દબંગ 3: ક્રિસમસના અવસરે સલમાન ખાને આપી અનોખી ભેટ

  0
  141

  નબળી પટકથા હોવા છતાં સલમાન ખાનની દબંગ 3 બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. આથી સલમાન ખાને પોતાના ફેન્સનો આભાર માનવા તેમને એક ખાસ ભેટ આપી હતી.

  Photo Courtesy: timesofindia.indiatimes.com

  અમદાવાદ: ગત શુક્રવારે સલમાન ખાનની ફિલ્મ દબંગ 3 રિલીઝ થઇ હતી. ફિલ્મ દબંગ સિરીઝની આગળની ફિલ્મો કરતાં નબળી હોવાનું મોટાભાગના રિવ્યુઝમાં જણાવવામાં આવ્યું હતું.

  તેમ છતાં ફિલ્મે સલમાન ખાનના કરોડો ફેન્સના જોર પર અત્યારસુધીમાં બોક્સ ઓફિસ પર 100 કરોડનો આંકડો પસાર કરી લીધો છે. ગઈકાલે ક્રિસમસના અવસર પર દબંગ ચુલબુલ પાંડે એટલેકે સલમાન ખાને પોતાના ચાહકોનો આભાર માનતા તેમને એક ખાસ ભેટ આપી હતી.

  દબંગ 3ની ટીમે ફિલ્મના કેટલાક ડાયલોગ્સનું સંકલન કરીને એક ખાસ વિડીયો ગઈકાલે રિલીઝ કર્યો હતો. આ વિડીયોમાં ફિલ્મમાં સલમાન ખાનના ખાસ સંવાદો સહીત કેટલાક એક્શન સીન્સ પણ ઉમેરવામાં આવ્યા છે.

  સલમાન ખાને આ વિડીયોને પોતાના ઓફિશિયલ Twitter હેન્ડલ પરથી શેર કર્યો હતો. આ Tweetમાં સલમાન ખાને લખ્યું હતું કે ક્રિસમસના દિવસે તમારા બધા માટે એક સરપ્રાઈઝ. તમને બધાને મેરી ક્રિસમસ.

  દબંગ 3માં સલમાન ખાન સામે કિચ્ચા સુદીપ વિલન છે. આ ઉપરાંત ફિલ્મમાં સોનાક્ષી સિન્હા, સઈ માંજરેકર તેમજ અરબાઝ ખાનની પણ મુખ્ય ભૂમિકાઓ છે.

  ફિલ્મ ચુલબુલ પાંડેના જીવનમાં પત્ની રજ્જોના આવ્યા પહેલાના તેના પ્રેમની વાત કરે છે જે બાલી સિંગને કારણે અધુરો રહી જાય છે. ત્યારબાદ ચુલબુલ અને બાલી સિંગનો ફરીથી સામનો થતાં તે તેની સામે પોતાનો બદલો પૂરો કરે છે.

  eછાપું

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here