આખરે સંજુ જોવાનો મેળ પડી જ ગયો. ખબર નહીં પણ કેમ એવું ઘણીવાર બને છે કે જે ફિલ્મ જોવાની ઇન્તેજારી ખૂબ હોય તેને જ જોવાનો મેળ અઠવાડિયાઓ સુધી ન પડે. સંજુ જોવાનું ખાસ કારણ રાજકુમાર હિરાણી એક ફિલ્મ સાથે પરત થઇ રહ્યા છે એ હતું અને સંજુ જોયા બાદ એ જ કારણે સહુથી મોટી નિરાશા […]
કાયદો અને ન્યાય
મોબ લીન્ચિંગ પરની ચર્ચા: કહીં પે નિગાહેં હૈ ઔર કહીં પે નિશાના હૈ
આજકાલ ન્યૂઝ ચેનલો જોઈએ તો એમ લાગે કે ભારતભરમાં ટોળાશાહી ચાલી રહી છે અને દેશ આખો મોબ લીન્ચિંગ જેવા નવા શોખને માન આપી રહ્યો છે. મોબ લીન્ચિંગ જાણેકે ભારતનો ફેવરીટ ટાઈમપાસ હોય એ પ્રકારે આખા વિષયને ચિતરવામાં આવી રહ્યો છે અને જેને કારણે મૂળ મુદ્દા પરથી ધ્યાન ભટકી ગયું છે અથવાતો ભટકાવવામાં આવી રહ્યું છે. […]
ફેક ન્યૂઝનો સામનો કરવા WhatsAppનું નવું ફીચર કેટલું કારગત નીવડશે?
છેલ્લા ઘણા દિવસોથી ગુજરાતથી ગંગટોક સુધી અને કાશ્મીરથી કન્યાકુમારી સુધી બાળકોને ઉપાડી જતી કોઈ ગેંગ વિષે ફેક ન્યૂઝે ઉપાડો લીધો હતો. જ્યાં પણ કોઈ શંકાસ્પદ વ્યક્તિ દેખાય કે લોકો તેને મારવા જ લાગતા. WhatsApp દ્વારા ફેલાતી આ પ્રકારની અફવાને રોકવા કેન્દ્ર સરકારે તેને એક ખાસ ફીચર લાવવાની તાકીદ કરી હતી. જવાબમાં WhatsApp પણ પરિસ્થિતિની ગંભીરતા […]
શું પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી અભિવ્યક્તિની આઝાદીના વર્તુળની બહાર છે?
આજકાલ ચારેય તરફ Netflix ની ‘ઇન્ડિયન ઓરીજીનલ’ સિરીઝ સેક્રેડ ગેમ્સની બોલબાલા છે. કહેવાતા હોંશિયાર એટલેકે MBA રિવ્યુકારો સિરીઝની મજાક ઉડાવી રહ્યા છે જ્યારે સામાન્ય જનતાને એમાં મજા પડી રહી છે. પણ અહીં વાત રાજીવ ગાંધી, આપણા પૂર્વ વડાપ્રધાનની છે. હવે કદાચ તમને સવાલ થશે કે રાજીવ ગાંધી અને Netflixનો શો સંબંધ? તો તમને જણાવું કે […]
જો ભારતમાં ખેલ પર રમતો સટ્ટો કાયદેસર કરવામાં આવે તો ધનોતપનોત નીકળી જશે?
1999ની આસપાસનો એ સમય જ્યારે ક્રિકેટ મેચ ફિક્સિંગ અને સટ્ટાકાંડના બહાર આવવાથી સમગ્ર ભારત હલબલી ગયું હતું. એ સમયે કોઈ ક્રિકેટ પર પણ સટ્ટો રમતું હોય એવું માન્યામાં આવતું ન હતું અને એમાંય પોતાની bet સાચી પડે તેના માટે ખુદ ક્રિકેટરોને ખરીદી લેવામાં આવે છે એવો તો કોઈને સપનામાં પણ વિચાર નહોતો આવતો. મેચ ફિક્સિંગનું […]
ભારત બળાત્કારી No.1 છે એવું રોઈટર્સે કીધું એટલે આપણે માની લેવાનું?
