PUBG હમણા એક દિવસ માટે મેન્ટેનન્સ માટે બંધ હતું તો કેટલીય મમ્મીઓ /પત્નીઓ /બહેનો વગેરે વગેરેને જાણે આખી જિંદગી કરેલા વ્રત અને ઉપવાસ ફળ્યા હોય એવું લાગ્યું હતું. PUBG ફક્ત મેન્ટેનન્સ માટે બંધ હતું પણ લોકોને તેના વગરની દુનિયા કેવી હશે એની પણ અનુભૂતિ થઇ તો આવો જાણીએ

- જે દિવસે PUBG મેન્ટેનન્સ માટે બંધ હતું ત્યારે તેને રમનારાઓને ઘરનાં મેન્ટેનન્સમાં લગાવી દિવાળીની સાફ સફાઈ કરાવી દીધી. આ જોઈને કેટલીયે માતાઓનાં આંખમાંથી આંસુ સરી આવ્યા કે છોકરાને આજે જવાબદારીનું ભાન થયું અને તેના માટે છોકરી જોવાનું પણ શરૂ કરી દીધું.
- PUBG બંધ થતા એર ટ્રાફિક પણ ઓછો થઇ ગયો કેમકે રોજ ની દર સેકેન્ડમાં 100 જણાને લઇને ઉડતા પ્લેનો ઓછા થઇ ગયા, દેશનું ફયુલ પણ બચી ગયું લોકો સાચા પ્લેનમાં પણ સફર કરતા થયા જેથી એરલાઈનના શેરોનાં ભાવ પણ વધ્યા.
- PUBGની ગેમ બંધ થતા લોકો વેજીટેરીયન ફૂડ તરફ પાછા વળ્યા. ક્યાં સુધી ચિકન ડીનરની લાહ્યમાં સમાજની અંદર અંદર ખૂનામરકી કરવી તેવું બ્રહ્મજ્ઞાન પણ ઘણા નબીરાઓને થયું.
- લોકોએ બીજાનાં ઘરમાં ઘૂસીને હથિયારો વીણવાની જગ્યાએ માળિયા સાફ કર્યા કેમકે જો માળિયા સાફ ના કરીએતો માતા ખરેખર હથિયાર ઉગામી દે.
- ચાર મિત્રો એ દોઢ GB ઈન્ટરનેટ જમા પડ્યું હોવા છતાં રાત્રે ભેગા થઇને PUBG રમવાની જગ્યાએ વાતો કરી ત્યારે તેમને એક બીજાના સાચા નામ શું છે એનો પણ ખ્યાલ આવ્યો.
- PUBG બંધ થતા છોકરાએ ફોનમાંથી મોઢું બહાર કાઢતા કેટલા દિવસે છોકરાનું મોઢું જોયું એમ કરીને કેટલીક મમ્મીઓએ સોસાયટીમાં પેંડા વહેચ્યા.
- એક છોકરો તો ટોયલેટમાંથી ફક્ત પાંચ જ મિનીટમાં બહાર આવી ગયો એને ખ્યાલ આવ્યો કે PUBG રમ્યા વગર પણ એને એટલું જ પ્રેશર આવી શકે છે અને ટોયલેટની ક્રિયા કુદરતી રીતે પણ ફક્ત પાંચ મિનીટમાં જ થઇ જાય છે .
- PUBGની રમત બંધ થતા કેટલાય છોકરાઓ એ ફોનમાંથી માથું બહાર કાઢી ચાર રસ્તે ઉભા રહીને છોકરીઓ ને જોવાનું ફરી શરૂ કરતા બ્યુટી પાર્લરવાળાના ધંધોને પુનર્જીવન મળ્યું.
- PUBG બંધ થશે તો દેશભરમાંથી મંદી દુર થશે દેશનું યુવાધન ચિકન ડીનર છોડીને જ્યારે દેશ માટે કામ કરશે ત્યારે દેશની GDP આપોઆપ વધશે એવું ઘણા અર્થશાસ્ત્રીઓ નું માનવું છે .
- PUBGની રમત રમીને અંદરો અંદરની દુશ્મનાવટ પણ વધી ગઈ હતી કેમકે ઘણા લોકો પોતાના ટીમ મેમ્બર ઉપર જ ગ્રેનેડ નાખી દેતા હતા અને તેની લાઈફ પણ સેવ નહતા કરતા આ બધું બંધ થતા મિત્રતા અને ભાઈચારાની ભાવના પુનઃસ્થાપીત થશે.
લાગતું વળગતું: તમારું ફેસબુક એકાઉન્ટ સિક્યોર કરવાની મોજ અપાવતી કેટલીક ટેક્નિક |
અજ્ઞાન ગંગા
જે લોકો ને 1.5 GB ડેટાનો મહિનાનો વપરાશ ન હતો એ લોકો ને PUBGના કારણે હવે રોજ નો 1.5 GB ડેટા પણ ઓછો પડે છે. ખરેખર! હવે બધું પહેલા જેવું નથી રહ્યું.
લી – વ્યવસ્થિત લઘર વઘર અમદાવાદી.
eછાપું
તમને ગમશે: “મિત્ર એવો શોધવો”… અલ્યા પણ આ ઘોર કળિયુગમાં કેવો મિત્ર શોધવો???