આવનારી લોકસભાની ચૂંટણીઓ માટે અમદાવાદ લોકસભા બેઠક માટે જાણીતા લેખક શ્રી લઘરવઘર અમદાવાદી આજે ઉમેદવારી પત્ર ભરવાના છે. ચાલો જાણીએ તેમનું ઘોષણાપત્ર શું છે. હું Lagharvaghar Amdavadi તારીખ ૦૧/૦૪/૨૦૧૯ નાં રોજ અપક્ષ તરીકે લોકસભા ની ચુંટણી લઢવાનો છું અને આજ રોજ મારો ચુંટણી એજન્ડા જાહેર કરું છું. હું PUBG ગેમ કાયદેસરની કરીશ જે સ્ત્રીઓ પોતાના […]
મૂકાકાકાએ નાનાભાઈનું દેવું ભર્યું શું એ ઇન્ટરનેશનલ સ્કેમ છે??
ચાલો જાણીએ એક એક્સક્લુઝિવ માહિતી કે કેમ મુકેશ અંબાણીએ પોતાના નાના ભાઈ અનીલ અંબાણીનું સંપૂર્ણ દેવું ચૂકવી આપ્યું? આમ કરીને તેમણે શું છુપાવ્યું છે. 31મી માર્ચ નજીક આવે છે એટલે બેલેન્સશીટમાં ખર્ચો બતાડવો પડે નહિ તો આવક વધતી જતી હતી. ત્રણ લાખની કંકોત્રીએ વોટ્સએપમાં ફરતી થઇ ચુકી હતી. ઘરમાં બે લગ્ન, ચાર-પાંચ રિસેપ્શન અને આખા […]
ગઈકાલે ગાંધીનગર સચિવાલય ખાતે ઘુસેલા દીપડાની અત્યંત હ્રદય દાવક આત્મકથા
હા હું એજ દીપડો છું કે જે સચિવાલયમાં ઘુસીને મારા સો કોલ્ડ ઘરે પરત ફરેલો છું. મારો જન્મ એક નાનકડા જંગલમાં થયેલો હતો. હું નાનો હતો ત્યારથી જ મને એવું સાંભળવા મળતું કે, સચિવાલયમાં આવો નિર્ણય લેવાયો, સચિવાલય દ્વારા આવા કામો કરવામાં આવે છે તેવા કામો કરવામાં આવે છે. કદાચ આથીજ મને સચિવાલય જોવાની અને […]
જરા વિચારો તો ખરા કે PUBG વગરની દુનિયા કેવી હશે??
PUBG હમણા એક દિવસ માટે મેન્ટેનન્સ માટે બંધ હતું તો કેટલીય મમ્મીઓ /પત્નીઓ /બહેનો વગેરે વગેરેને જાણે આખી જિંદગી કરેલા વ્રત અને ઉપવાસ ફળ્યા હોય એવું લાગ્યું હતું. PUBG ફક્ત મેન્ટેનન્સ માટે બંધ હતું પણ લોકોને તેના વગરની દુનિયા કેવી હશે એની પણ અનુભૂતિ થઇ તો આવો જાણીએ જે દિવસે PUBG મેન્ટેનન્સ માટે બંધ હતું […]
Nivya Navora (Rizla Khan) ની ભારતીય સમાજ પર પડેલી અસરો
Nivya Navora (Rizla Khan) ના એશિયાકપ જોવા આવવાથી આવવાથી સમાજ પર કેવા ફેરફારો આવેલ છે? મોટા ભાગે એશિયા કપની ભારત સામેની મેચ એક તરફી જેવી જ રહી છે જેમાં ભારત જીતતું હોય સિવાય કે પરમ દિવસની ભારત અને અફઘાનિસ્તાનની મેચ જેમાં મેચ ટાઈ થઇ. પણ દરેક વસ્તુ થવા પાછળ કારણ હોય છે કેમકે જ્યારે જ્યારે […]
અનુપ જલોટા જેવા સાત્વિક મનુષ્ય પાસેથી દેશનો યુવાવર્ગ ઘણું શીખી શકે છે
