Valentine’s Day Special: આ પ્રેમ તે વળી કઈ બલાનું નામ છે?

  0
  193

  શું આપણને ખરેખર ખબર છે કે પ્રેમ એટલે શું? Valentine’s Day આવે એટલે કોઈને કોઈ સાથે પ્રેમનો ઈઝહાર કરવો એ જરૂરી નથી કારણકે પ્રેમ તેનાથી આગળ પણ છે અને ઘણો વિશાળ છે.

  Photo Courtesy: latestly.com

  વેલેન્ટાઇન્સ ડે આવે એટલે લોકોને અચાનકથી જ પ્રેમની શોધમાં લાગી જાય. ખાસ કરીને કોલેજીયન્સ. પ્રેમ એ એક એવો શબ્દ છે જેના પર ક્યારેય કોઈ વૈજ્ઞાનિક રીતે પ્રયોગો થયા નથી અને લૉજિક અને સાબિતીના અભાવના કારણે આજની પેઢી આજે પણ એ ચકરાવમાં છે કે પ્રેમ એ કઈ બલાનું નામ છે?

  વેસ્ટર્ન કલ્ચર અને ફિલ્મમાં જોવા મળતો પ્રેમ એ માત્ર પ્રેમ છે કે પ્રેમનો એક નાનો અમથો ટુકડો? પુસ્તકોમાં વાંચવા મળતો પ્રેમ એ સાચો પ્રેમ છે કે એ પ્રેમની અતિશયોક્તિ છે? આ ડીલેમાનો જવાબ કોઈ પાસે નથી અને આથી જ આકર્ષણ હોય તો એને પણ પ્રેમ કહી દઈએ અને એકબીજા પ્રત્યેની માત્ર લાગણીને પણ પ્રેમ જ કહી દઈએ અને એકબીજા પર હક જમાવીને તેને પણ પ્રેમનું નામ આપી દઈએ. પરિણામે પ્રેમ બંધન બને, આકર્ષણમાથી અપાકર્ષણમાં પરિણમે. અને લાગણીનો ધોધ એક કંટાળામાં પણ પરીવર્તન પામી શકે.

  પ્રેમની સાચી લાગણી એટલે….

  આજ-કાલના ટીપીકલ પ્રેમના કારણે જ પ્રેમની એક્સ્ટ્રીમ ફિલિંગ આવતી જાણે કે બંધ જ થઈ ગઈ છે. પ્રેમ થાય તો શું થાય? શું એ વ્યક્તિની બધી જ વસ્તુ અચાનક જ પસંદ આવવા લાગે? સાચે જ હવામાં એક મ્યુઝિક સંભળાતું હશે? ઓફિસના ભારણ વચ્ચે પણ બધુ ખૂબ સારું સારું લાગી શકે? કદાચ હા, કદાચ ના.

  પ્રેમ થાય તો છે જ. પણ એનો કોઈ લિટમસ ટેસ્ટ નથી. આથી એ કન્ફયુઝનને ક્યારેક પ્રેમનું નામ મળે છે અને ક્યારેક બેસ્ટ ફ્રેન્ડનું. ત્યારે “એક લડકા ઓર એક લડકી કભી દોસ્ત નહીં હો સકતે” ડાયલોગને છેતરી રહ્યા હોઈએ એવું લાગે.

  લાગતું વળગતું: Valentine’s Week Special – લવલી લવલી છે આ લવ મેરેજ

  વિઝડમ જનરેશન ક્યારેય નહીં સ્વીકારે હા, આ પ્રેમ જ છે. અને હમેશા એક સેફ ગેમ રમશે. ડિયર ઝીંદગીનો શાહરુખ ખાનનો ડાયલોગ આ પેઢીએ બરાબર ફોલો કરવો જ જોઈએ, કદાચ કરે પણ છે. ડાયલોગનો ભાવાનુવાદ: “જો તમે કોઈ ખુરશી ખરીદવા જાઉં તો તમને ગમતી કોઈ એક જ ખુરશી તરત જ લઈ લો છો કે ચાર-પાંચ ખુરશી પર બેસીને ટ્રાય કરીને તમે આરામદાયક (કમ્ફર્ટેબલ) લાગતી ખુરશી પસંદ કરો છો? જો તમે કમ્ફર્ટેબલ ખુરશી પસંદ કરવામાં ચાર-પાંચ ટ્રાય લો છો, તો એક વખત પ્રેમ કરીને કેમ નક્કી કરી શકો કે આ જ વ્યક્તિ તમારા માટે બની છે?”

  શોભા ડેની બુક “સ્પાઉસ”માં શોભા ડે લખે છે કે, “આજકાલના જુવાનિયાઓ લવ-મેરેજ કરતાં તેમના દાદા-દાદીએ કરેલા અરેંજ મેરેજમાં વધુ માને છે. કેમકે જ્યારે રિસ્ક લેવું જ હોય તો બધાની સાથે લેવાય અને અરેંજ મેરેજ લવ મેરેજ કરતાં વધુ ટકાઉ સાબિત થયા છે. તેઓ માને છે કે મારા કરતાં મારી મમ્મીને મારી પસંદગીની વધુ ખબર છે. મારા પપ્પાએ આખી દુનિયા જોઈ છે અને માટે તેમની પાસે મારા કરતાં વધુ અનુભવ છે. અને આ લોકો એવા છે, જેઓ ફોરેન યુનિવર્સિટીમાં ભણેલા છે, અમુક છોકરીઓને ડેટ પણ કરી છે, ખૂબ બધી પાર્ટીઓ કરી છે પણ જ્યારે લગ્નનો સમય આવે ત્યારે એ પોતાના પ્રેમને ભૂલી-વિસરાવી દે છે.”

  ટૂંકમાં, પ્રેમરૂપી રિસ્ક લે એવી આ પેઢી નથી. જો કે આજે હજુ ઘણી જગ્યાઓ પર જુવાનો આકર્ષણને પ્રેમ સમજીને લગ્ન કરવાનો નિર્ણય લઈ લે છે અને રેસ્ટ ઓફ ઈટ ઈઝ હિસ્ટ્રી. આજે પણ ઘણા લોકો એવા છે, જે માને છે કે જીવનસાથીની પસંદગી કરવાનો હક માત્ર એમનો છે અને એ માટે એ પરાણે પ્રેમમાં પડે છે.

  વળી, આજે તો સોશિયલ મીડિયા હાથવગું છે, પ્રેમમાં પડવા માટે ઘર બહાર નીકળવું પણ જરૂરી નથી. પરંતુ હું કહીશ કે “યાર, થોડી ઠંડ રખ.” વેલેન્ટાઇન ડે દર વર્ષે આવશે જ. પરાણે કે સેટિંગ કરીને પ્રેમમાં પડવું એના કરતાં તો અરેંજ મેરેજ કર એમાં આફેડો જ પ્રેમ થઈ જશે. એ ગેરંટી!

  હેપ્પી વેલેન્ટાઇન્સ ડે

  eછાપું

  તમને ગમશે: ચેલેન્જ! વિશ્વના આ સૌથી નાના 10 દેશ વિષે તમે અજાણ છો

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here