કૃષિ, જંગલો, ડિઝાસ્ટર મેનેજમેન્ટ તેમજ જાસૂસી જેવી મહત્ત્વની કામગીરીમાં મદદરૂપ થાય તેવા RISAT-2B સેટેલાઈટનું આજે વહેલી સવારે ISRO દ્વારા સફળ પ્રક્ષેપણ કરવામાં આવ્યું હતું. ભારતની જાસૂસી ક્ષમતા તેમજ રેડાર ઈમેજીનીંગ ક્ષમતામાં વધારો કરવા માટે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ આજે સવારે લગભગ સાડા પાંચ વાગ્યે શ્રીહરિકોટાથી RISAT-2B સેટેલાઈટને તેના પોલર સેટેલાઈટ લોન્ચ વેહિકલ PSLV-C46 […]