જીવન હંમેશા સાદગીભર્યું રાખો, લોકો આજે પશ્ચિમ સંસ્કૃતિનું આંધળું અનુકરણ કરી રહ્યા છે જ્યારે ફક્ત જીવનભર કોઈ પણ જીન્સ પેન્ટ નહીં, કોઈ ટેટુ નહીં, કોઈ હીપહોપ કે કોઈ પણ જાતના શોરશરાબાવાળા ગીતો વગર અનુપ જલોટા સાહેબે એ જે હાંસલ કર્યું છે એ આજકાલનાં નવયુવાન ક્યારેય હાંસલ નથી કરી શકવાના. એ લોકો બસ બેઠા બેઠા PUBG […]
એવા ગેરકાયદેસર દબાણ જે નહેરા સાહેબ પણ દુર કરી શકતા નથી
હમણાં હમણાં ગેરકાયદેસર દબાણ દુર કરવાની કાર્યવાહી પુરજોશમાં ચાલી રહી છે. અમદાવાદ જેવા શહેરને દબાણથી મુક્ત બનાવવાની ઝુબેશ જોરદાર ગતિએ ચાલી રહી છે ચારેકોર તંત્રના વખાણ થઇ રહ્યા છે પરંતુ એવા કેટલાય ગેરકાયદેસર દબાણો છે જે તંત્રના ધ્યાને પણ છે પણ તે કાઈ કરી શકતું નથી. ગુડમોર્નીગ ગુડનાઈટની મોટી મોટી ઈમેજ મોકલીને તમારી ફોન મેમરીમાં […]
“મિત્ર એવો શોધવો”… અલ્યા પણ આ ઘોર કળિયુગમાં કેવો મિત્ર શોધવો???
મિત્ર એવો શોધવો જે ઢાલ સરીખો હોય, સુખમાં પાછળ હોય ને દુ:ખમાં આગળ હોય એવી જૂની વાત આપણા વડવાઓ કરી ગયા છે અને ઉપર લેખની શરૂઆતમાં આ પંક્તિ એટલે લખી કે તમે કોઈ મોટા લેખકને વાંચતા હો એવી ફિલીગ આવે. પરંતુ જો તમને હાલના જમાનામાં લોકો કેવા મિત્રો પસંદ કરે છે કેવી મિત્રતા શોધે છે […]
પાણીપુરી પર પ્રતિબંધ અને તેની સામાજીક તેમજ આર્થિક અસરો – એક નિબંધ
સરકાર દ્વારા પાણીપુરી પર પ્રતિબંધ મુકવાનું નક્કી કરવામાં આવી રહ્યું છે. તબક્કાવાર પાણીપુરી ઉપર પ્રતિબંધ મુકાશે એવું પણ જાણવા મળ્યું છે. પાણીના પાઉચ ઉપર પ્રતિબંધ મુક્યો ત્યાં સુધીતો સમાજ ઉપર તેની કોઈ અસર દેખાતી નહતી પણ પાણીપુરી જેવા સ્ત્રી સમાજનાં રાષ્ટ્રીય ખોરાક ઉપર પ્રતિબંધ મૂકીને સરકાર જાણે સ્ત્રીઓની સ્વતંત્રતા છીનવી રહી છે. સરકારનું એવું કહેવું […]
ગુરુપૂર્ણિમા વિશેષ – પરણેલા પુરૂષ માટે (પોતાની) પત્ની જ સાચો ગુરુ છે
આ વખતે ગુરુપુર્ણીમા ગુરુવારની જગ્યાએ શુક્રવારે આવી છે તો જાણીએ ગુરુ થવાનું મહત્વ. કહેવાય છે કે માણસે પોતે જ પોતાના ગુરુ થવું જોઈએ પણ માણસ પરણી જાય પછી સુપ્રિમ કોર્ટના આદેશ મુજબ એણે પોતાની આઝાદી ભૂલી જવી જોઈએ એટલે એ પોતે જ પોતાનો ગુરુ બની શકતો નથી. પરણ્યા પહેલા આપણે સ્કુલમાં ટીચર પાસેથી કોલેજમાં પ્રોફેસર […]