મધ્ય પ્રદેશની ચૂંટણીઓમાં કમલનાથનું મહત્ત્વ કેમ છે જણાવે છે દિગ્વિજય સિંહ

0
333
Photo Courtesy: indianexpress.com

વેલકમ બેક ટુ યોર ફેવરિટ શો…. Fryday ફ્રાયમ્સમાં આજે એક ભૂતપૂર્વ રાજા દિગ્વિજય સિંહ આવ્યા છે….. મિત્રો, આપણા દેશમાં આઝાદી પહેલાં રજવાડાં હતાં તે આઝાદી મળ્યા પછી માનનીય શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની કુનેહથી એક રાષ્ટ્ર એટલે  કે આપણા પ્યારા દેશ ભારતમાં વિલીન થયાં…. રજવાડાંઓના રાજા મહારાજાઓ સમયાંતરે રજવાડી ઠાઠ છોડીને મુખ્ય ધારામાં ભળી ગયા તો એમાંના કેટલાક રાજકારણમાં સક્રિય રહીને લોકશાહી વ્યવસ્થામાં પોતાનું યોગદાન આપી એમના રંગસૂત્રોમાં રહેલી વહીવટી ક્ષમતાને ઉજાગર કરતા રહ્યા…. આપણા fryday ફ્રાયમ્સમાં આજે એવા જ એક રાજવંશી ઉપસ્થિત છે જેમને આપણે દિગ્ગીરાજા તરીકે ઓળખીએ છીએ…

Photo Courtesy: indianexpress.com

પંકજ પંડ્યા : વેલકમ સર

દિગ્વિજય સિંહ : આભાર….

પંકજ પંડ્યા :  કેવું લાગી રહ્યું છે fryday ફ્રાયમ્સમાં આવીને?

દિસિં : કંઇ ખાસ નહીં… અત્યારે તો આમ પણ ઘેર બેઠાં બેઠાં ફ્રાયમ્સ જ ખાતો હોઉં છું… આખો દિવસ…

પંકજ પંડ્યા : અરે હા… મધ્યપ્રદેશમાં ચૂંટણી આવી રહી છે અને તમે પ્રચાર અભિયાનથી તદ્દન અલિપ્ત છો….. એવું કેમ ?

દિગ્વિજય સિંહ : પ્રણવ દા’ને લીધે…

પંકજ પંડ્યા : એવું શું કર્યુ પ્રણવ દા’એ?

દિસિં: એકાદ મહિના પહેલાં અમે બંને ટહેલતા હતા ત્યાં એક ફેરિયો આવ્યો અને મને કહે…  “કંગી લે લો…. “ મેં કહ્યું….. “મુજે કંગી કી કોઈ જરૂરત નહીં”

પંકજ પંડ્યા :  એમાં શું થયું?

દિગ્વિજય સિંહ : શું થયું ? આપણે……

પંકજ પંડ્યા :  એ તો જૂનું થઈ ગયું… તમે કાંસકો લેવાની ના પાડી એમાં શું થયું ?

દિસિં: થયું એવું કે પ્રણવ દા’ એ એમના બંગાળી ટૉન માં રાહુલ ગાંધીને કહ્યું.. “ એ દિગ્ગીબાબુ તો કહ રહે હૈ કી ઉનકો કોંગી કી કોઈ જરૂરત નહિ”

પંકજ પંડ્યા :  સમજી ગયો…. કંગીનું કોંગી થઈ ગયું….

દિગ્વિજય સિંહ : એકજેટલી….. અને પછી તો રાહુલજીએ પણ કહી દીધું કે “ અગર ઉનકો કોંગી કી જરૂરત નહીં હૈ તો કોંગી કો ભી ઉનકી કોઈ જરૂરત નહીં”

પંકજ પંડ્યા :  હાહાહાહાહા…… તમે રાજકારણમાં કઈ રીતે પ્રવેશ્યા ?

દિસિં: ખાંડ ના લીધે ?

પંકજ પંડ્યા : પણ મધ્ય પ્રદેશમાં તો ખાંડના કારખાનાં ઓ ક્યાં છે ?

દિગ્વિજય સિંહ : એમ નહીં…. મને ખાંડ બહુ ભાવતી….ખાંડ grocer ના ત્યાં મળે… ખાંડના ભાવનું નિયમન NSI  (National Sugar Institute) કરે.

પંકજ પંડ્યા : OK…

દિસિં: GROCERS અને NSIનું anagram CONGRESS-I થાય….

પંકજ પંડ્યા : WOW…. એટલે તમે કોંગ્રેસ આઇમાં જોડાઈ ગયા….

