બોર્ડ એક્ઝામ્સ સુધી બાળકના ખાનપાનનું ધ્યાન રાખવું પણ જરૂરી છે

  0
  107

  બોર્ડની એક્ઝામ્સ આપતું બાળક ઓલરેડી સ્ટ્રેસમાં હોય છે અને એવામાં જો તેના ખાનપાનનું ધ્યાન ન રાખીએ અને પરીક્ષા સમયે જ બીમાર પડી જાય તો?

  Photo Courtesy: indiatoday.in

  ફેબ્રુઆરી મહિનો પૂર્ણ થવા તરફ અગ્રેસર છે અને માર્ચ મહિનો આવતા જ ગુજરાતભરમાં બોર્ડની પરીક્ષાઓનું વાતાવરણ શરુ થઇ જશે. દસમા અને બારમા ધોરણની પરીક્ષા આપતું બાળક અમસ્તુંય સારા માર્ક લાવવાની તાણ હેઠળ હોય છે એવામાં એનું ખાવાપીવામાં ધ્યાન ઓછું રહે તે સ્વાભાવિક છે. આમ આપણે આપણા બાળક અંગે બોર્ડ એક્ઝામ્સ જ્યાં સુધી પૂરી ન થાય ત્યાં સુધી ચિંતામાં રહીએ એ સ્વાભાવિક છે જ.

  એવું નથી કે પરીક્ષાના સ્ટ્રેસમાં તમામ બાળકો ખાવાપીવાનું ઓછું કરી દેતા હોય છે અમુક બાળકો પર વિપરીત અસર પડે છે અને તેઓ સામાન્ય દિવસો કરતા આ સમય વધુ ખોરાક ખાવાનું ચાલુ કરી દેતા હોય છે. આ પરિસ્થિતિ પણ ચિંતાજનક છે કારણકે વધુ ખાવાથી આળસ વધે છે, ઊંઘ વધુ આવી શકે છે. તો આવી પરિસ્થિતિમાં માતાપિતા તરીકે તમારે શું કરવું જોઈએ?

  બોર્ડ એક્ઝામ્સ જ્યારે નજીક હોય એટલેકે અત્યારનો સમય એ યોગ્ય સમય છે જ્યારે તમે તમારા બાળકનું ડાયટ નક્કી કરીને તેને માનસિક તેમજ શારીરિક રીતે તૈયાર કરી શકો છો. આ ડાયટ તમારે જ્યાં સુધી તમારા બાળકનું છેલ્લું પેપર ન પતે ત્યાં સુધી ચાલુ રાખવાનું છે. તો આવો જાણીએ શું છે આ ‘પરીક્ષાલક્ષી ડાયટ’!

  યોગ્ય અંતરાલ પછી થોડું થોડું ખાવાનું આપો

  થોડા થોડા અંતરાલ બાદ જો બાળકને થોડું થોડું ભોજન આપવામાં આવે તો તે ઉર્જાવાન તો બનેલું રહેશે જ પરંતુ તેનું વજન પણ સપ્રમાણ રહેશે. તમારું બાળક સતત અને લાંબો સમય વાંચતું હોવાથી જો ભારે ખોરાક ખાશે તો તે તેમનામાં આળસનો ઉમેરો થશે અને તેની ઉર્જા અને સતર્કતા ઘટાડશે.

  તૈલી અને તીખા ખોરાકને સંપૂર્ણ ના!

  શાકભાજી અને ફળોનું પ્રમાણ તમારા બાળકોના ખોરાકમાં વધારો, હેલ્ધી ફૂડ ખાવાથી બાળકની તંદુરસ્તી વધે છે અને તે એક્ટીવ રહે છે. કોઇપણ પ્રકારના તૈલી અને તીખા ખોરાકને આ દિવસો દરમ્યાન સદંતર બંધ કરી દો. તીખો ખોરાક તમારા બાળકના પાચનતંત્ર પર અસર કરી શકે છે અને તેનાથી હાર્ટબર્ન પણ થઇ શકે છે. આ ઉપરાંત ખોરાકમાં પૌષ્ટિક પદાર્થો પણ ઉમેરો

  લાગતું વળગતું: મળો તમારા નાનકડા બાળકની તંદુરસ્તી જાળવવા માટેની ખાસ ખોરાક ઈલેવનને!

  પાણીનું પ્રમાણ જાળવો

  સતત એકધારું બેસી રહેવાથી પણ શરીરમાંથી ફ્લુઈડની માત્રા ઘટી શકે છે આથી થાક લાગવો, કંટાળો આવવો જેવી અસર થઇ શકે છે. આનો ઉપાય છે કે બાળક આખો દિવસ  યોગ્ય પ્રમાણમાં પાણી પીવે. બહેતર એ રહેશે કે તમે પાણીની એક બોટલ તેના ડેસ્ક પર મૂકી રાખો અને સમયાંતરે તેને ભરતા રહો. આ ઉપરાંત નારિયળનું પાણી અને લીંબુનું શરબત પણ આશિર્વાદરૂપ બને છે.

  કચડ બચડ ખાવાનું આપો

  બાળકને સુકી દ્રાક્ષ, કાજુ, બદામ, જરદાળુ, અંજીર જેવા સુકા મેવા, અલગ અલગ સૂપ, સ્પ્રાઉટ, દહીં અને સ્મૂધીઝ પણ આપી શકાય છે. આ બધું થોડા થોડા સમયે આપવાથી બાળકનું પેટ ભરેલું રહે છે અને તેને ભૂખ તો નથી જ લગતી પણ તેની ઉર્જા બનેલી રહે છે કારણકે આ બધું અત્યંત પૌષ્ટિક હોય છે.

  બસ જો તમે ઉપર જણાવેલો ખોરાક બોર્ડ એક્ઝામ માટે તૈયાર થતા બાળકને આપતા રહેશો ઉપરાંત તેને યોગ્ય આરામ અને ઊંઘ પણ લેવા દેશો તો તેની પરીક્ષાને લગતી તાણમાં નોંધપાત્ર ઘટાડો થશે એ પાક્કું છે! અને હા કોલેજના વિદ્યાર્થીઓ પણ આ ટિપ્સનો ઉપયોગ કરશે તો તેમને પણ નુકશાન તો નથી જ ઓકે?

  eછાપું

  તમને ગમશે: અમેરિકન સરકારની તાળાબંધી (shutdown) એટલે શું?

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here