YouTube Music, Spotify અને JioSaavn ભારતમાં જમાવશે સંગીતની મહેફિલ

0
432
Photo Courtesy: hypebot.com

ભારતના સંગીત ચાહકો માટે અત્યંત સારા સમાચાર છે. YouTube Music, Spotify અને JioSaavn જેવા ધુરંધરો આવી ગયા છે  અને તેઓ તેમની સંગીત મહેફિલ જમાવશે.

Photo Courtesy: hypebot.com

છેલ્લા કેટલાય સમયથી જેની રાહ જોવાતી હતી એ YouTube Music આખરે ભારત આવી પહોંચ્યું છે અને આવતા સાથે જ જોરદાર ટક્કર આપવા Spotify પણ સાથે સાથે આવી ચૂક્યું છે. જોકે ભારતમાં છેલ્લા કેટલાક સમય થી Gaana, JioSaavan અને Wynk Online Music માં પગ જમાવી ચુક્યા છે એટલે Spotify અને YouTube Music બંને માટે આ સફર આસાન નહીં રહે, અલબત્ત વૈશ્વિક ક્ષેત્રે Spotify નો એક અલગ જ ચાહકવર્ગ છે તેનો ચોક્કસપણે તેને ફાયદો મળશે. આજે આપણે અહીંયા YouTube Music, Spotify અને JioSaavan વિષે વિસ્તૃત વાત કરીશું.

આપણે સહુ જાણીએ જ છીએ કે ભારત એ વિવિધતાઓ થી ભરપૂર દેશ છે. અહીંયા દરેક રાજ્યમાં ભાષા બદલાય છે અને એ જ રીતે જે-તે રાજ્યની ફિલ્મો તથા ગીત સંગીતમાં પણ ચઢાવ ઉત્તર અને અનેરું મહત્વ જોવા-જાણવા મળે છે. આ સમયે JioSaavan 15 અલગ અલગ ભાષામાં સંગીત પીરસે છે જયારે Spotify માં તમને 7 અલગ અલગ ભાષા મળશે જયારે YouTube Music માટે કોઈ આંકડો નથી પરંતુ તે લગભગ દરેક ભારતીય ભાષામાં સંગીત પીરસશે તે નક્કી છે.

હવે વાત Free Services ની કરીએ તો આપણે ભારિતય લોકો જ્યાં Free Service મળે તેને હંમેશા પહેલા Approach કરીએ છીએ ભલે એ માટે થોડી Ads સાંભળવી પડે અથવા તો કોઈ Partner Application Install કરવી પડે અને Swiggy અને Zomato ના  કિસ્સામાં તો ભલે ને થોડા થોડા દિવસે Number અને E-Mail id બદલવું પડે તો આપણે એ ય કરીએ જ છીએ. જોકે અહીંયા Free Music તો ત્રણેય Service Providers આપે જ છે અલબત્ત તેની શરતો અલગ અલગ છે. JioSaavan અને YouTube music Advertisement Support સાથે Free Music આપે જ છે જયારે Spotify માં તમને દર છ ગીત પછી જાહેરાત સાંભળવી પડશે.

YouTube Music પર તમને 90 Days Free Trial મળશે જે પછી દર મહિને 99 Rs ચૂકવવા પડી શકે છે અને જો તમે YouTube Premium એટલે Ads વગર YouTube Videos જોવા અથવા Download કરવા માંગતા હોય તો તેના માટે પ્રતિમાસ 149 Rs ચૂકવવા પડશે. જયારે Spotify માટે 30 દિવસ સુધી તમને Free Service મળશે અને પછી પ્રતિમાસ 119 Rs અથવા પ્રતિવર્ષ 1189 Rs ચૂકવવા પડશે.

JioSaavan માં તમને 90 દિવસ Free Service મળશે અને એ પછી 99 Rs પ્રતિમાસ અથવા 999 Rs પ્રતિવર્ષ ચૂકવવા પડશે. Long Term Student Plan હેઠળ Spotify 50 ટકા Discount આપે છે જે હાલ YouTube Music અને JioSaavan બંનેમાં નથી, જયારે YouTube Music તમને 149 Rs પ્રતિમાસમાં 6 લોકો માટે Family Plan આપે છે જે Spotify અને JioSaavan માં તમને નહિ મળી શકે. અત્યારે જે જે લોકો Google Play Music ની Paid Service નો ઉપયોગ કરે છે તે તમામ લોકો બહુ સરળતાથી YouTube music નો હિસ્સો બની જશે.

