તમારા વિવેકબુદ્ધિહીન ખર્ચાઓ બંધ કરો અને રૂપિયાને તમારા તરફ ખેંચો

    0
    255

    અમુક ખર્ચા જેને વિવેકબુદ્ધિહીન કહી શકાય તે આપણે દરરોજ કરતા હોઈએ છીએ. જો તેના પર નજર રાખીને તેને ઓછા કરવામાં આવે તો તેમાંથી થયેલી બચત એક્સ્ટ્રા આવક ઉભી કરી શકે છે.

    Photo Courtesy: cnbc.com

    એમ કહેવાય છે કે “ પૈસો પૈસાને ખેચે છે “ પરંતુ આ સામે દલીલ એ હોય છે કે પહેલાં પૈસો તો હોવો જોઈએને પૈસાને ખેચવા માટે એ ક્યાંથી લાવવો?

    આવી પરિસ્થિતિમાં આગળ કઈ રીતે વધવું?

    આ માટે તમે તમારી રોજબરોજની પ્રવૃત્તિ પર નજર કરો તમારે તમારા ડિસ્ક્રિનેશનરી વગરના ખર્ચા એટલેકે વિવેકબુદ્ધિહીન ખર્ચાને રોકાણમાં બદલવાની જરૂર છે.

    આ વિવેકબુદ્ધિહીન ખર્ચાઓ લક્ઝુરીયસ પ્રકારના હોય છે, જેમકે રોજેરોજ હોટલમાં ખાવું, “સ્ટારબક્સ“માં કોફી પીવી, “નેટફ્લીક્સ “ જેવી વિડીયો ઓન ડીમાંડની સેવા લેવી, સ્પાની મુલાકાત લેવી, ફિલ્મો જોવી, મોબાઈલ જેવા ગેજેટ્સ અને કારને અપગ્રેડ કરતા રહેવું, સહેલગાહના ખર્ચાઓ, હોબીઓ વગેરે…

    ટુંકમાં જે ખર્ચાઓ પર કાબુ રાખી શકાય પરંતુ જરૂરી ના હોય એવા ખર્ચાઓ. જરૂરી ખર્ચાઓ એટલે મહિનાના રાશનનો ખર્ચ, ઈલેક્ટ્રીસીટી બીલ, ટેલીફોન બીલ, લોન્ડ્રી, ઘરભાડું, સોસાયટી ચાર્જીસ, વગેરે.

    વિવેકબુદ્ધિહીન ખર્ચાઓ જાણવા આ સવાલ તમારી જાતને પૂછો.

    1) શું મને આ ખર્ચાઓની જરૂર છે?

    2) શું મારે આ કાયમી જરૂરિયાત છે? કે હું આનાથી સસ્તામાં કે ભાડેથી લઇ શકું કે માંગી શકું?

    માનો યા ના માનો મહિનાનો મોટાભાગનો ખર્ચ આ વિવેકબુદ્ધિહીન ખર્ચાઓ ખાઈ જતા હોય છે એવું “હંસા સેક્વેન્ટી “ નામની માર્કેટિંગ કંપનીનો સરવે કહે છે. આ સરવે મુજબ આ વિવેક્બુધ્ધીહીન ખર્ચાઓ ઘરખર્ચના 56% સુધી પહોંચી જાય છે.

    “શ્રીમંતો લક્ઝરી આઈટમો સૌથી છેલ્લે ખરીદે છે જયારે ગરીબો અને મધ્યમવર્ગીય લક્ઝરી આઈટમો પ્રથમ ખરીદે છે “ — રોબર્ટ કીયોસ્કી

    કીયોસ્કી આમ કહી એ જ સમજાવવા માંગે છે કે વેલ્થ ઉભી કરવા રીયલ એસેટ્સ ખરીદવા જોઈએ નહિ કે લાયેબીલીટીઝ કે અંગત ચીજો કે જે ખરીદતા જ એની કિંમત નથી રહેતી. શું તમે જાણો છો આજના ઘસારાના દરે તમારી નવી કારની કિંમત તમે ખરીદતા જ 25 ટકા ઘટી જાય છે. એથી જયારે તમારા વિવેકબુદ્ધિહીન ખર્ચાઓને રોકાણમાં બદલો છો ત્યારે એની કિંમત તમે સુતા હો ત્યારે પણ વધતી હોય છે.

    લાગતું વળગતું: ઘરનું બજેટ: દર વર્ષની શરૂઆતમાં બચત અને રોકાણનું આયોજન કરો

    આને દાખલા દ્વારા સમજીએ શ્યામ અને મનોજ બાળપણથી જ મિત્રો. હવે બંનેની મહિનાની આવક રૂ એક લાખ શ્યામને નવા નવા ગેજેટ્સ ખરીદવાનો શોખ. જેવું નવું મોડેલ આવે કે એ જુનું કાઢી નાખી નવું ખરીદે જયારે મનોજ પૈસાનું રોકાણ કરવામાં માને છે.

