વાંચવા મળશે અને તે પણ એ વિષયના નિષ્ણાંતો પાસે.

હાલમાં અમે એક ટીમ તરીકે જ તમારી સામે પ્રસ્તુત થઈશું પરંતુ એ સમય દૂર નથી જ્યારે અમે તમારી સમક્ષ ગુજરાતભરમાંથી ઉભરતા તેજસ્વી કોલમિસ્ટ્સને પણ લઇ આવીશું. તો તૈયાર થઇ જાવ, આંતરરાષ્ટ્રીય કક્ષાનું વાંચન ગુજરાતીમાં વાંચવા માટે.

સંપર્ક

ઈ મેઈલ: [email protected]