શું દેશની જનતા ખરેખર નરેન્દ્ર મોદીમાં વિશ્વાસ ધરાવે છે? – એક વિચાર

0
69
Photo Courtesy: indianexpress.com

લોકસભાની ચૂંટણી ઢુંકડી છે એવામાં છેલ્લા ચાર વર્ષમાં દેશ-વિદેશમાં ભારતે મેળવેલા સન્માનની આ યાત્રા અંગે શું દેશની પ્રજા દેશના આગેવાન પ્રત્યે વિશ્વાસ ધરાવે છે?

Photo Courtesy: indianexpress.com

દેશની વર્તમાન સ્થિતિ મધ્યે પણ શું તર્કશુદ્ધ જનસમુહ નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની ભાજપ સરકાર વિશે આશ્વસ્ત છે?

હા, અનેક લોકો છે.

1940ના દાયકામાં ભાગલા દરમિયાન અને ત્યારબાદની નૃશઁસ ઘટનાઓમાંથી ભારત બહાર આવી શકશે કે કેમ તે બાબતે વર્તમાનપત્રો લખતા રહેતા હતા.

1950ના દાયકામાં આપણા દેશમાં રાજ્યોના નવસર્જનને લઇને વ્યાપ્ત અરાજકતાના માહોલ તેમજ વર્ષોવર્ષ પડી રહેલા દુષ્કાળો ના સમાચારોનો અસ્ખલિત પ્રવાહ જોયેલો હતો.

1960ના દશકમાં યુદ્ધને લગતા સમાચારો અને શું ભારત આ પરિસ્થિતિનો સામનો કરી શકશે કે કેમ તેના વિશેજ સમાચારોનો પ્રવાહ જોયેલ છે.

1970ના દાયકામાં આપણે વ્યાપક પ્રમાણની બેરોજગારી અને ભરખમ ફુગાવાની જ થતી વાતો ના સાક્ષી છીએ.

1980નો દાયકો જોઇએ તો મુખ્યત્વે ચમકતા સમાચારોમાં આપણે વાંચતા આવેલ કે અમુક ડઝન લોકોને ઉલ્ફા ઉગ્રવાદીઓ, ખાલિસ્તાનીઓ કે અન્ય ડઝનબંધ ત્રાસવાદી સંગઠનોએ ગોળીઓ ના શિકાર બનાવ્યા અને વાંચકો બોલતા રહેતા કે ઓહ ! બસ, હવે આવું ન બનવું જોઇએ. પવિત્ર સ્થાનો પર કબજો જમાવવો, વિમાનનુ અપહરણ કે બોમ્બથી ઉડાવી દેવું, એક પ્રધાનમંત્રીને તેના જ કાર્યાલયમાં ગોળીએ દેવાયા કે એક આખું શહેર વિષયુક્ત બની ગયું. વારુ, આ કોઇ મોટી ઘટનાઓ નહોતી!!!

1990ના દાયકાના વર્તમાનપત્રોમાં સતત ચમકતી રહેતી ઘટનાઓમાં દેવાળીયા બનવાને આરે આવેલ દેશની પરિસ્થિતિ, કાશ્મીરમાં ભીષણ ત્રાસવાદ, પંડિતોની વંશિય કત્લેઆમ, લગભગ દર વર્ષે બદલતી રહેતી સરકારો, દેશ પર લગાવાઇ રહેલ નિષેધોની વાતો મુખ્ય રહેલી. મુંબઇ જેવા આપણા મહાનગરને બાનમાં લેતા બોમ્બ ધડાકાઓ. આપણા રક્ષામંત્રી રોકડ અને નરાધમ ત્રાસવાદીઓને લઇને આપણા દેશની એરલાઇનના અફઘાનિસ્તાનમાં રખાયેલ અપહૃત વિમાનને છોડાવવા જાય તે અને એજ દાયકામાં આપણે એ પણ જોયું કે આપણા દેશના નાણામંત્રી આપણા દેશમાંથી સોનુ લઇને લંડન લોન સામે ગીરો મુકવા જાય.

લાગતું વળગતું: DD ન્યૂઝ રૂમ એક સમયે મોદી વિરુદ્ધ વોર રૂમ હતો: અશોક શ્રીવાસ્તવ

2000ના દશકમાં આપણા વર્તમાનપત્રોના મથાળા દિલ્હીમાં 2001માં સંસદ પર થયેલ હુમલા કે 2008માં સમગ્ર મુંબઈને ઘમરોળતા ત્રાસવાદી હુમલાઓ જેવી બાબતો થી ભરેલા રહેતા.  ફરીફરીને આપણો પ્રતિભાવ રહેતો – ઓહ!!

