રોયલ એનફિલ્ડ – આ રાજાશાહી સવારી બજાજ ડોમિનાર 400 સામે ટકશે ખરી?

0
158
Photo Courtesy: motoroids.com

50′ ના દાયકા દરમિયાન ભારતમાં પ્રથમ વખત રોયલ એનફિલ્ડ બુલેટ એ વિધિવત પ્રથમ વખત પ્રવેશ કર્યો અને આજે પોણા સાત દાયકા સુધી ભારતના લોકોમાં એક “રોયલ” સ્થાન જાળવી રાખ્યું છે.  હજુ પણ ક્યારેક રોયલ શોખ ધરાવતા વ્યક્તિ ની જૂનીરોયલ એનફિલ્ડ આપણને ખરીદવી હોય તો પ્રીમિયમ ભાવ આપવા જ પડે. આવો મોભો ધરાવતી મોટરસાઇકલને હવે ટક્કરનો સામનો કરવા ની ફરજ પડી છે અને આ  ટક્કર આપવા માટે આવી છે ભારતીય મૂળ ની અને લગભગ સાવ-સાત દાયકા જૂની અને મધ્યમ વર્ગ ની સૌથી પસંદગી એટલે બજાજ ઓટોની ડોમિનાર.

જો બજારમાં ટકવું હોય તો સમય મુજબ ફેરફાર કરવા જ પડે પણ, આજ દિવસ સુધી રોયલ એનફિલ્ડ માટે એ વાત લાગુ નથી પડતી કારણકે એ તો રોયલ પસંદગી છે અને સાથે એ પણ સ્વીકારવું પડે જ કે એ એટલી ટકાઉ પણ છે.  પણ હવે છેલ્લા 2 -5 વર્ષ માં બાઈકની માર્કેટમાં બહુ સારા પ્રોડક્ટ લોન્ચ થાય અને ચાલ્યા પણ ખરા પરંતુ બુલેટના વેચાણમાં કઈ ફરક ન આવ્યો, ઉલટું એ તો વધુ વેચાણ તરફ આગળ વધવા લાગ્યું.

લાગતું વળગતું: 35 લાખ યુનિટ્સથી પણ વધુ વેંચાયેલી Maruti Alto એ ઘણું સહન કર્યું છે

ભારતમાં 1 લાખ થી 2 લાખની આસપાસની બાઈક બુલેટ સિવાય કોઈ ન હતી આ તકનો લાભ ઉઠાવવાની કોશિશ બજાજે આગાઉ “એવેન્જર” લોન્ચ કર્યું પણ એ અમુક લોકોની જ પસંદગી બની. હા બજાજ સાથે હંમેશા ગીયર બોક્સમાં સાધારણ પ્રોબ્લેમ રહ્યો છે અને હજુ પણ ક્યારેક દેખાઈ આવે છે.  હાલમાં જ બજાજ દ્વારા “ડોમિનાર 400” બજાર માં લાવવામાં આવ્યું અને બુલેટથી વધારે સ્માર્ટ ટેક્નોલોજી સાથે!

પાવરફુલ, ફિચર્સ, સેફટી સાથે 1.36 લાખ થી 1.50 લાખના ભાવ સાથે પેપર પર અને રોડ પર પણ બજાજ ખરું ઉતારતું દેખાય તેવું છે આ ડોમિનાર 400. જે ફીચર્સ રોયલ એનફિલ્ડ થી સસ્તી બાઈકમાં મળતા તે એન્ફિલ્ડે બદલાવ આજ દિવસ સુધી ન કર્યા,  હજુ એજ એન્જીન, એજ એનલોગ મીટર, એજ ડિઝાઇન, બુલેટના સ્પોક વ્હીલ દેખાવમાં વધુ ક્લાસિક દેખાય, પરંતુ ડોમિનોર LED લાઈટ, ફુલ્લી ડિજિટલ મીટર, નવી ટેક્નોલોજી સાથે એન્જીન, સ્પોર્ટી દેખાવ, ટયુબલેસ વ્હીલ વધારે મોટા અને વધુ સારી ગ્રીપ સાથે આવે છે જે રોડ પર બાઈક ની પકડ વધુ મજબૂત બનાવે છે.

બુલેટમાં ફક્ત કલર નવા આવવા લાગ્યા થોડુંક જે થોડુંક અજુગતું લાગે ને?  હવે ભારત સરકાર બાઈક અને કારના સેફટી નિયમો વધારે કડક કરવા જઈ રહી છે. સરકાર હવે 125CC થી વધારે CC ધરાવતી બાઈકમાં ડ્યુઅલ ચેનલ એન્ટી બ્રેક સિસ્ટમ (ABS) ફરજીયાત કરવા જઈ રહી છે ત્યાંરે રોયલ એનફિલ્ડ પોતાની બાઈકમાં એન્ટી બ્રેક સિસ્ટમ લગાવવા તૈયાર થયું છે.

જ્યારે દુનિયાના અન્ય દેશોમાં જ્યાં વેચાણ એન્ટી બ્રેક સિસ્ટમ સાથે થાય જ છે, તો ભારતમાં કેમ આજ દિવસ સુધી ન થયું? મનમાં સવાલ જરૂર થાય. ભારત સરકારે ભૂતકાળમાં પોલીસ અને સેના માટે હજારો બુલેટ ખરીદ્યા હતા, પણ હવે આટલું ભારેખમ બાઈકના બદલે વજનમાં હલકું, ફિફાયતી, સસ્તું સાથે સરળતા થી બધી જગ્યાએ સરળતા થી નીકળી શકે એવી બીજી કંપનીના બાઈકની ખરીદી થઇ રહી છે.

હવે રોયલ એનફિલ્ડ બુલેટ અને બજાજ ડોમિનોર ને કાગળ પર સરખાવીએ અને રોડ પર તમે જાતે ચકાસી જોજો, બને માં ફર્ક નો જે અનુભવ થાય એ કોમેન્ટ માં શેર કરી શકો છો.

Specifications Royal Enfield Classic 350 ABS   Bajaj Dominar 400
Engine 346cc, single-cylinder twinspark air-cooled engine 373.3cc single cylinder triple spark DTS-i liquid-cooled, fuel-injected motor
power 20PS at 5250rpm 35PS at 8000rpm
Maximum torque 28Nm at 4000rpm 35Nm at 6500rpm
Transmission 5-speed

 

6-speed with slipper clutch
Front suspension 35mm telescopic forks 43mm telescopic forks
Rear suspension Twin gas-charged shock absorbers Gas-charged monoshock
Front brake 280mm disc with ABS 320mm disc with ABS
Rear brake 240mm disc with ABS 230mm disc with ABS
Front tyre 90 / 90 – 19″ – 52 P 110/70-17 Radial
Rear tyre 110 / 80 – 18″ – 61 P 150/60-17 Radial
Wheelbase 1370mm 1453mm
Seat height 800mm 800mm
Ground Clearance 135mm 157mm
Kerb weight 192kg 182kg
Fuel tank capacity 13.5 litres 13 litres

60/km ની ઝડપ સાથે માથે હેલ્મેટ, લાલ લાઈટ સાથે એન્જીન બંદ, રોડ સેફટી નિયમ પાલન  સાથે, જીવન થાય સુરક્ષિત.

eછાપું

તમને ગમશે: ડ્રેગનને ભારતીય બનાવી દેતું દેસી ચાઇનીઝ ફૂડ અને બે રેસિપીઝ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here