Twitter: … અને જોતજોતામાં મોદી બની ગયા Coolest PM!

    0
    286

    પોતાના સૂર્યગ્રહણ જોવાના ફોટાઓ અંગે બનેલા વિવિધ memes અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેલદિલીનું પ્રદર્શન કરતા તેઓ Twitter યુઝર્સમાં છવાઈ ગયા હતા.

    Photo Courtesy: twitter.com/narendramodi

    અમદાવાદ: આજે દેશભરમાં જોવામાં આવેલા સૂર્યગ્રહણને નિહાળવાનો પ્રયાસ વડાપ્રધાન નરેન્દ્ર  મોદીએ પણ કર્યો હતો. પરંતુ દિલ્હીમાં આકાશ વાદળછાયું હોવાને કારણે તેમને નિરાશા સાંપડી હતી.

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વાત એક Tweet દ્વારા જણાવતા ઉમેર્યું હતું કે તેમણે કોઝીકોડ ખાતે થયેલા સૂર્યગ્રહણને ટીવી પર જરૂર નિહાળ્યું હતું. વડાપ્રધાન મોદીએ આ Tweetમાં પોતાની કેટલીક તસવીરો પણ ઉમેરી હતી.

    આ તસવીરોમાંથી એક તસવીર અંગે એક Twitter હેન્ડલે કમેન્ટ કરતી Tweet કરી હતી જેમાં કહેવાયું હતું કે આ તસવીરથી સારા એવા મીમ્સ (memes) બનશે. વડાપ્રધાન  નરેન્દ્ર મોદીએ આ Tweetનો જવાબ આપતા જણાવ્યું હતું કે “સ્વાગત છે. આનંદ કરો!”

    બસ વડાપ્રધાન મોદીના આ જવાબ બાદ અસંખ્ય યુઝર્સે પોતપોતાની રમૂજવૃત્તિનો ઉપયોગ કરીને મીમ્સ બનાવીને તેને Tweet કરવાના શરુ કરી દીધા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ખેલદિલીથી પ્રભાવિત થઈને Twitter યુઝર્સે #CoolestPM નો હેશટેગ ટ્રેન્ડ કરાવવો શરુ કરી દીધો હતો.

    થોડા જ સમયમાં આ હેશટેગ ટોપ 10માં પણ ટ્રેન્ડ થવા લાગ્યો હતો. આ ઘટના એટલે પણ નોંધપાત્ર છે કે હજી બે દિવસ અગાઉ જ મુંબઈના એક વ્યક્તિએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની એક ફેસબુક પોસ્ટ પર વિરોધી વિચારની કમેન્ટ કરતા શિવસૈનિકોએ તેને માર મારીને જાહેરમાં તેનું મુંડન કરી દીધું હતું.

    આમ, ટ્રોલર્સને ધમકી આપવાને બદલે કે પછી પોતાના સમર્થકો દ્વારા તેની મારપીટ કરીને તેનું અપમાન કરવાને બદલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની ખેલદિલીનો પરિચય આપતા તેઓ Twiter યુઝર્સમાં છવાઈ ગયા હતા.

    ચાલો જોઈએ #CoolestPM પર કેટલીક રસપ્રદ Tweets!

    eછાપું

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here