આજે, માત્ર એક માનવીનું મૃત્યુ પણ રાષ્ટ્રીય સમાચાર બની જાય છે અને આપણા ઉદગારો હોય છે કે – હે ભગવાન, હવે પૃથ્વી વિનાશ તરફ ધકેલાઇ રહી છે. વિચારો, આપણા પુર્વજોની હાય નીકળતી જ્યારે રણવીર સેના કે LTTE કે ઉલ્ફા કે પછી કાશ્મીરી ઉગ્રવાદીઓ દ્વારા ડઝનબંધ લોકોના નરસંહારની ઘટનાઓ બનતી  – આ બાબતે હવે આપણા માનકો બહુજ ઉચ્ચ છે. આ સારી વાત છે.

જ્યારે નહેરુએ પોતાના સ્વપ્નો વિશે Tryst with Destiny માં ચર્ચા કરેલી ત્યારે આપણે એમને એ પુછવાનું યોગ્ય નહોતું માન્યું કે તેમના 17 વર્ષ લાંબા સત્તાકાળ બાદ આમાંથી કેટલા સ્વપ્નો તે મુર્તિમંત કરી શકેલા?  જ્યારે ઇંદિરાએ આપણને ગરીબી નાબુદીનુ વચન આપેલ તે માટે પણ આપણે ક્યારેય તેને પોતાના 17 વર્ષના સત્તાકાળ બાદ પણ કેટલા અંશે ગરીબી નાબુદ કરેલી તે વિશે પુછવાનું આપણે યોગ્ય સમજેલ નહીં.  હવે, અત્યારે આપણે આપણાં નેતાને સવાલ કરીએ છીએ કે તેમણે 4 વર્ષમાં આપણાં કેટલા સ્વપ્નો પુર્ણ કર્યા.  ખરેખર આ સારી વાત છે.

શું આપ માનો છો કે ગૌહત્યા કોઇ નવી વાત છે? આપણા જીવનના શ્રેષ્ઠ સમયગાળા દરમિયાન પણ આવી ઘટનાઓ બનતી આવી છે કારણકે આપણાંમાંથી અમુક લોકો આ બાબતે ખુબજ સંવેદનશીલ રહેતા આવ્યા છીએ. ગૌવંશને લગતા કાયદાઓ તો નહેરુના સમયમાં ઘડાયેલા છે. શું આપ માનો છો કે ખબરપત્રી કે પત્રકારની હત્યા એ કંઇ નવી બાબત છે ? ભુતકાળમાં અસંખ્ય હત્યાઓ થઇ ચુકી છે.

આપણને કોઇ એક મોત પર પણ ચર્ચાઓ કરવાનો વૈભવ પ્રાપ્ત છે કારણકે આપણે અત્યારે અત્યંત મહત્વપુર્ણ સમયગાળામાંથી પસાર થઇ રહ્યા છીએ – આપણા માતાપિતા અને આપણા દાદા-પરદાદાઓ એ જીવેલ કાળખંડથી ક્યાંયે બહેતર સમયગાળો એટલે કે આજ. આપણી પાસે શિક્ષણ અને નોકરીઓ છે.  દુષ્કાળ જેવો કોઇ શબ્દ આજે આપણી ડિક્શનરીમાં મૌજુદ નથી. આપણે કોઇ યુદ્ધના સાક્ષી નથી કે નથી આજે ભારત સામે આર્થિક પાયમાલીનો ખતરો. આપણે કોઇ જ મોટા ત્રાસવાદી હિંસાચારો નથી જોઇ રહ્યા. આજે જ્યારે યુરોપિયન અને મધ્ય-પુર્વના દેશો અને શહેરો અનિયંત્રિત ત્રાસવાદી ગતિવિધિઓના ભરડામાં ભીંસાઇ ચુક્યા છે ત્યારે આપણા શહેરો ક્યાંય બહેતર રીતે સુરક્ષિત છે.

આજે આપણી પાસે આવા પ્રશ્નો પર મનન કરવા માટે પર્યાપ્ત શાંતિ અને સમયનો વૈભવ છે.

(“Tryst to Tendulkar: The History of Independent India” ના લેખક શ્રી બાલાજી વિશ્વનાથનના લેખનું ભાષાંતર ચેતન ભટ્ટ દ્વારા.)

eછાપું

તમને ગમશે: વડાપ્રધાન ઇમરાન ખાન હોય કે બીજો કોઈ પાકિસ્તાન તો આવું જ રહેવાનું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here