દિગ્વિજય સિંહ : બરાબર……

પંકજ પંડ્યા :  તમે સ્થાનિક સ્તરથી શરૂ કરીને બબ્બે વખત મધ્ય પ્રદેશ ના મુખ્ય મંત્રી તરીકે ચૂંટાઈ આવ્યા અને કોંગ્રેસના રાષ્ટ્રીય મહા સચિવ સુધી નાં પદને શોભાન્વિત કર્યા… ખરેખર ખૂબ જ સફળ રાજકીય કારકિર્દી રહી તમારી…

દિસિં: આભાર….

લાગતું વળગતું: બોલિવુડના ભાઈ સલમાન ખાન સાથે મસ્ત મજાના Fryday ફ્રાયમ્સ

પંકજ પંડ્યા : તમને રાહુલ ગાંધીની ટીમમાં જે ખાસ સ્થાન મળેલું એનું ખાસ કોઈ કારણ ?

દિગ્વિજય સિંહ : મારા નામને કારણે…

પંકજ પંડ્યા :  હેં?

દિગ્વિજય સિંહ : હા…  મારું નામ દિગ્વિજય હોવાને લીધે એમને કદાચ લાગ્યું હોય કે મને જોડે રાખવાથી બધી દિશાઓમાં વિજય પ્રાપ્ત થશે….

પંકજ પંડ્યા :  પણ એવું થયું નહિ…..

દિસિં: જેમ દિશાઓનાં વસ્ત્ર પહેરનાર વાસ્તવમાં કોઈ વસ્ત્ર પહેરતા નથી, એ જ રીતે નામમાં દિગ્વિજય હોવા માત્રથી કાંઈ ઊકળતું નથી…

પંકજ પંડ્યા : સાચી વાત છે… અને ચા ઉકાળવા વાળા ઘણું બધું ઉકાળી જાય છે…

દિગ્વિજય સિંહ : હાહાહાહા…

પંકજ પંડ્યા :  કમલનાથ વિશે શું કહેશો ?

દિસિં: એ કેસમાં પણ નામ જ કળા કરી ગયું છે…

પંકજ પંડ્યા :  કેવી રીતે ?

દિગ્વિજય સિંહ : કોંગ્રેસ હાઈકમાન્ડને એમ છે કે ભાજપ પાસે કમલ છે તો અમારી પાસે કમલનાથ છે….

પંકજ પંડ્યા : વાહ… તમારી રાય એટલે કે સલાહ તો લેવામાં આવતી હશેને ?

દિસિં:  ના રે…  બે ત્રણ વર્ષથી કોઈ મારી રાય નથી લેતું… હવે તો મેં ઘરમાં જ (અમૃતા) રાય વસાવી લીધી છે…

પંકજ પંડ્યા : મોદી વિશે આપનું શું કહેવું છે?

દિગ્વિજય સિંહ :  ખાસ કંઈ નહીં… પણ મને યાદ છે કે એમની એક યોજનાના નામને લઈને તમે મારુ નામ જોડીને એક meme બનાવેલું…

પંકજ પંડ્યા :  કયું meme ?

દિસિં : digital India Vs Diggi-ટાલ India..

પંકજ પંડ્યા : hahaha…. મધ્ય પ્રદેશમાં આજકાલ કેવો માહોલ છે ?

દિગ્વિજય સિંહ : ચૂંટણી આવી રહી છે એટલે એ જાણે મધ્ય પ્રદેશ નહિ પણ મધ પ્રદેશ હોય એમ બધા નેતાઓ મધ લેવા આવે છે…

પંકજ પંડ્યા : મત લેવા….

દિસિં: હા એ જ…

પંકજ પંડ્યા :  શું  લાગે છે તમને ? કોણ જીતશે આ વખતે ?  કોણ મેદાન મારશે ? કમલ કે કમલનાથ ?

દિગ્વિજય સિંહ : હું ચોક્કસ અનુમાન લગાવી શકું છું…. પણ હમણાં રાજ કો રાજ રહને દો…..

પંકજ પંડ્યા :  શિવ …… શિવ….શિવ…. શિવ……

દિગ્વિજય સિંહ : ૐ નમઃ શિવાય….

(Disclaimer : The contains here are absolutely imaginary and has nothing to do with reality.. There is no intention to hurt anyone  as it has only created for pun and fun by default… If someone is still hurt, please take care)

eછાપું

તમને ગમશે: અન્નાદ ભૂતાનિ જાયન્તે…પાણીપુરી રૂપી ભેળસેળિયા અન્ન ની આસપાસ…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here