તમારા રોજીંદા જીવનને સરળ બનાવવા ડિજિટલ બની ગયું છે ઇન્ડિયા

0
346
Photo Courtesy: exchange4media.com

આમ તો હવે ડિજિટલ ઇન્ડિયા સ્લોગન થોડું જૂનું થયું છે પણ હવે તેના પરિણામો એક પછી એક સામે આવી રહ્યા છે. આજ ની યુવા પેઢી દરેક વસ્તુને ડિજિટલ પ્લેટફોર્મ પર લઇ જવા માંગે છે. શોપિંગ હોય, બુકીંગ્સ હોય, બિલ પેમેન્ટ્સ હોય, જમવાનું ઓર્ડર કરવું હોય તો એ બધા જ માટે અઢળક એપ્લિકેશન્સ આવી ગઈ છે. ન્યુઝ જોવા હોય, સોન્ગ્સ સાંભળવા હોય, વેબ સિરીઝ જોવી હોય કે કશું શીખવું હોય તો એના માટે પણ અઢળક Applications હાજરાહજૂર છે. આજે આપણે અહીંયા એવી જ અમુક Applications વિષે વાતો કરશું.

Photo Courtesy: exchange4media.com

ફાઇનાન્સ

ગુજરાતીઓ અને શેરબજારનો સંબંધ Tom & Jerry જેવો છે. એક બીજા સાથે ફાવે કે ના ફાવે પણ એકબીજા વગર એક મિનિટ પણ ચાલતું નથી.  જોકે હવે તો શેરબજારની સાથે સાથે Bitcoins, Mutual Funds, Systemetic Investment Plans તરફ પણ ગુજરાતીઓએ નજર દોડાવી છે. હકીકતે Savings અને એના ઉપર મલાઈ ખાવાનો આ એક સારો, સરળ અને મજ્જાનો રસ્તો છે, અલબત્ત લાલચ બુરી બલા હૈ એ યાદ રાખવું જરૂરી છે. Stock Market રિલેટેડ કોઈ પણ જરૂરિયાત હોય તો તેના માટે Moneycontrol એ શ્રેષ્ઠ Application છે આ સિવાય Sherkhan પણ ખુબ જ મદદગાર સાબિત થતી હોય છે. Mutual Funds માટે જે-તે બેન્કમાં તમારું એકાઉન્ટ હોય તેની પણ Application હાજર હોય છે જેના દ્વારા તમે Mutual Funds તથા Systemetic Investment Plans વિષે વધુ માહિતી મેળવી શકો છો. Bitcoins એટલે આમ તો હવે થોડી રિસ્કી ગેઇમ બની ગઈ છે પણ તેમ છતાં જો તમે થોડું ઘણું રોકાણ કરવા માંગતા હોય તો Unocoin એક સુરક્ષિત Application છે.

ન્યુઝ – સમાચાર

જો તમે ટ્વિટર અને ફેસબુક પર એક્ટિવ હોવ તો તમને મોટાભાગના સમાચાર ટ્વિટ્સ અથવા તો ફેસબુક પોસ્ટ્સ થી મળી જ જતા હશે પરંતુ તેમ છતાં કોઈ પણ સમાચારની ખાતરી કરવી જરૂરી બનતી હોય છે. આપણા વ્હાલા દેશવાસીઓએ દિલીપ સાબ, કાદર ખાન અને અમિતાભ બચ્ચન સાહેબને અંદાજિત દસેક વાર તો ગુજરાવી અને શ્રદ્ધાંજલિ સુદ્ધા અર્પી દીધી છે. કોઈ પણ સમાચારની ખાતરી કરવા માટે Google એ ચોક્કસપણે મહત્વની સાઈટ છે. આ સિવાય તમે Times Of India, UCNews, DailyHunt, The Hindu તથા લગભગ મોટાભાગના અખબારો – ટીવી ચેનલ્સની સાઈટનો ઉપયોગ બહુ સરળતાથી કરી શકો છો. મોટેભાગે તમામ Applications Free જ છે.

Music, Videos & Web Series

થોડા સમય પહેલા વાત કરેલી એમ આજની નવી જનરેશનને On The Go Entertainment માં વધુ રસ છે એટલે ટીવી સામે બેસી રહેવાની વાત જૂની થઇ ગઈ છે. Music માટે Gaana, Sawan અને Wynk જેવી સાઇટ્સ અત્યારે તો હરણફાળ ભરી રહી છે. આ તમામ સાઇટ્સ માં જાહેરાતો સાથેનું free version પણ છે અને Paid Membership માં તમને જાહેરાત નહીં મળે તથા તમે અનલિમિટેડ સોન્ગ્સ ડાઉનલોડ કરી શકશો.