આજથી લગભગ બે મહિના પહેલા કોલમ જમણી તરફમાં એક આર્ટીકલ પબ્લીશ થયો હતો જેનું શિર્ષક હતું ‘ભારત એટલે બળાત્કારીઓનો દેશ જ્યાં દર ચાર રસ્તે બળાત્કાર થાય છે.’ બરોબર બે મહીને ભારતીયો પર બળાત્કારી હોવાનું લેબલ લગાડવાનો ફરીથી પ્રયાસ થયો છે. અગાઉ કઠુઆની જઘન્ય ઘટના બાદ દેશના લિબરલોએ દેશ આખો બળાત્કારી હોવાની કાગારોળ મચાવી હતી અને […]
નિરવ મોદી અને વિજય માલ્યાને પાછા લાવવા શું કરવું જોઈએ?
ભારતમાં કાંડ કરી કરીને આમ તો ઘણાય માલેતુજારો અન્ય દેશમાં રહેવા માટે ભાગી ગયા છે અને ભારત સરકાર દ્વારા એમને ભાગેડુ જાહેર પણ કરવામાં આવ્યા છે. હાલમાં નિરવ મોદી, મેહુલ ચોકસી અને વિજય માલ્યા એ ત્રણ બહુચર્ચિત નામો છે. ચાલો એ લોકો ભાગી ગયા એ વાત તો હવે ઘણી ચવાઈ ગઈ છે. મુદ્દો એ છે […]
મધરાતનું કોંગ્રેસનું સુપ્રિમ (કર) નાટક પણ તેના કામમાં ન આવ્યું
ગઈકાલે મધરાતે સુપ્રિમ કોર્ટ તેના ઇતિહાસમાં કદાચ બીજી વખત મધ્યરાત્રીએ ખુલી હતી. નિરાશ કરે એવી હકીકત એ હતી કે આ બન્ને સમયે તેણે આમ કરવાની કદાચ કોઈ જરૂર ન હતી. પહેલીવાર જ્યારે સુપ્રિમ કોર્ટને મધ્યરાત્રીએ જગાડવામાં આવી હતી ત્યારે પ્રશાંત ભૂષણ આણી કંપનીએ દેશદ્રોહી અને આતંકવાદી યાકુબ મેમણની ફાંસી અટકાવવાની અપીલ કરી હતી. મેમણ દેશના […]
AIIMS હોસ્પિટલને રાજકારણનો અડ્ડો બનાવવા માંગતા હતા લાલુ યાદવ
બે દિવસ અગાઉ બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી, રાષ્ટ્રિય જનતા દળના સર્વેસર્વા અને વિવિધ કૌભાંડોમાં આરોપ પુરવાર થયા બાદ જેલની સજા ભોગવી રહેલા લાલુ યાદવ દિલ્હી આવી પહોંચ્યા હતા. લાલુ યાદવની પોતાની તબિયત અંગે વિવિધ ફરિયાદો હતી જેને લઈને તેમને દિલ્હીની પ્રખ્યાત AIIMS હોસ્પિટલમાં ચેકઅપ માટે લઇ આવવામાં આવ્યા હતા. બેશક કોઈ વ્યક્તિ ભલે આરોપી હોય કે […]
સલમાન ખાન પરના ચુકાદાએ આપણા બેવડા ધોરણો ખુલ્લા પાડ્યા
સલમાન ખાન પર કાળિયારને મારી નાખવાના આરોપો સિદ્ધ થયા અને એને સજા થઇ. અમુક વર્ષ અગાઉ જ્યારે સલમાનને ફૂટપાથ પર સુતેલા લોકોને કચડી નાખવાના આરોપસર સજા થઇ હતી ત્યારે તે મુંબઈ હાઈકોર્ટમાંથી માત્ર ત્રીસ મિનિટમાં જામીન મેળવવામાં સફળ થયો હતો. જોધપુર કોર્ટમાં બપોરે લગભગ બે વાગ્યે જ્યારે સલમાનને સજા થઇ હોવાનું બહાર આવ્યું ત્યારે એ […]