OnePlus 6 તમે ખર્ચેલા રૂપિયાની પાઈ પાઈ પરત કરે એવો સ્માર્ટફોન

0
341
Photo Courtesy: androidauthority.net

મૂળ ચાઈનીઝ કંપની અને છેલ્લા કેટલાક સમયથી ભારતમાં OnePlus એ ગજ્જબ પક્કડ બનાવી છે. Budget range માં તદ્દન નવી ટેક્નોલોજી સાથેના Phones યુવાવર્ગને આકર્ષે છે અને OnePlus એમાં પોતાનું કામ બખૂબી કરી રહી છે. આ વર્ષે OnePlus 6 આવ્યો અને આજે આ પણે એના જ Pros અને Cons વિષે વાત કરશું.

Photo Courtesy: androidauthority.net

OnePlus 6 તમને 6GB RAM અને 64GB Storage સાથે 34,999 તથા 8GB RAM અને 256GB Storage સાથે 39,999 રૂપિયામાં મળી જશે. Phone ના technical specification વિષે વાત કરીએ તો આ ફોન 6.28 Inch નો Optic Amoled screen size ધરાવે છે જેને protect કરવા Corning Gorilla Glass નો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. iPhone X ની જેમ અહીંયા પણ તમને Screen પર Main Speaker અને Front Camera નું Notch જોવા મળશે બાકી એ સિવાય આ ફોન ફુલ Display ધરાવે છે.

OnePlus ના Camera હંમેશાથી ખુબ જ સરસ રહ્યા છે અને અહીંયા પણ Camera જ તેને બીજા બધા phones થી ખુબ જ આગળ લઇ જાય છે. 16 Megapixel સાથે સાથે 20 Megapixel નો Telephoto Lens છે જે તમારી Photography Skills ને એક અલગ લેવલ પર લઇ જઈ શકે છે.  Bokeh Mode હોય કે Portrait એ પણ અહીંયા તમને મળી જશે. આ સિવાય Super Slow Motion Video Recording પણ અહીંયા ઉપલબ્ધ છે. Front Camera તમને 16 Megapixel નો મળશે. બંને Camera માં Sony ના Censor નો ઉપયોગ થયો હોય Camera બાબતે Oneplus ને પહોંચવું ખુબ જ અઘરું છે.

Qualcomm Snapdragon 845 Chipset ધરાવતા આ Phone માં GPU Adreno 645 છે અને આ બંનેનું combination આ ફોનને Super Fast બનાવે છે. આ સાથે જ અહીંયા 6 GB  અથવા 8 GB RAM તમારા Multitask ને પણ ખુબ જ smooth બનાવે છે. Phone ની Back સંપૂર્ણપણે Glass ની બનેલ હોય એટલી બધી ગરમ થતી નથી. Powerful Processor અને Chipset ને લીધે હવે Asphalt 8 હોય કે Need For Speed જેવી HD Graphics ધરાવતી Games ની મજ્જા અલગ આવશે એ નક્કી જ છે.

Phone Out Of The Box Android 8.1 સાથે આવે છે. 3300 Mh ની Battery પણ લગભગ એક દિવસનો Battery Backup આસાની થી આપે છે અને તેને charge કરવા Dash Charger તો છે જ. આ સિવાય Sensors ની વાત કરીએ તો અહીંયા તમને Fingerprint Sensor અને Eye Scanner તમારા Phone ને Unlock કરવા મળી જશે. OnePlus ની સૌથી મોટી ખૂબી એ છે કે તે Custom Oxygen OS સાથે આવે છે એટલે સમય સમય પર જો તમારામાં Developers ના ગુણ હોય તો તમે આસાનીથી ઘરે બેઠા Phone ની Operating System બદલાવી શકો છો.

Sensors ની વાત થોડી આગળ વધારીએ તો અહીંયા તમને Lift Up Display એટલે ફોને હાથમાં લઇ અને સહેજ ઊંચો કરતા જ display પર રહેલા Notifications તમને જોવા મળી જશે. આ સિવાય Night Mode માં તમારી આંખોને વધુ તકલીફ ન પડે તેનું ય ધ્યાન રાખવામાં આવ્યું છે Reading Mode તમારા વાંચનને અને Adoptive Display તમારા Day Time Travelling ને સુખદ બનાવશે.

આ સાથે જ OnePlus 6 એ IP68 Certified છે એટલે એમાં ધૂળ, માટી કે ડસ્ટ ની અસર નહીં થઈ શકે તથા અમુક સમય સુધી પાણી માં પણ આ ફોનમાં કોઈ જ તકલીફ નહીં પડે તે વાત નક્કી છે. Flagship Killer તરીકે આ ફોન સર્વોત્તમ છે પણ હા અમુક Techno Giants ના કહેવા મુજબ Glass Back એ iPhone અને Vivo તથા Oppo ની કોપી હોય તેવું લાગે છે.

ફાઇનલ Conclusion માં એટલું કહી શકું કે OnePlus નો જાતે અનુભવ કર્યો હોય આ One Plus 6 ચોક્કસપણે લેવા જેવો છે. It Is Worth Of Every Penny.

eછાપું

તમને ગમશે: પ્રેમ જેટલો વહે એટલોજ સારો; પ્રેમને કોઈ વ્યાખ્યામાં ન બાંધો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here