Data Leak એટલે શું? તેનાથી બચવાના કોઈ ઉપાય ખરા?

0
1166

છેલ્લા ૩-૪ દિવસથી ફેસબુક Data Leak મામલે ખુબ જ ચર્ચામાં રહ્યું છે. બ્રિટિશ કંપની કેમ્બ્રિજ એનાલિટિકા દ્વારા ફેસબુકની સિસ્ટમ્સ માંથી Loophole શોધીને આશરે ૫ કરોડ જેટલા અમેરિકન વપરાશકર્તાઓની માહિતી લીક કરવામાં આવી હતી, જેનો ઉપયોગ અમેરિકન ચૂંટણીઓમાં થયો હતો. આ સમાચાર આવ્યા બાદ ભારતીય મંત્રી શ્રી રવિશંકર પ્રસાદે પણ આ મામલે ગંભીરતા દાખવી હતી. જોકે ફેસબુકના સંસ્થાપક માર્ક ઝુકરબર્ગે ફેસબુક પર જ પોસ્ટ દ્વારા આ મામલે માફી માંગી અને આવી ઘટના ફરી ન બને તે માટે ખાતરી આપી છે. અહીંયા આજે આપણે સહુથી પહેલા તો Data Leak એટલે શું એ વિષે બહુ જ સામાન્ય જાણકારી પ્રાપ્ત કરી લઈએ.

Photo Courtesy: robbeekmans.net

Data Leak એટલે શું?

Data Breach એટલે બહુ સરળ શબ્દોમાં કહીએ તો તમારી ખાનગી અને અત્યંત મહત્વપૂર્ણ બાબતોની તફડંચી થવી અથવા તો તે બાબતની તમારી ગેરહાજરીમાં અથવા તમારું ધ્યાન દોર્યા વગર તે માહિતી અન્ય લોકો સુધી પહોંચાડી દેવી. Data Leakમાં તમારી હેલ્થ રિલેટેડ બાબતો, આર્થિક તથા સામાજિક માહિતીઓની પણ તફડંચી થતી હોય છે. જે રીતે ભારતમાં આધાર કાર્ડ છે તે જ રીતે અમેરિકા તથા કેનેડામાં Social Security Card છે જેમાં આધાર કાર્ડ કરતા ઘણી વધુ માહિતી ઉપલબ્ધ હોય છે અથવા એમ કહી શકાય કે જે-તે વ્યક્તિનો સમગ્ર Biodata તેના ભણતર થી લઇ નોકરી ધંધા અથવા તો તેની શારીરિક બાબતો પણ સ્ટોર થયેલી હોય છે. જરૂરી નથી કે દરેક વખતે Data Leakમાં તમારી બેન્કિંગ રિલેટેડ માહિતી પણ Leak થઇ જાય પણ હા તેની શક્યતાઓ નકારી શકાય નહિ.

Data Leak કઈ રીતે શક્ય છે?

મૉટે ભાગે આપણે પોતે જ આપણી અંગત માહિતી બીજાને સરળતાથી આપી દેતા હોઈએ છીએ. બહુ કોમન ઉદાહરણ આપું તો તમારા Web Browser માં Google પર કોઈ X જગ્યા થી Y જગ્યાની ટિકિટ વિષે માહિતી મેળવવાની કોશિશ કરો. તમને માહિતી મળે એટલે થોડી વાર પછી જે-તે Tab બંધ કરી બીજા Tab માં Facebook અથવા અન્ય કોઈ સાઈટ નો વપરાશ કરો, તમે જે ટિકિટ માટે થોડા સમય પહેલા સર્ચ કરેલું તેને લાગતી વળગતી ઘણી માહિતી તમારી સમક્ષ આવી જશે અને એ પણ તમે ફરી એ બાબતે સર્ચ નહિ કરો તો પણ. અન્ય એક ઉદાહરણ એવું છે કે જો તમે Apple iPhone વપરાશકર્તા હશો તો તમે ભલે SIRI ને કશું પૂછો એ માહિતી પણ Apple સુધી એ જ ઘડી એ પહોંચી જાય છે. અન્ય એક કિસ્સો એવો પણ છે કે તમે માત્ર એક વખત Mobile Number Portiblity માટે કોશિશ કરી જુઓ, તમને બીજા જ દિવસથી અલગ અલગ ટેલિકોમ ઓપરેટર એજેંટ્સના ફોન આવવા લાગશે, અલબત્ત ત્યાં સુધી કે તમે અત્યારે જે કંપનીની સર્વિસ લઇ રહ્યા હશો તે પણ તમને ફોન કરી તેમની જ કંપનીમાં જોડાવવા લોભામણી ઓફર્સનો વરસાદ કરી દેશે.

