માત્ર મરાઠી ભાવનાઓ સાથે સંકળાયેલા રહીને રાષ્ટ્રીય સ્તરે શિવસેના કાઠું કાઢી શકશે નહીં તે બાળાસાહેબ ઠાકરે બરોબર સમજી ચૂક્યા હતા અને આથી જ તેમણે શિવસેનાને પહેલા મહારાષ્ટ્રમાં મુંબઈની બહાર ફેલાવવાના પ્રયાસો શરુ કરી દીધા. જ્યાં સુધી શિવસેનાનો અજેન્ડા આક્રમક મરાઠીવાદ સુધી મર્યાદિત હતો ત્યાં સુધી મુંબઈ, ઠાણે અને કદાચ પુણેની મર્યાદિત હદ બહાર તેમનો વ્યાપ […]