રોબર્ટ વાડ્રા કેસ: ગુનેગાર છેવટે તો પોતાનું પગેરું મૂકી જ જાય છે!

    0
    230

    દામાદજી એટલે કે રોબર્ટ વાડ્રા ન જાણે એવા તો શું નશામાં હતા કે તેઓ એમ જ માનતા હતા કે તેમના આ કારનામાઓ પર કોઈની નજર નહી જાય! ભયભીત સાક્ષીઓ ચાહે મોઢું ખોલે ન ખોલે, ઇમેઇલ નામની આ બલા ચૂપ નહીં રહે.

    Photo Courtesy: deccanchronicle.com

    રોબર્ટ વાડ્રા કેસમાં વધુ કેટલાક તથ્યો બહાર આવ્યા છે. દક્ષિણ કોરિયાની સેમસંગ એન્જીન્યરીંગ નામની એક કંપની ભારતની ONGC નામની જાયન્ટ પેટ્રોલિયમ કંપની સાથે પેટ્રોલના વ્યાપાર બાબતે એક જંગી રકમનો કરાર 2009માં કરે છે. ભારતની ONGC અને કોરિયાની સેમસંગ બંન્ને પેટ્રોલિયમ ક્ષેત્રની દિગ્ગજ કંપનીઓ છે અને આ ક્ષેત્રમાં તેઓનો દાયકાઓનો અનુભવ છે. પરંતુ કોઈ અગમ્ય કારણસર આ ડીલ માટે સંજય ભંડારી નામના એક કુખ્યાત શખ્સની સિન્ટેક નામની કંપનીને “ટેકનિકલ કન્સલ્ટન્ટ” તરીકે નીમવામાં આવે છે.

    મજાની વાત તો એ છે કે આ ભાઈ શ્રી સંજય ભંડારી ખરેખર તો શસ્ત્રોના આંતરરાષ્ટ્રીય કારોબારમાં એક દલાલ તરીકેની હેસિયત ધરાવે છે. તેમની સામે હવાલા સહિત બીજા અનેક મામલે “તાજી અને વાસી” કાનૂની કાર્યવાહી ચાલુ જ છે. ભંડારીને પેટ્રોલિયમ સાથે ન્હાવા નિચોવવાનોય સંબંધ નથી. તેમની સિન્ટેક કંપનીને આ મામલે સલાહકાર તરીકે રોકવામાં આવી ત્યારે તેના રજીસ્ટર પર એક પણ કર્મચારીનું નામ નોંધાયું ન હતું. તેમ છતાં તેની કંપનીને કન્સલ્ટનસી ચાર્જ તરીકે 49 લાખ ડોલર થી અધિક રકમ ચૂકવવામાં આવી. બાય ધ વે, ભંડારી ની સહુથી મોટી લાયકાત એ છે કે તેઓ રોબર્ટ વાડ્રા એટલેકે જીજાજીના નજદીકી સહયોગી છે.

    આ સંજય ભંડારી નો એક પરમ મિત્ર, જેનું નામ સુમિત ચઢ્ઢા છે. જો કે અત્યારે EDની તપાસનો સામનો કરી રહેલા રોબર્ટ વાડ્રા કહે છે કે તે ભંડારી કે ચઢ્ઢા કોઈને ઓળખતા નથી.

    રોબર્ટ વાડ્રા EDના સકંજામાં આવ્યા

    ઠીક છે, એવું બને, યાદદાસ્ત અનેક વખત જીવનમાં સાથ સહકાર નથી આપતી! પરંતુ રોબર્ટ વાડ્રા અને સુમિત ચઢ્ઢા વચ્ચે ઇમેઈલની આપ લે કઈક જુદી જ દાસ્તાન કહે છે. વાડ્રા અને સુમિત ચઢ્ઢા વચ્ચે જે કેટલાક ઈમેઈલની આપ લે થઈ તે માહે અમુક વાડ્રાના લંડન ખાતેના વૈભવી વિલાના રીનોવેશન બાબતે છે..ઇમેઇલ એવું પુરવાર કરે છે કે ભંડારીને પેટ્રોલિયમ ડીલમાં કીકબેક તરીકે મળેલી રકમ સિંગાપોરની એક કંપની મારફતે રોબર્ટ વાડ્રા સુધી પહોંચી હતી. વાડ્રાની લંડન ખાતેની 19 લાખ પાઉન્ડની વિલા આ જ નાણાંમાંથી ખરીદવામાં આવી હતી.

