શું તમારામાં અબજોપતિ થવાની આ 10 વિશેષ આદતો છે?

  0
  171

  જયારે બિલિયોનેર એટલેકે અબજોપતિ અંગેની વાત નીકળે ત્યારે આપણી સામે બીલ ગેટ્સ વોરાન બફે એલન મસ્ક જેફ બેન્ઝોસ માર્ક ઝકરબર્ગ જેવા નામો સામે આવે છે. જયારે આ અબજોપતિની વાતો કરીએ ત્યારે એક પ્રશ્ન અચૂક સામે આવે કે “એમનામાં એવું તે શું છે કે જે એમને અબજોપતિ બનાવે છે?” આટલા અધધ પૈસા ભેગા કરવા પાછળનું રહસ્ય શું છે?

  Photo Courtesy: ceoworld.biz

  સ્ટીવ સીબોલ્ડે સાચું જ કહ્યું છે કે “એક કરોડપતિ તરીકે કઈ રીતે વિચારવું એ તો એક કરોડપતિ જ કહી શકે “ આજ વાત અબજોપતિને પણ લાગુ પડે છે

  તમને એ જાણીને નવી લાગશે કે વિશ્વમાં માત્ર 2043 અબજોપતિ છે (સોર્સ :2017 ફોર્બ્સ લીસ્ટ ઓફ બિલિયોનર્સ) અને આ વિશ્વની કુલ વસ્તીના માત્ર 0.00027% જ છે. સફળ અબજોપતિઓએ એમના રોજીંદા કાર્યક્રમમાં એવી આદતો વિકસાવી છે કે જે એમને સફળ બનાવે છે આપણે આ થોડી આદતો જોઈએ જે દરેકમાં સમાન છે.

  ડુઈંગ થિંગ્સ ડિફરન્ટલી – જુદી રીતે કાર્ય કરવું

  વિશ્વમાં માત્ર 2043 અબજોપતિ છે એજ પુરવાર કરે છે કે તેઓ સહેજ જુદી રીતે કાર્ય કરે છે. શિવ ખેરા એ સાચું જ કહ્યું છે કે “જીતનારાઓ જુદું કઈ નથી કરતા પરંતુ જુદી રીતે કાર્ય કરે છે.“ તેઓ જુદી રીતે ચીલો ચાતરી ચાલવા માટે ખુલ્લા મનના હોય છે ખાસ તો નફાકારક રીતે કામ કરવામાં અને એથી તેઓ એમના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવી જોખમ ઉઠાવવા તૈયાર હોય છે.

  અબજોપતિ વ્યક્તિઓ દીર્ઘદ્રષ્ટા હોય છે – હાયલી વિઝનરી

  તમારી આજુબાજુની સફળ વ્યક્તિઓ તરફ જુઓ તેઓ હંમેશા સમયથી પહેલાં એમના લક્ષ્યાંકો નક્કી કરતા હોય છે. તેઓ જૂની ઘરેડ તોડવા અને નવા સર્જન માટે તત્પર હોય છે. તેઓ કોઈ ચાન્સ છોડવા નથી માંગતા હોતા. દૂરંદેશીભર્યા લક્ષાંક અને લાંબાગાળાના આયોજનો એમને બાકીની દુનિયાથી જુદાં પાડે છે.

  એમની પાસે બે કે બેથી વધુ કમાવાના રસ્તા હોય છે

  એમની પાસે મલ્ટીપલ સોર્સ ઓફ ઇન્કમ હોય છે એનો અર્થ તેઓ માત્ર એકજ સ્થળેથી આવક નથી રળતા પરંતુ રોકાણ દ્વારા નવા સાહસ દ્વારા કે પાર્ટ ટાઈમ કામ દ્વારા બે કે વધુ જગ્યાએથી આવક રળતા હોય છે. તેઓ “પૈસા એમના માટે કામ કરે”  એવી માન્યતા ધરાવતા હોય છે. પ્રખ્યાત પુસ્તક “રીચ ડેડ પુઅર ડેડ “ નો થીમ આ જ છે.

  આયોજન અને અગ્રતાક્રમ નક્કી કરવો

  રાત્રે સુતા પહેલા તેઓ બીજા દિવસના કાર્યો અંગે આયોજન કરે છે. મોટાભાગનાની સફળતાનું રહસ્ય એ છે કે તેઓ એમના રૂટીન સમજીવિચારીને અગ્રતાક્રમ અનુસાર નક્કી કરતા હોય છે એથી એમણે સૌથી પહેલાં કયું કાર્ય કરવું એની સમજણશક્તિ કેળવી હોય છે. આમ કરવાથી તમારો સમય વેડફાતો નથી અને આજ એમની વધુ ઉત્પાદક શક્તિનું સાચું કારણ છે.

  તેઓ પોતાના પેશનને આંબે છે

  “થીંક એન્ડ ગ્રો રીચ“ના લેખક નેપોલિયન હિલ પોતાના પુસ્તકમાં લખે છે કે “પોતાને નહિ ગમતા કાર્યમાં કોઈ વ્યક્તિ સફળ થઇ શકે નહિ“  આ અબજોપતિઓને એમનું કાર્ય ગમતું હોય છે. એમના માટે આ એક કામ માત્ર નથી પરંતુ પેશન છે અને એ કાર્યથી એમને આત્મસંતોષ મળે છે.

