શું તમે બ્રેકફાસ્ટ કરવાથી વજન ઘટે જ એ તારણ સાચું માનો છો?

  0
  171

  શું બ્રેકફાસ્ટ કરવાથી વજન ઘટે છે? આપણે તો એવું જ સાંભળ્યું અને વાંચ્યું છે. પરંતુ એક નવો અભ્યાસ તો કશું જુદું જ તારણ કાઢે છે.

  ઘણા સમય અગાઉ એવું સાંભળ્યું હતું કે બ્રેકફાસ્ટ હંમેશા અમીરોની જેમ કરવો જોઈએ, લંચ મધ્યમવર્ગીય વ્યક્તિની જેમ અને ડીનર ગરીબની જેમ. આમ કહેવાનો મતલબ એમ હતો કે સવારનો નાસ્તો એટલેકે બ્રેકફાસ્ટ પેટભરીને કરવો જોઈએ. ફક્ત આપણે ત્યાંજ નહીં પરંતુ પશ્ચિમ અને અન્ય દેશોમાં પણ એવી માન્યતા ઘર કરી ગઈ છે કે સવારનો નાસ્તો પેટભરીને કરવાથી વજન ઘટે છે. પરંતુ શું આ માન્યતા સાચી છે ખરી? આવો જાણીએ.

  Photo Courtesy: thebetterindia.com

  સમગ્ર વિશ્વમાં આરોગ્યને લગતું જ્ઞાન પીરસતા BMJમાં એક રિવ્યુ છપાયો છે જેમાં એમ કહેવાયું છે કે તાજા સંશોધનમાં એવું જાણવા મળ્યું છે કે બ્રેકફાસ્ટ કરવાથી વજન ઘટે છે અને સવારે જો રેગ્યુલરલી નાસ્તો ન કરીએ તો વજન વધી જાય એવી માન્યતાને સમર્થન આપતા કોઈજ પૂરાવા હજી સુધી તેમને મળ્યા નથી. જો કે આ અભ્યાસમાં તો ઉલટું જોવા મળ્યું છે. જે લોકો સવારે નાસ્તો કરતા હોય છે તેમનામાં કેલરીનું પ્રમાણ ઊંચું જોવા મળ્યું હતું. આમ વજન પર કાબુ રાખવા માટે સવારના નાસ્તા અંગેની માન્યતા પર ફેરવિચારણા કરવી પડશે તેમ આ રિવ્યુમાં જણાવવામાં આવ્યું છે.

  અગાઉના અભ્યાસ એમ કહે છે કે સવારનો નાસ્તો તંદુરસ્ત વજન સાથે સીધો સંકળાયેલો છે. પરંતુ મેલબર્નની મોનાશ યુનિવર્સીટીના વૈજ્ઞાનિકોએ સવારે રેગ્યુલર નાસ્તો કરતા અને ન કરતા લોકો પર અભ્યાસ કર્યો હતો અને એવું જાણવા મળ્યું હતું કે દરરોજ નાસ્તો કરતા લોકો સમગ્ર દિવસમાં નાસ્તો ન કરતા લોકો કરતા સરેરાશ 260 કે તેથી વધુ કેલરી પોતાના શરીરમાં દાખલ કરે છે.

  આ અભ્યાસમાં એમ પણ જાણવા મળ્યું હતું કે જે લોકો દરરોજ સવારે નાસ્તો નથી કરતા તે લોકોનું વજન લગભગ અડધો કિલોની સરેરાશથી ઘટ્યું છે. જો કે સામાન્ય વજન ધરાવતા અને વધારે પડતું વજન ધરાવતા લોકો વચ્ચે સવારે નાસ્તો કરવો કે ન કરવો તેનાથી તેમના વજનમાં કોઈજ ફરક પડતો નથી.

  લાગતું વળગતું: દલીયા દરરોજ ઇન બ્રેકફાસ્ટ તો તમારું વજન ઘટે સુપરફાસ્ટ!

  જ્યારે અગાઉના એક અભ્યાસમાં એમ કહેવામાં આવ્યું હતું કે સવારે બ્રેકફાસ્ટ કરવાને લીધે વ્યક્તિ સમગ્ર દિવસમાં ઓછું ખાય છે અને સમયાંતરે કેલરી બાળે છે અને પરિણામે તેનું વજન સારી રીતે ઘટતું હોય છે. પરંતુ મેલબર્નના વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલું આ સંશોધન કહે છે કે સવારે નાસ્તો કરો અથવા તો ન કરો તમારા વજનમાં કોઈ ખાસ ફેરફાર થતો નથી.

  આ અભ્યાસ કરનારા વૈજ્ઞાનિકોનું કહેવું છે કે અમારી સમક્ષ હાજર પૂરાવા એમ કહે છે કે દરરોજ સવારે બ્રેકફાસ્ટ કરવો એ વજન ઘટાડવા માટે યોગ્ય રણનીતિ નથી. પરંતુ તેના અન્ય ફાયદાઓ તો છે જ. અમે માત્ર વજન ઘટાડવા માટે પુખ્તવયની વ્યક્તિઓને સવારે નાસ્તો કરવાની સલાહ આપતા નથી કારણકે અમારા અભ્યાસમાં તેની અવળી અથવાતો વિરુદ્ધ અસર જોવા મળી છે.”

  તો કદાચ આ આર્ટીકલ વાંચીને તમને કન્ફયુઝન જરૂરથી થયું હશે, પરંતુ દરેક વસ્તુ જો પ્રમાણમાં કરવામાં આવે તો તેનો જો ફાયદો ન હોય તો ગેરફાયદો તો થતો જ નથી. આમ સવારે નાસ્તો જરૂર કરો પરંતુ અકરાંતિયાની માફક નહીં. લંચ અને ડિનરને પણ સરખો ન્યાય આપવો જરૂરી છે!

  આ આર્ટિકલ અંગે તમારા પ્રતિભાવો આપવા તેમજ eછાપું પર પ્રકાશિત થતા તમામ અન્ય આર્ટિકલ્સની ઝડપી માહિતી મેળવવા અમારા Facebook Page ને લાઈક કરશો અને Twitter હેન્ડલ ને ફોલો કરશો.

  eછાપું

  તમને ગમશે: નરેન્દ્ર મોદી પર ટાઈમિંગનો પશ્ન ઉઠાવનાર કોંગ્રેસે જાટ આરક્ષણ વખતે શું કર્યું હતું?

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here