Facebook હોય કે Twitter તેના પર રહેલી અઢળક Applications નો ફક્ત મજાક મસ્તી કરવા ખાતર થયેલો ઉપયોગ તમારી ઘણી માહિતી જે તે Application Developers સુધી પહોંચાડી દે છે અને ઘણાખરા Developers અમુક રકમ માટે તે માહિતી વહેંચી દે છે, તમે ઘણી વખત કોઈ પણ Third Party Application નો ઉપયોગ કર્યો હશે તો તમને નીચે મુજબની Screen જોવા મળશે, જેમાં તમે Permission આપશો પછી જ તમે જે-તે Application નો ઉપયોગ કરી શકો છો.

મોટેભાગે તમારી અંગત માહિતીનો ઉપયોગ તમારી સામે જ કરવામાં આવે છે. કંપનીઓ દ્વારા જે-તે માહિતી પરથી એટલું એનાલિસિસ થાય કે ભવિષ્યમાં આપ એમને કેવી રીતે આર્થિક મદદ કરી શકો અથવા એમની કઈ કઈ સેવાઓનો તમે ભવિષ્યમાં ઉપયોગ કરી શકો તેમ છો તો તેઓ બહુ જ એડવાન્સમાં તમને બાટલીમાં ઉતારે અને તેમની જોઈતી કે વણજોઈતી સેવાઓ તમને વહેંચી શકે.

Data Leak થી બચવાના બહુ જ સરળ રસ્તાઓ

Facebook હોય કે અન્ય કોઈ Applications અથવા Website જયારે તેમાં તમારા Personal Data માટે કોઈ વસ્તુ પૂછવામાં આવે તો બહુ ચોક્સાઇપૂર્વક વાંચો અને પછી તમારી જાતે નક્કી કરો કે શું તમારે જે-તે માહિતી કોઈ અન્ય લોકો સાથે Share કરવી છે કે કેમ? અત્યારે સમય Digital Payments નો છે અને આપણે સહુ મોટેભાગે Online Shopping કરતા હોઈએ છીએ, શક્ય હોય ત્યાં સુધી તમને ભરોસો હોય તેવી જ Websites પરથી ખરીદી કરવાનું પસંદ કરો, શક્ય હોય ત્યાં સુધી Cash On Delivery Payment ને પ્રાધાન્ય આપો, તેમ છતાં જો Online Payment કરવાનું પસંદ કરો તમારા Passwords ને ક્યારે ય Remember For Site માટે પસંદ ન કરો. Password યાદ ના રહે તો કોઈ કાગળ પર નોંધ રાખી લો પરંતુ દરવખતે Password જાતે જ નાખો.

થોડા સમય પહેલા જ આપણે eછાપુંમાં જ Social Media અને તેના પર થતા Frauds અને Scams વિષે ચર્ચા કરેલી તેમાં પણ કહેલું તેમ ગમ્મે તેવી લોભામણી ઓફર હોય તે વિષે બે વખત નક્કર તપાસ કર્યા પછી જ તમારી કોઈ પણ માહિતી તેમની સાથે Share કરો જેથી ભવિષ્યમાં તમારે કોઈ જ પ્રકારનું આર્થિક અથવા માનસિક નુકશાન ઉઠાવવું ન પડે.

અંતમાં ખાલી બે વસ્તુ કહીશ કે તમારી થોડી સાવચેતી તમારા Data ને Leak થતો અટકાવી શકે છે તથા Mark Zuckerberg દ્વારા BFF લખી Account Verify કરી શકો છો વાળી ઘટના નર્યું ધુપ્પલ જ છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here