  લાગતું વળગતું: ટકાઉ સફળતા માટે જેફ બેઝોસ વીસ વર્ષ પહેલા બોલ્યા હતા

  લર્નિંગ લીસ્નીંગ એન્ડ ઓબ્ઝર્વઈંગ

  શાળા કોલેજ પૂરી થયેથી શીખવાનું અટકતું નથી. જીવનમાં કાયમ નવું નવું શીખવાનું હોય છે અને અબજોપતિઓ આજ કરે છે. તેઓ હંમેશા નવું નવું શીખતા રહે છે અને શીખવા તત્પર રહે છે. તેઓ એક સારા વાચક સારા સાંભળનારા અને ઉત્તમ અવલોકનકાર હોય છે આને લીધે તેઓ સમયની સાથે ચાલે છે અને દુનિયામાં શું ટ્રેન્ડ ચાલી રહ્યો છે એનાથી વાકેફ રહે છે.

  વહેલાં ઉઠનારા

  તેઓ વહેલા ઉઠવાથી બળ બુદ્ધિ વિદ્યા વધે એમાં માનનારા હોય છે. વહેલા એટલે સવારે 6 વાગ્યે નહિ પરંતુ આ અબજોપતિઓ વહેલી સવારે 5 વાગ્યે ઉઠી જતાં હોય છે અને પોતાના મહત્વના કામો પર ફોકસ કરતાં હોય છે જેથી સવારે દસ વાગ્યા સુધીમાં તેઓ બધીરીતે તૈયાર હોય છે.

  યોગ મેડીટેશન

  યોગ કરવાથી સારી તંદુરસ્તી જળવાય છે પરંતુ સાથે સાથે મનની લાગણીઓ પર પણ કાબુ મેળવી શકાય છે આથી મોટાભાગના અબજપતિ મોટાભાગના સવારે યોગાસન કરતા હોય છે.

  પરોપકારી હોવું

  “તમે સમાજને જે આપો છો એ પાછું આપે છે.“ આ વાક્યમાં ઘણું તથ્ય છે બિલ ગેટ્સ અને વોરન બફે એમના ઉત્તમ પરોપકારી કર્યો માટે પ્રખ્યાત છે.

  તેઓ હંમેશા સ્માર્ટ લોકોની કંપનીમાં હોય છે

  એમ કહેવાય છે કે “આપણે રોજીંદા જીવનમાં જે પાંચ વ્યક્તિઓ જોડે સૌથી વધુ સમય આપીએ છીએ એમના સરેરાશ હોઈએ છીએ.“ અબજોપતિઓ આ સમજે છે તમે જાતે પણ આ જોઈ જજો કે તમે કોના એવરેજ છો. જુદી રીતે વિચારવાની શક્તિ હોવી જોઈએ આ માટે તમારી સાથે સ્માર્ટ લોકો હોવા જરૂરી છે કારણકે તેમની પાસે તમારા આઈડિયાનો પડઘો ઝીલવાની અને ટીકાત્મક દ્રષ્ટિ હોય છે. તેઓ તમને જુદી રીતે જોવાનો પડકાર ફેકશે.

  ડીસક્લેમર

  અબજોપતિના આ ગુણો હોય છે તો તેનો અર્થ શું? તમે પણ આ ગુણો કેળવશો તો અબજોપતિ થઇ જશો?

  જવાબ છે ના! પરંતુ આપણે અહી એ સમજવાનું છે કે સફળ લોકો પોતાના પુરા પોટેન્શિયલ અને કોર કોમ્પીટન્સીથી કાર્ય કરતા હોય છે આનાથી આપણી શક્તિઓ પ્રત્યે સજાગતા અને નબળાઈઓ ઓળખવાની શક્તિ કેળવાતી હોય છે, નિર્ણય લેવાથી થતી અસરો પ્રત્યે સભાન બની શકાય છે. કૈક સારું બનશે એની આશામાં બેસી રહેવાને બદલે એ અંગે નક્કર નિર્ણયો લઇ કાર્યમાં જોડાઈ જવાની ક્ષમતા મળે છે.

  રીસર્ચ એન્ડ રેન્કિંગ:  અનુવાદ નરેશ વણજારા

  આ પ્રકારના પ્રેરણાત્મક આર્થિક આર્ટિકલ્સ અંગ્રેજીમાં વાંચવા રીસર્ચ એન્ડ રેન્કિંગ વેબસાઈટની અહીં ક્લિક કરીને અવશ્ય મુલાકાત લો.    

  આ લેખ એક શૈક્ષણિક હેતુથી લખાયેલ લેખ છે અહી જણાવેલ નાણાકીય પ્રોડક્ટ કે શેરમાં રોકાણ કરવા કે લે વેચ કરવાની સલાહ નથી નાણાકીય પ્રોડકટ અથવા શેરમાં રોકાણ કે લે વેચ માટે તમારા નાણાકીય સલાહકારની સલાહ અચૂક લો

  આ કોલમમાં આપવામાં આવતી રોકાણ અંગેની સલાહો અને તેના વિચારો શ્રી નરેશ વણજારાના પોતાના છે જે  મુંબઈ સ્થિત એક ઇન્વેસ્ટમેન્ટ નિષ્ણાત છે અને eછાપું  અહીં આપેલી સલાહને પોતાના તરફથી  કોઈ પણ પ્રકારનું અનુમોદન આપતું નથી. વધુ માહિતી માટે વાચક તેમનો સીધો સંપર્ક તેમના મોબાઈલ નંબર- 98217-28704 પર કોલ કરી અને યોગ્ય માર્ગદર્શન મેળવી શકે છે.

  આ આર્ટિકલ અંગે તમારા પ્રતિભાવો આપવા તેમજ eછાપું પર પ્રકાશિત થતા તમામ અન્ય આર્ટિકલ્સની ઝડપી માહિતી મેળવવા અમારા Facebook Page ને લાઈક કરશો અને Twitter હેન્ડલ ને ફોલો કરશો.

  eછાપું

  તમને ગમશે: ફેક ન્યૂઝ આજકાલની હકીકત નથી તેનો લાંબો ઈતિહાસ છે

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here