લગ્નેતર સંબંધોને લીધે ચમકતી ક્રિકેટ કરિયર ગુમાવી શકે છે મોહમ્મદ શમી

0
356
Photo Courtesy: deccanchronicle.com

ગઇકાલે BCCI દ્વારા ખેલાડીઓ માટે નવા કોન્ટ્રેક્ટ્સ જાહેર કરવામાં આવ્યા પરંતુ તેમાંથી મોહમ્મદ શમી નદારદ હતો, કેમ? કારણકે આ કોન્ટ્રેક્ટ્સ જાહેર થાય તેના કેટલાક કલાકો અગાઉજ મિડિયામાં સમાચાર આવ્યા કે મોહમ્મદ શમીની પત્ની હસીન જહાને કોલકાતાના બડા બજાર પોલીસ સ્ટેશનમાં શમી વિરુદ્ધ ફરિયાદ કરી હતી.

Photo Courtesy: deccanchronicle.com

હસીન જહાને જોકે મોહમ્મદ શમી વિરુદ્ધ હજીસુધી કોઈજ ઓફિશિયલ ફરિયાદ નથી નોંધાવી પરંતુ તેણે શમીએ કેટકેટલી છોકરીઓ સાથે સંબંધો રાખ્યા છે એની તમામ માહિતી પોલીસને આપી દીધી છે. આ ઉપરાંત તેણે મોહમ્મદ શમી વિરુદ્ધ મારઝૂડ અને માનસિક ત્રાસની ફરિયાદ પણ વાત પોલીસને કરી છે. પોલીસ સ્ટેશને ગયા અગાઉ હસીને પોતાના ફેસબુક પેજ પર મોહમ્મદ શમી તેની વિવિધ ગર્લફ્રેન્ડ્સ સાથે કયા પ્રકારની ચેટ કરે છે તેના સ્ક્રિનશોટ્સ પણ મુક્યા હતા. જો કે બાદમાં તેણે એ પોસ્ટ ડિલીટ કરી દીધી હતી.

હસીન જહાનનો આરોપ એવો છે કે મોહમ્મદ શમીની કારમાંથી તેને એક મોબાઇલ મળી આવ્યો હતો અને બહુ મહેનત કર્યા બાદ તેને આ મોબાઈલના પેટર્ન લોકને ખોલવામાં સફળતા મળી હતી અને ત્યારે એને શમીની રાસલીલાની તમામ માહિતી મળી હતી. હસીન જહાને એવો આરોપ પણ મૂક્યો હતો કે શમીની ભારતમાં જ નહીં પરંતુ પાકિસ્તાનમાં રહેતી છોકરીઓ સાથે પણ સંબંધ છે.

તમને ગમશે: ડિજીટલ વ્યવહારો સરળ બનાવતી એપ્સ

ભારતની હાલમાં પૂર્ણ થયેલા સાઉથ આફ્રિકા પ્રવાસ બાદ મોહમ્મદ શમી બાકીની ટીમ સાથે ભારત પરત ન થતા દુબઈ રોકાઈ ગયો હતો જ્યાં જહાનના કહેવા અનુસાર તે પેલી પાકિસ્તાની છોકરીને એક હોટલમાં મળ્યો હતો.

આ એ જ મોહમ્મદ શમી અને હસીન જહાન છે જેમને સોશિયલ મિડિયા પર ત્યારે ટેકો અને ભરપૂર પ્રેમ મળ્યો હતો જ્યારે શમીએ હસીન જહાનના સ્લિવલેસ ટોપવાળા ફોટોગ્રાફ્સ ફેસબુક પર પોસ્ટ કર્યા હતા અને તેના પ્રત્યાઘાત રૂપે કટ્ટર ઇસ્લામીઓ દ્વારા શમીને ધમકીઓ મળી હતી. શમીએ બાદમાં જહાનના મોડર્ન આઉટફીટમાં વધુ ફોટોગ્રાફ્સ પણ પોસ્ટ કરીને કટ્ટરવાદીઓને યોગ્ય જવાબ આપ્યો હતો.

આ સમયે એવું લાગી રહ્યું હતું કે આ પતિ-પત્ની વચ્ચે અત્યંત પ્રેમ છે, પરંતુ જેમ સામાન્યરીતે બનતું આવ્યું છે એમ ઉપરથી જે દેખાતું હોય છે તે ખરેખર અંદરથી એટલું સાચું નથી હોતું. મોહમ્મદ શમી પર તેનીજ પત્નીએ લગાવેલા આરોપ કેટલા સાચા કેટલા ખોટા એના પર કોઈ ટિપ્પણી ન કરીએ તો પણ જે વિશ્વાસ સાથે હસીન જહાન શમીને કોર્ટમાં તે કેવી રીતે ખુલ્લો પડશે એ કહી રહી છે તેનાથી દાળ આખી જ કાળી છે એમ જરૂરથી કહી શકાય. મોહમ્મદ શમીએ પણ કાયમની જેમ પોતાના વિરુદ્ધ કોઈ ષડયંત્ર હોવાનો દાવો કર્યો છે.

ક્રિકેટમાં અત્યારસુધી ખરાબ ફોર્મ, મેચ ફિક્સિંગ કે પછી ફિટનેસના પ્રોબ્લેમ્સને લીધે કોઈ ક્રિકેટરની કારકિર્દી અકાળે જ અસ્ત પામી હોય તેના અસંખ્ય દાખલા છે, પરંતુ ઘરેલુ પ્રોબ્લેમને લીધે કોઈ ક્રિકેટરની કરિયર પર અસર પડશે એવો મોહમ્મદ શમી કદાચ પહેલો ક્રિકેટર બને એવું શક્ય છે. BCCIએ હાલમાં શમીનો કોન્ટ્રેક્ટ રદ્દ નથી કર્યો પરંતુ તેને રોકી રાખ્યો છે. આ પરથી લાગે છે કે BCCI પણ મામલાની ગંભીરતાને સમજે છે અને મોહમ્મદ શમીની પત્ની હસીન જહાન જ્યાં સુધી શમીને ક્લીનચિટ ન આપે ત્યાં સુધી રાહ જોવા માંગે છે.

પરંતુ હસીન જહાનનો આક્રોશ જોતા એવું લાગતું નથી કે તે જલ્દીથી મોહમ્મદ શમીને ક્લીનચિટ આપવાના મૂડમાં છે. જો એવું થશે તો ભારતીય ટીમને એક સારા સ્વિંગ બોલરની ખોટ ઈંગ્લેન્ડમાં જરૂર પડશે!

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here