    લાગતું વળગતું: નરેન્દ્ર મોદીની સૌથી મોટી જીત – એસ્સાર 54000 કરોડનું દેવું ભરવા સહમત!

    તો હવે જરા આ પણ જોઈ લો: 2010ના એપ્રિલ મહિનાની 4થી તારીખે સંજય ભંડારીનો અત્યંત કરીબી એવો સુમિત ચઢ્ઢા પોતાના ઈમેલ એડ્રેસ “[email protected]” પર થી વાડ્રાના ઇમેઇલ એકાઉન્ટ, “[email protected] પર એક મેઈલ કરે છે અને તેની કોપી “[email protected] અને [email protected] ને પણ મળે તેવી નોટ કરે છે.

    ચઢ્ઢા પોતાના મેઈલમાં વાડરા સાથે રીનોવેશન બાબતે ચર્ચા કરતા લખે છે કે, “જેમ કે તમે જાણો છો તેમ, હું આ પ્રોજેક્ટ કોઈ આર્થિક વળતરની ગણતરી સાથે નથી કરી રહ્યો. હું તો કેવળ કેટલાક ચોક્કસ સંબંધ નિભાવી જવા ઇચ્છું છું. આ સમગ્ર કાર્યવાહી કોઈ પણ પ્રકારના ભારણ વીના સંપન્ન કરવાની મારી ક્ષમતાનો ઘણો ખરો આધાર મને આ કામ કરવા માટે ચોક્કસ સમય દરમિયાન આપ કેવી રીતે મદદરૂપ બની રહેશો તેના પર છે. ચઢ્ઢા પોતાના આ મેઈલમાં ઇન્ટરીયર માટે કેવું મટીરિયલ વાપરવું, બાથરુમની સજાવટ કેવી રીતે કરવાની છે, સમગ્ર ઈમારતમાં એકરૂપતા દેખાય તે માટે ક્યાં કેટલા ફેરફાર કરવાના છે, કેટલું કામ પૂર્ણ થયું છે, ખર્ચની રકમ ક્યાંથી કેવી રીતે મળશે તેમજ વુડન ફ્લોરિંગ માટે લાકડું કેવું લેવું તેમજ આ તમામ સામગ્રી પોતે પોતાના લંડન ખાતેના સંપર્કો મારફતે કેટલી ઝડપથી મેળવી શકે છે વિગેરે બાબતોની ચર્ચા કરી છે.

    15મી  એપ્રિલ 2010ના દિવસે ચઢ્ઢા ને પ્રત્યુત્તર પાઠવતા વાડરા સાહેબ લખે છે, “ઓહ  મને એ ખ્યાલ જ નથી કે હજુ સુધી તમને ત્યાં કોઈએ એટેન્ડ જ કર્યા નથી..હું તાત્કાલિક જ કામ આગળ ધપતુ થાય તે માટેની વ્યવસ્થા કરું છું.”

    સમગ્ર દેશ અને દુનિયા મૂર્ખ હોય એમ રોબર્ટ વાડ્રા હવે આ બાબતે કહે છે કે, એ ફ્લેટ મારો નથી, ભંડારી વિગેરે મારા મિત્રો નથી, મારા ઇમેઇલ આઇડીનો મારા કાર્યાલયના કર્મચારીએ દુરઉપયોગ કરી કરોડોની આ મિલકત ખરીદી છે! અલ્યા, તું પપ્પુનો બનેવી છો, તું ખુદ પપ્પુ નથી ! અમારા ગુજરાતમાં કહેવત છે, સોટી વાગે સમ સમ વિદ્યા આવે રમઝમ”, પણ હા, એ અલગ વાત છે કે સોટી જે વાગે તે પોલીસની હોય તો વિદ્યા ભાગે છે સનન સન ન  ન ન. હા, વાડ્રા ગાંધી વિગેરે પર સોટી વીંઝાઇ ચૂકી છે, વિદ્યા તેમની નાસી છૂટી છે, હવે તો બસ થોડા દિવસો બાકી રહ્યા છે એક મહા અનિષ્ટનો પતન આડે!

    eછાપું

    તમને ગમશે: ગિક જ્ઞાનનું વાર્ષિક સરવૈયું – 2019નો પહેલો વિશેષાંક અને 2018નો રસાસ્વાદ

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here