iPhone ની સળી કરતી Samsung ની નવી એડ

    0
    441

    Samsung અને iPhone ની એડ વોરનો ઈતિહાસ કદાચ બંને કંપનીઓની હરીફાઈ જેટલો જ જૂનો છે. આપણે બંને પ્રોડક્ટ્સની ક્વોલીટીની કમ્પેરીઝનમાં ન ઉતરીએ તો પણ અત્યારસુધી એવું જરૂર બન્યું છે કે એટલીસ્ટ એડ વોરમાં કાયમ Samsung iPhone સામે મેદાન મારી ગયું છે. આ વખતે Samsung દ્વારા Appleને પોતાની લેટેસ્ટ એડમાં સીધી રીતે ટાર્ગેટ બનાવવામાં નથી આવી પરંતુ તેના યુઝર્સની હળવી મજાક જેને આપણે સરળ ભાષામાં જેને ‘સળી’ કહીએ છીએ તે જરૂર કરી છે. Samsung દ્વારા iPhoneની શું સળી કરી છે તે જાણવા માટે સૌપ્રથમ તો તેની એડ ધ્યાનથી જોઈ લેવી અત્યંત જરૂરી છે. તો ચાલો જોઈએ એ એડ.

    ઉપરોક્ત એડ જોતાં જ ખબર પડી જાય છે કે Samsung આપણને અમુક વર્ષો પાછળ લઇ જાય છે જ્યારે તેની અને Apple વચ્ચેની સ્પર્ધા શરુ થઇ હતી. એડની શરૂઆતના હિસ્સામાં iPhoneની સ્ટોરેજ કેપેસીટી પર કટાક્ષ કરવામાં આવ્યો છે કારણકે વર્ષો સુધી iPhoneમાં સતત 16GBની સ્પેસ આપવામાં આવતી હતી. ત્યારબાદ આપણને Galaxy Note 3 દર્શાવવામાં આવે છે. આ ગેજેટ 2013માં રિલીઝ થયો હતો જેમાં 5.5 ઇંચનો ડિસ્પ્લે હતો. આની સામે iPhone તે સમયે પણ નાનકડો 4 ઇંચનો પેનલ ડિસ્પ્લે જ આપતો હતો.

    એડ જેમ જેમ આગળ વધે છે તેમ તેમ Samsung પોતાનો કટાક્ષ વધુને વધુ ધારદાર બનાવતું જાય છે. અહીં Samsng iPhone તેના Galaxy Seriesના સ્માર્ટફોન્સની જેમ વોટરપ્રૂફ નથી તે બતાડતા તેને એક રાઈસ બાઉલમાં સૂકવવા માટે મુક્યો છે એવું બતાવે છે. ત્યારબાદ ટેક નિષ્ણાતો અત્યારસુધી Appleની જે ફિચર અંગે સૌથી વધુ ટીકા કરી ચૂક્યા છે તેવા ચાર્જીંગ અને મ્યુઝિક સાંભળવા માટે એક જ સ્પેસ આપતા હોલ્ડરની પણ એડમાં ફીરકી લેવામાં આવી છે.

    એડનો થીમ ‘Growing Up’ રાખવામાં આવ્યો છે જેના દ્વારા એડની અંતમાં મોડલ iPhoneને અલવિદા કરીને Samsung Galaxy ફોન અપનાવતો બતાડવામાં આવ્યો છે. આ એડમાં જે સંદેશ આપવામાં આવ્યો છે તે સિમ્પલ છે, અહીં એમ કહેવામાં આવ્યું છે કે જ્યારે હાર્ડવેરનો સવાલ આવે છે ત્યારે Samsung iPhone કરતા ઘણો આગળ છે જેના વિષે Android યુઝર્સ કાયમ વાતો કરતા હોય છે.

    આમ સોશિયલ મીડિયામાં તેમજ તેની બહાર Samsungના એટલેકે Android ફેન્સ અને iPhone ફેન્સ વચ્ચે ચાલતા વોરમાં Samsungની આ નવી એડ આગમાં ઘી પૂરવાનું કામ જરૂર કરશે.

    eછાપું

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here