અપચાની તકલીફે અમેરિકામાં અચાનક જ A2 Milk ને લોકપ્રિય બનાવી દીધું

0
125
Photo Courtesy: fnarena.com

દુનિયાભરના લોકોની જેમ અમેરિકનોને પણ સામાન્ય દૂધ પચવામાં ભારે પડતું હતું. અચાનક જ અમેરિકાની વિવિધ ડેરીઓએ A2 Milk નો ઈજાદ કર્યો અને આજે સમગ્ર અમેરિકામાં પાચન માટે હલકું એવું આ દૂધ લોકપ્રિય બની રહ્યું છે. હાલમાં તો આ પ્રકારની જાગૃતિ ન્યૂયોર્ક અને તેના આસપાસના વિસ્તારોમાં ખાસ જોવા મળે છે પરંતુ ધીરેધીરે A2 Milk ની લોકપ્રિયતા અમેરિકાના અન્ય રાજ્યોમાં પણ થશે એ ચોક્કસ છે.

ન્યૂયોર્કની વિવિધ ટેલિવિઝન ચેનલો પર આજકાલ ‘Love Milk Again’ પ્રકારની જાહેરાતો ખૂબ જોવા મળી રહી છે. આ પાછળનું કારણ એ છે કે છેલ્લા ઘણા વર્ષોથી અમેરિકનો દૂધ પચતું ન હોવાને લીધે તેનો ઉપયોગ ટાળી રહ્યા હતા અને આથીજ A2 Milk જે પચવામાં હલકું હોય છે તેને અપનાવવા માટેનો પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. સામાન્ય દૂધ એટલેકે A1 Milk થી પાચન ઉપરાંત ગેસની તકલીફ થવી પણ આમ બાબત બની ગઈ હતી. હવે અમેરિકનો પાસે એક નવો વિકલ્પ આવી ગયો છે અને તે છે A2 Milk.

Photo Courtesy: fnarena.com

અમેરિકામાં A2 Milkનું ઉત્પાદન આમતો 2015થી જ વધવા લાગ્યું હતું પરંતુ તેના વિષે લોકોમાં જાગૃતિ ન ફેલાઈ હોવાથી તેનું વેચાણ ઘણું ઓછું હતું. હવે Love Milk Again કેમ્પેઈનને લીધે લોકો A2 Milk તરફ વળ્યા છે અને મોટી મોટી દૂધ ઉત્પાદન કંપનીઓ જેમકે વિશ્વમાં દૂધ અને દૂધ ઉત્પાદનોના સહુથી મોટા એક્સપોર્ટર ન્યુઝીલેન્ડના Fonterra અને વિશ્વની સહુથી મોટી ખાદ્યઉત્પાદનોની ઉત્પાદક કંપની Nestle પણ હવે અમેરિકામાં પોતપોતાના બ્રાંડનું A2 Milk વેંચવા માટે હોડ લગાવવા લાગ્યા છે.

આ A1 અને A2 આ બંને દૂધ ગાયનાજ દૂધ છે, પરંતુ કેટલીક એવી ગાયો છે જે માત્ર A2 પ્રકારનું જ દૂધ આપે છે. બંને દૂધમાં લેક્ટોઝનું પ્રમાણ હોય છે, પરંતુ A2 દૂધમાં રહેલું લેક્ટોઝ અમુક કારણોસર પચવામાં હલકું હોય છે જે A1 દૂધના લેક્ટોઝમાં શક્ય નથી હોતું. આ કારણોસર અમેરિકાની દૂધ ઉત્પાદન કંપનીઓ અને હવે ઘણાબધા ફાર્મહાઉસ ઓનર્સ પણ A2 દૂધ આપતી ગાયોને એકસાથે એક ખાસ ધણમાં ભેગી રાખે છે.

માત્ર દૂધ ઉત્પાદકોજ નહીં પરંતુ ન્યૂયોર્ક શહેરના કોફી હાઉસ ઓનર્સ પણ હવે A2 Milk આવવાથી શાંતિનો શ્વાસ લઇ રહ્યા છે. તેઓ હવે પોતાના ગ્રાહકોને એ પ્રકારે આકર્ષિત કરી રહ્યા છે કે તેમની કોફી A2 Milkમાંથી બનતી હોવાથી શારીરિક તંદુરસ્તી માટે શ્રેષ્ઠ છે. ન્યૂયોર્કના કેટલાક કોફી ઓનર્સનો દાવો છે કે હવે તેમના ગ્રાહકો પણ ખુશ છે અને તેમની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે.

આ બધું વાંચ્યા પછી એવું જરૂર લાગે કે અમેરિકામાં દૂધ ન પચવાનો પ્રશ્ન હવે હલ થઇ ગયો અને બધા જ આ નવા પ્રકારના દૂધથી ખુશ છે, પરંતુ એવું નથી. અમેરિકાનો દૂધ ઉત્પાદકોનો સંઘ એટલેકે નેશનલ ડેરી કાઉન્સિલ એવું કહી રહી છે કે A2 Milk એ પચવામાં હલકું છે તેવું હજીસુધી વૈજ્ઞાનિક રીતે સાબિત થયું નથી અને જે કોઇપણ વાતો ફેલાવવામાં આવી રહી છે એના પર એટલે વિશ્વાસ ન કરી શકાય કારણકે તે દર વખતે કશોક નવો દાવો કરતી હોય છે.

Photo Courtesy: vetextension.com

પરંતુ A2 Milkના સહુથી મોટા ઉત્પાદકોમાંથી એક એવા ડેન રિપ્લીએ કહે છે કે ભલે આ બાબત વૈજ્ઞાનિકરીતે સાબિત ન થઇ હોય પરંતુ તેમણે પોતાના બાળકોના પાચનમાં આ દૂધના ઉપયોગ બાદ સુધારો થતો જોયો છે અને આથીજ તેઓ પોતાના ગ્રાહકોને પણ આ દૂધ વાપરવાનો આગ્રહ કરી રહ્યા છે.

અમેરિકામાં A2 Milk પ્રત્યે આવેલી જાગૃતિનો લાભ હવે નાના દૂધ ઉત્પાદકોને પણ મળી રહ્યો છે. આ લોકો હવે આ નવા પ્રકારના દૂધ અને તેમાંથી ચિઝ બનાવવાનું કામ હોંશેહોંશે કરી રહ્યા છે. આ નાના દૂધ ઉત્પાદકોનું કહેવું છે કે દૂધનું બજાર આમપણ કટોકટ કમાણી કરાવે એવું છે એવામાં જો આ દૂધ અમને વધારાની આવક કરાવી આપે તો એ અમારા માટે આશિર્વાદરૂપ જ છે.

A2 Milk એ નાના અને મોટા બંને પ્રકારના દૂધ ઉત્પાદકો માટે કમાઉ દિકરો છે કારણકે અમેરિકનોએ સામાન્ય દૂધની સરખામણીએ આ દૂધ માટે પ્રતિ ગેલન એક થી દોઢ ડોલર વધારે આપવો પડે છે. પરંતુ તે પાચન સાથે સીધું સંકળાયેલું હોવાથી તેમને આ વધારાનો ખર્ચ કરવામાં પણ કોઈજ વાંધો નથી એવું અત્યારે તો લાગી રહ્યું છે.

eછાપું

તમને ગમશે: વર્ષ ૨૦૧૭ માં લોન્ચ થયેલા High End Phones

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here