તમારા શર્ટ પાછળ લૂપ કેમ હોય છે? આ રહ્યું તેનું રસપ્રદ કારણ

    0
    370

    આપણામાંથી કપડા પહેરવાનો શોખ ઘણાને હશે. તો ઘણા એવા પણ હશે કે તેઓ માત્ર અંગ ઢંકાય એટલા માટે જ કપડા પહેરતા હશે. જેમને કપડા પહેરવાનો અઢળક શોખ હશે તે પણ કદાચ ફેશન અંગે કે પછી કપડાઓના ઈતિહાસ અંગે અજાણ હોય તે શક્ય છે. જો માત્ર પુરુષોની જ વાત કરીએ તો કોઇપણ શર્ટ ગમ્યું તો એ ખરીદી લીધું બસ, પછી તે ફેશનમાં ઇન છે કે નહીં તેની પરવા ભાગ્યેજ આપણે કરતા હોઈએ છીએ. આવામાં આપણે જે કપડાં પહેરીએ છીએ તેના ઈતિહાસ પર તો આપણી નજર કેવી રીતે જાય?

    આ જ બાબતને ધ્યાનમાં લઈએ તો આપણે રોજેરોજ જે શર્ટને પહેરીએ છીએ, ભલે અલગ અલગ પહેરીએ,તેની પાછળ આપવામાં આવેલો લૂપ (loop) ક્યા કારણોસર હોય છે તેની આપણને ખબર નથી. જો કે આપણે ખબર હોવી જ જોઈએ એવું પણ નથી, પરંતુ જો લૂપ હોવા પાછળનો ઈતિહાસ જાણીશું તો આપણને તેના ફેશનને લીધે આપણા શર્ટની પાછળ હોવાનો અભિપ્રાય બદલી જશે. તો ચાલો જાણીએ કે આપણા શર્ટની પાછળ લૂપ કેમ રાખવામાં આવે છે.

    તમને ગમશે: કોચ હરેન્દ્રના એક મંત્રથી મહિલા એશિયા કપ હોકી જીતાયો

    શર્ટ જ્યારથી શોધાયું ત્યારથી આજ દિન સુધી તેની ફેશનમાં ફેરફાર આવતા રહ્યા છે. પરંતુ શર્ટ પાછળ લૂપ રાખવાનો રિવાજ 1960થી શરુ થયો છે જે આજસુધી ટકી રહ્યો છે. શર્ટ પાછળ લૂપ રાખવાનો રિવાજ અમેરિકામાં શોધાયો હતો. અમેરિકાના પૂર્વ કિનારાના સેલર્સ માટે આ પ્રકારના શર્ટ ખાસ બનાવવામાં આવ્યા હતા. આમ કરવાથી સેલર્સને ખૂબ ફાયદો થતો જણાયો હતો. પહેલો ફાયદો તો એમ કે શર્ટ ધોઈને તેને સરળતાથી જહાજના કબાટમાં ભીના લટકાવી શકાતા હતા અને  હેંગરની જરૂર નહોતી પડતી.

    બીજો અને સૌથી મોટો ફાયદો આ સેલર્સને એ થયો કે તેઓ આ રીતે શર્ટ ખીંટીમાં લટકાવી દે તેનાથી તેના પર સળ પણ પડતા ન હતા અથવાતો ઘણા ઓછા પડતા હતા. આમ તેઓ જો ઈચ્છે તો બીજા દિવસે પણ એકનું એક શર્ટ પહેરી અને પછી તેને ધોવાની કે પછી ઈસ્ત્રી કરવાની મહેનતથી બચી જતા હતા. અમેરિકામાં શરુ થયેલી આ પદ્ધતિ ધીરેધીરે તેના વિવિધ શહેરોમાં ફેલાવા લાગી અને બાદમાં તે યુરોપ થઈને સમગ્ર વિશ્વમાં પ્રસરી ગઈ હતી.

    આજે પણ આ લૂપ હોવાને લીધે જીમમાં પરસેવો પાડવા જતા પુરુષો આસાનીથી ત્યાં વોલ પર લગાવવામાં આવેલા ખીંટાપર પોતાનું શર્ટ લટકાવીને કસરતના કપડા પહેરીને આરામથી કસરત પર ધ્યાન આપતા હોય છે.

    તો હવે ખબર પડીને કે કપડા પર લગાવવામાં આવેલી દરેક વસ્તુઓ કોઈને કોઈ કારણસર જ ત્યાં લગાવવામાં આવી હોય છે?

    eછાપું

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here