બદલાતા સમયની સાથે સાથે કાર્સની ડિઝાઈન અને લોકોની પસંદગીમાં પણ થઇ રહેલા ફેરફાર તેમજ કાયદાની માંગ અનુસાર આવી રહેલી કેટલીક જબરદસ્ત કાર્સ વિષે અનોખી માહિતી!

જો “સમય સાથે બદલાવ ન કરીયે તો પાછળ રહી જઇયે” આ કહેવત બધે લાગુ પડે પછી એ કોઈ વ્યક્તિ હોય, નાની કંપની હોય કે પછી મસમોટી ટાટા હોય. ટાટાએ હમણાં નવીનત્તમ કારના મોડેલ લોન્ચ કરીને ભારતની બજારમાં ફરીથી છવાઈ જવા માટે તૈયારી કરી લીધી છે અને બીજી કંપનીઑ ને કઈક નવું વિચારવા માટે મજબૂર કરી દીધા છે.
ઓટો-એક્સપોમાં કોન્સેપ્ટ મોડેલને હૂબહૂ લોન્ચ કરીને ટાટાએ સૌને આશ્ચર્યચકિત કર્યા છે પણ, હું તો એમ કહીશ કે મન્ત્ર્મુઘ માં મૂકી દીધા છે. Nexon, Harrier, Tiago અને હવે આવી રહી છે Altroz. અને Harrier તો SUVની કિંગ લેન્ડ રોવરની ડિસ્કવરીના પ્લેટફોર્મ બની છે પણ એન્જિન ફિયાટથી લેવા માં આવ્યું છે જે જીપની કંપસમાં છે.
બસ, થોડાક ઓછા પાવર સાથે તેને રી-ટ્યુન કરવા માં આવ્યું છે. બધી ગાડીઓ માં સેફટી ફીચર્સ પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે અને Nexon તો 5 સ્ટાર સેફ્ટી રેટિગ કાર છે.
ટાટાને પોતાની ગાડીઓમાં હવે ફિનિશિગ પર ધ્યાન આપવાની ખાસ જરૂર છે, ફિનિશિગ બરોબર આવી ગયું તો ટાટા બીજી કંપનીના મોડેલોને પાછળ મૂકી દેશે એમાં કોઈ જ શંકા ને સ્થાન નથી. ટાટા પણ મારુતિને સાથ આપશે અને એપ્રિલ 2020થી ડીઝલ કારનું ઉત્પાદન બંધ કરશે એવી તેણે જાહેરાત પણ કરી છે.
ભારતની બીજી અગ્રણી કંપની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા પણ પાછળ રહેવા નથી માગતી. તેણે મોટર બનાવતી કોરિયન કંપની સેંગયોંગ સાથે મળી ને XUV300, Alturas G4 નામ સાથે મોડેલ્સ લોન્ચ કર્યા છે જે વિદેશી મોડેલ ને ટક્કર આપવા વિદેશી મોડલ ને ભારત માં નવા નામકરણ સાથે લાવી છે.
XUV300 રોડ પર સવાર થઇને રેકોર્ડ સેલ્સ સાથે પોતાના સેગ્મેન્ટમાં બીજા નંબર પર પહોંચી ગઈ છે અને હવે ફોર્ડ પણ ભારતમાં પોતાનો કારોબાર બંધ કરીને આવનારા વર્ષોમાં મહિન્દ્રા સાથે મળીને નવી કારની સેલ્સ અને સર્વિસ ભારત માં ચાલુ રાખશે. એટલે મહિન્દ્રા પણ બે કંપની સાથે ખુલ્લી ને ગઠબંધન કર્યું છે દરવાજા પાછળ તો શું છે મહિન્દ્રા અને બીજી કંપનીઓ જાણે બસ ગ્રાહકને ફાયદો થવો જોઇયે.
આજકાલ બધે જ ગઠબંધન જ જોવા મળે છે. હવે સુઝુકી ભારતમાં મારુતિ સાથે વર્ષોથી ફિફાયતી અને ટકાઉ મોડલ લોન્ચ કરે જ છે અને સફળતાના શિખરો સર કરે છે. હવે સુઝુકીએ જાપાનમાં ટોયોટા સાથે એક બીજાની ટેકનૉલોજી શેર કરવાનું નક્કી કર્યું અને એની અસર ભારતમાં પણ દેખાશે.
હવે બલેનો ટોયોટાના શોરૂમમાં Glanza ના નામ સાથે મળશે, ટોયોટાની પ્રીમિયમ સર્વિસનો ફાયદો ગ્રાહક ને થવો જોઈએ અને સારી વાત છે પણ એન્જિન, બહાર નો દેખાવ, અરે બધુ એવું ને એવું જ રાખવું હતું તો આમાં નવું શું છે તે કોઈ જ ઓટો-એક્સપર્ટ સમજી શક્યો નથી. આગળ જતા કંપની એકબીજામાં વધુ મોડેલ શેર કરે તો નવાઈ નહીં પામતા કેમકે એ તો થવાના જ છે.
સુપ્રીમ કોર્ટ ના આદેશ મુજબ એપ્રિલ 2020થી જ BS6 વાહનો જ રસ્તા પર દોડશે. એટલે હવે મારુતિ ડીઝલ કારનું ઉત્પાદન 2020થી બધી ગાડીઓમાં બંધ કરશે અને કંપનીએ બધાને જાણ કરી દીધી છે કે BS6 એન્જિન બનાવવાથી કોસ્ટ બહુ વધી જાય છે અને એના કારણે સેલ્સમાં બહુ જ ફર્ક પડશે અને આથી હવેથી તે બધી પેટ્રોલ ગાડીઓ બનાવશે.
મારુતિએ હાલમાં પોતાનું 1.3 લીટરનું ડીઝલ એન્જીન પડતું મૂકીને નવું 1.5 લીટર એન્જીન બનાવ્યું અને હવે એ પણ પડતું મુકશે, એટલે કંપની ને ખર્ચ માથે પાડવાનો?
95 વર્ષ જૂની એમજી ‘Morris Garages’ ભારતમાં 15 મે ના રોજ વિધિવત પગલા કરશે અને હેક્ટરનું ઉત્પાદન હાલોલ પ્લાન્ટથી કરશે અને અત્યારે 80,000 કાર્સના વાર્ષિક ઉત્પાદનને તે ભવિષ્ય માં 2 લાખ સુધી લઇ જશે અને તેની કિંમત લગભગ 15 થી 21 લાખ વચ્ચે હોઈ શકે છે.
આગળના અંકમાં આ ગાડી કોને ભારી પડશે એ જોઈશું, આવતા શનિવારે.
સવાલ તમારા જવાબ અમારા. ઓટો મોબાઈલ ને લગતા સવાલ આપ પૂછી શકો છે, કાર કે બાઇક કઈ લેવી અથવા વેલ્યુ ફોર મની ક્યું મોડેલ લેવું? પેટ્રોલ કે ડીઝલ અથવા તો નવા મોડેલની રાહ જોવી?
તમારા સવાલો નીચે કમેન્ટ્સ સેક્શનમાં માં પૂછી શકો છો!
હેલ્મેટ પહેરો, સીટ બેલ્ટ લગાવો, રોડ સેફ્ટી નિયમો નું પાલન કરો.
eછાપું