વેબ સિરીઝ વિષે વાત કરીએ Amazon Prime, Netflix, Hotstar, Voot, TVF Play જેવી અઢળક એપ્લિકેશન્સ હાજર છે. Amazon Prime અને Netflix માટે તમારે મેમ્બરશિપ ખરીદવી પડશે જયારે અન્ય Applications માં તમને જાહેરાતો સાથેનું Free Version પણ મળશે અને HD માટે Paid Membership પણ હાજર હોય છે. આ સિવાય લગભગ દરેક ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડરની પોતપોતાની Application છે જેમાં તમને અઢળક Movies, TV Shows અને Live Channels મળી જશે.

Food Food

મોડીરાત્રે ભૂખ લાગી છે અથવા તો રેસ્ટોરાં નો ફોન નંબર યાદ નથી ? ફિકર નોટ Zomato અને હવે તેને ટક્કર આપવા Swigy નામની Application હાજર છે. લગભગ ૯૯ રૂપિયાના મિનિમમ ઓર્ડર સાથે તમે અહીંયા Online Order આપી શકો છો. Dominos, Pizza Hut, KFC, McDonalds, Burger King જેવા Food Giants ની પોતપોતાની Applications પણ હાજર છે જ્યાંથી તમે Food ઓર્ડર કરી શકો છો.

Online Wallet

Digital India ને ખુબ જ પ્રોત્સાહન આપવામાં Online Wallets નો ખુબ જ મહત્વનો ફાળો રહ્યો છે. Paytm, MobiKwik, AIrtel Payments Bank, Vodafone M Paisa, PhonePe, BHIM, Google Tez અને હવે નવું નજરાણું Whatsapp Payment દ્વારા Online Transactions બહુ જ સરળ અને સુરક્ષિત બન્યા છે. ઉપરોક્ત બધી જ Applications તમારા Bank Account ને UPI દ્વારા જોડે છે અને ચપટી વગાડતાં જ તમે તમામ transactions કરી શકો છો. ફક્ત પૈસા જ ટ્રાન્સફર થાય છે એવું નહિ, અહીંયા તમે દરેક પ્રકારના Utility Bills પણ બહુ જ સરળતા થી ચૂકવી શકો છો.

Online Shopping

છેલ્લા ૫ વર્ષમાં Online Shopping એ એક નવી જ દુનિયા બનાવી દીધી છે. Casual Cloths હોય કે Formal કે પછી Ethnic હવે જમાનો Online Shopping નો છે અને માત્ર કપડાં જ નહિ Mobile Phone, Laptop, Camera, Footwear અને એવી અઢળક વસ્તુઓ હવે આપણે Online Order કરતા થઇ ગયા છીએ. Amazon, Flipkart, Snapdeal, Myntra જેવી સાઇટ્સ એક સેકન્ડમાં તેમનું બેસ્ટ કલેક્શન તમારી સમક્ષ ઠલવી દે છે. Online Shopping બાબતે મારો અનુભવ અત્યાર સુધી ખુબ જ સારો રહ્યો છે એટલે એક વખત Try કરવામાં બહુ તકલીફ નહિ પડે.

Digital Locker

Digital India માં Digital Locker વગર તો કઈ રીતે વાત આગળ વધી શકે ? તમારા Education Documents, Aadhar Card, Pan Card, Driving License, RC Books, Passport આ તમામ ડોક્યુમેન્ટ્સની ડિજિટલ સ્કેન કોપી Cam Scanner નામની Application દ્વારા Scan કરી તમે તમારા ફોનમાં રાખી શકો છો આ ઉપરાંત ભારત સરકારની Digi Locker કરીને એક સાઈટ અને Application છે ત્યાં પણ તમે આ ડોક્યુમેન્ટ્સ સ્ટોર કરી શકો છો.

ડિજિટલ ઇન્ડિયાના ફાઇનલ કનકલ્યુઝન વિષે વાત કરીએ તો ભારત ખરેખર ડીજીટલી આગળ વધી રહ્યું છે જો આ Online India અથવા તો Digital India સાથે કદમ મિલાવી દેશો તો  આવનારો સમય ખરેખર અચ્છે દિન સાબિત થશે એ નક્કી છે. ભારતમાં કોમ્પ્યુટર લાવવા માટે જેમ આજે પણ રાજીવ ગાંધીને યાદ કરવામાં આવે છે તેમ નરેન્દ્ર મોદી સરકારને Digital India માં નવો પ્રાણ ફૂંકવા માટે ચોક્કસપણે યાદ કરાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here