હવે વાત Music Collection ની કરીએ તો Spotify એ પહેલેથી જ ખાસ્સી જાણીતી Music Service Provider કંપની છે અને તેઓ તેમના collection માં અસંખ્ય International Artists ધરાવે છે. જયારે JioSaavan એ Indian Aritsts ને વધુ મહત્વ આપે છે અને તેનું બહોળું Collection તેમની પાસે છે.

YouTube Music પાસે Indian અને International Artists બંને ની Lineup છે અને Video Service Provider હોવું એ એમનો એક Plus Point બની જશે. હાલ ના તબક્કે JioSaavan પાસે 40 Million Songs છે જયારે Spotify 45 Million Plus સોન્ગ્સ ધરાવે છે.

Collection અને Charges ની વાત કર્યા પછી હવે Paid Service ના શું ફાયદા તેના વિષે વાત કરીએ તો YouTube music પર તમને Unlimited Free Tracks મળશે, Unlimited Free Curated Playlist મળશે, Songs Offline માં સાંભળવા માટે પણ તમે Download કરી શકશો, આ સિવાય Unlimited Music Videos તમને મળશે.

લાગતું વળગતું: સંગીત દુનિયાના લોકોને એક કરવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે

JioSaavan વિષે વાત કરીએ તો અહીંયા તમને HD Songs, Unlimited Free Tracks અને Offline Songs Download કરવા મળશે. Spotify ની Paid Service લીધા પછી તમને Unlimited Ad Free Tracks, Unlimited Song Skips અને Offline Songs Download ની service મળશે.

હવે એક અત્યંત મહત્વના Feature ની વાત કરીએ તો JioSaavan, Spotify અને YouTube Music આ ત્રણેય Music Streaming Providers તમને તેમના Curated Radio ની Service પણ આપે છે જેમાં Artist based અને Genre based Radio ની મજ્જા તમે માણી શકો છો. YouTube music જેના સહારે ભારતમાં આવ્યું છે તે Google Play Music માં તમે તમારું પોતાનું Music પણ ઉમેરી શકો છો, અલબત્ત Spotify પણ ટૂંક સમયમાં આ સેવા ઉપલબ્ધ કરાવવા જઈ રહ્યું છે.

Offline Songs ની વાત કરીએ તો Paid Membership લીધા પછી JioSaavan તમને Unlimited Songs Download આપે છે જયારે YouTube Music અને Spotify બંને 50000 ની Download Cap લિમિટ સાથે આવે છે. Music Quality ની વાત કરીએ તો JioSaavan ના Free Version માં તમને 160 Kbps Biterate મળશે જયારે Paid Version માં તમને 320 Kbps Bitrate મળશે. Spotify માં Mobile Free service માં તમને 96 Kbps Bitrate મળશે જયારે Free PC Service માં તમને 160 Kbps Bitrate મળશે અને જયારે તમે Paid member બનશો ત્યારે તમને 320 Kbps Bitrate મળશે.

Final Conclusion એટલું થઇ શકે કે JioSaavan અને YouTube ને અનુક્રમે Regional Language તથા Video Streaming Provider હોવાનો ફાયદો છે જયારે Spotify પાસે International Artists ની Lineup છે. જયારે Pricing ની વાત આવે તો Spotify ચોક્કસપણે ખાસ્સું આગળ છે કેમ કે વર્ષના 1189 Rs છે અને Students માટે 50 % Discount પણ હાજર છે જયારે JioSaavan માં તમારે વાર્ષિક 999 Rs ચૂકવવાના છે,

જોકે JioSaavan ને Jio ના લીધે સમયાંતરે અઢળક Offers અને Upgrades મળતા રહે છે. YouTube music નો ફાયદો તેની Bundle Service માં છે. 99 Rs માં માત્ર Youtube Music જયારે 149 Rs આપતા જ તમને YouTube Music તેમ જ  YouTube Premium ની service મળે છે એટલે આવનાર દિવસોમાં YouTube ને એ એક ફાયદો ચોક્કસપણે થશે.

eછાપું

તમને ગમશે: નિરવ મોદી અને વિજય માલ્યાને પાછા લાવવા શું કરવું જોઈએ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here