    છેલ્લા દસ વર્ષમાં શ્યામે પોતાનો મોબાઈલ ઓછામાંઓછો ૫ વાર બદલ્યો અને કારને બે વાર બદલી જયારે મનોજે માત્ર બે વખત જ પોતાનો મોબાઈલ અપગ્રેડ કર્યો અને કારને એ ડેપ્રીશીયેટીંગ એસેટ માનતો હોવાથી ટેક્સી અને પબ્લિક ટ્રાન્સપોર્ટમાં જ મુસાફરી કરતો.

    આ દસ વર્ષ દરમ્યાન શ્યામે પોતાની કાર પાછળ રૂ 20 લાખ ખર્ચ્યા અને હાલની કારની કિંમત હવે ઘસારો લાગતા રૂ 5 લાખ છે. 2018માં ખરીદેલ એના મોબાઈલ ની કિંમત 40 ટકા ઘટી ગઈ છે અને હાલની કિંમત છે રૂ 35,000.

    જયારે મનોજે કાર અને મોબાઈલમાં વધુ ખર્ચ ના કરતા એ રૂ 20 લાખનું રોકાણ 10 વર્ષમાં કર્યું આ સમય દરમ્યાન એનું રોકાણ 15% CAGR એટલેકે ક્યુમ્યુલેટીવ એન્યુઅલ ગ્રોથ રેટના દરે થયું રૂ 46.53 લાખ આ રકમ એને ભવિષ્યમાં 10 ટકાના દરે પણ રૂ 4.6 લાખની આવક રળી આપશે બેઠાં બેઠાં જ તો? જે એના વિવેક્બુદ્ધિહીન ખર્ચાઓ જેવા કે વેકેશન ટુર વગેરેમાં ખર્ચી શકશે.

    વિવેકબુદ્ધિહીન ખર્ચાઓ કરતા રોકાણ શા માટે વધુ ઉત્તમ?

    આનાથી પૈસો પૈસાને ખેચી લાવે છે એ માટે પૈસો લાવે છે અને એ શક્ય બને છે જયારે વિવેકબુદ્ધિહીન ખર્ચા ઘસારામાં પરિણામે છે.

    સાવચેતીથી કરેલા રોકાણને લીધે વૃદ્ધાવસ્થા સલામત બને છે જયારે વિવેકબુદ્ધિહીન ખર્ચાઓ તાત્કાલિક મનને શાંતિ આપે છે અને ભવિષ્યના ફાયદાઓથી વંચિત રાખે છે.

    શેરમાં તમે રોકાણ માસિક રૂ 1000 થી પણ શરુ કરી શકો છો એથી વેલ્થ ઉભી કરવા તમારે પૈસાદાર હોવું જરૂરી નથી માત્ર વિવેકબુદ્ધિહીન ખર્ચાઓને કાબુમાં રાખી બચત કરી રોકાણ કરતા રહેવું જોઈએ.

    રિસર્ચ એન્ડ રેન્કિંગ:  અનુવાદ નરેશ વણજારા

    આ પ્રકારના પ્રેરણાત્મક આર્થિક આર્ટિકલ્સ અંગ્રેજીમાં વાંચવા રિસર્ચ એન્ડ રેન્કિંગ વેબસાઈટની અહીં ક્લિક કરીને અવશ્ય મુલાકાત લો.    

    આ લેખ એક શૈક્ષણિક હેતુથી લખાયેલ લેખ છે અહી જણાવેલ નાણાકીય પ્રોડક્ટ કે શેરમાં રોકાણ કરવા કે લે વેચ કરવાની સલાહ નથી નાણાકીય પ્રોડકટ અથવા શેરમાં રોકાણ કે લે વેચ માટે તમારા નાણાકીય સલાહકારની સલાહ અચૂક લો

    આ કોલમમાં આપવામાં આવતી રોકાણ અંગેની સલાહો અને તેના વિચારો શ્રી નરેશ વણજારાના પોતાના છે જે  મુંબઈ સ્થિત એક ઇન્વેસ્ટમેન્ટ નિષ્ણાત છે અને eછાપું  અહીં આપેલી સલાહને પોતાના તરફથી  કોઈ પણ પ્રકારનું અનુમોદન આપતું નથી. વધુ માહિતી માટે વાચક તેમનો સીધો સંપર્ક તેમના મોબાઈલ નંબર- 98217-28704 પર કોલ કરી અને યોગ્ય માર્ગદર્શન મેળવી શકે છે.

    eછાપું

    તમને ગમશે: શું નરેન્દ્ર મોદી માલદિવ્સ માટે બીજા રાજીવ ગાંધી બની શકશે?

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here