ઓટો જાયન્ટ BMWએ ગયા અઠવાડીએ કેટલાક મનોહર અને સ્ટ્રોંગ મોડલ્સ ભારતમાં લોન્ચ કર્યા છે. તો ચાલો જાણીએ આ મોડલ્સ વિષે થોડી વધુ ડીટેઈલ્સમાં.
તમને ડ્રાઈવ કરવું બહુ ગમે છે? કોને ન ગમે? પણ જો ખિસ્સું ગરમ હોય તો જરાક વધારે મજા આવે બરોબરને? આ સપ્તાહમાં જર્મન કંપની BMWએ ત્રણ નવી કાર ભારતમાં લોન્ચ કરી. Z4, X5, MINI John Cooper Works. Z4 એક પાવરફૂલ કન્વર્ટેબલ કાર છે, X5 એક SUV છે અને MINI John Cooper Works હેચ બેક છે.
પ્રથમ વાત કરીયે MINI John Cooper Works હેચ બેક કારની. કેમકે એ બાકી બને કરતાં સસ્તી છે. પાવરફૂલ 230 હોર્સપાવરનું એન્જિન ધરાવતી આ કાર ભારતની સૌથી પાવરફૂલ હેચબેક કાર છે. બસ તમારે 43.50* લાખ ખર્ચ કરવાની જરૂર છે અને 3 ડોર હેચબેક તમારા આંગણાની શોભા વધારી દેશે. 4 સીટ હોવા છતાં 2 લોકો માટે વધારે આરામદાયક રહેશે પાછળ ની સીટ ફક્ત નાના બાળકો માટે જ ઉપયોગમાં આવશે. જોઇએ અમુક આંકડાઓ.

ENGINE | PETROL AT |
Engine Installation | Front, Trasverse |
Type | 4 cyls Turo- petrol |
Cube Capacity | 1998cc |
Valve Train | 4Valves per cylinder |
Max Power | 231HP |
Max Torque | 320NM @ 1250-4800 |
Tank Size | 44 Litres |
0-100 KMPH | 6.1s |
Length (mm) | 3874mm |
Width (mm) | 1727mm |
Height (mm) | 1414mm |
Wheelbase (mm) | 2495mm |
Front Track (mm) | 1485mm |
Rear Track (mm) | 1485mm |
Weight (kg) | 1295kg |
Front Tyre | 205/45 R17 88Y |
Rear Tyre | 205/45 R17 88Y |
શું તમારે આ કાર લેવી જોઇએ? બીજી મિનિ કરતાં થોડી મોંઘી છે પણ સામે અમુક સુવિધાઓ પણ તમને વધારે સારી મળે છે જેમ કે rear-view camera, head-up display, Harman-Kardon sound system, auto headlamps and wipers, the sports gearbox, seats and steering wheel, auto climate control. એક Fun To Drive કાર છે જે તમે રેગ્યુલર દિવસો કે પછી રજાના દિવસોમાં ફાર્મ હાઉસ પર જવા માટે ડ્રાઈવ એન્જોય કરી ને જઈ શકો છો.
હવે વાત કરીયે BMW Z4ની. 2 ડોર, ઉપર ખુલ્લુ આકાશ, 2999cc એન્જિન, 340 હોર્સપાવર, 0 થી 100 4.5 સેકેંડ. બસ બસ શું આટલું પુરતું નથી હવાથી વાત કરવા માટે? 2019 Z4 BMW બહારથી એકદમ નવી જ દેખાય છે. અને અંદરથી પણ ડેશબોર્ડ એકદમ નવું છે જે તમને 7 સિરીઝની યાદ અપાવશે. sharp headlights, angular – cut bumper and creased bonnet કારને એક એગ્રેસિવ લુક સાથે એક ઉતમ દેખાવ આપે છે.

થોડા લાંબા સમય બાદ ભારતમાં Z4 લોન્ચ કરવા માં આવી છે, લાસ્ટ મોડલ લગભગ 10 વર્ષ પહેલા લોન્ચ કરવામાં આવ્યું હતું અને એ 2016માં બંધ પણ કરવામાં આવ્યું હતું. નવી Z4 BMW નવું ક્લસ્ટર આર્કિટેક્ચર (CLAR) નો ઉપયોગ કરે છે અને ફેરફાર દેખાઈ આવે છે. ચાલો અમુક આંકડાઓ જોઇએ.
Engin | PetrolAT |
Fuel Type / Propulsion | Petrol |
Type | 6 cyls, turbo-petrol |
Cubic Capacity (cc) | 2998cc |
Max Power (hp @ rpm) | 340hp at 5000-6500rpm |
Max Torque (Nm @ rpm) | 500Nm 1600-4500rpm |
0 – 100 kph (sec) | 4.5s (claimed |
Drive Layout | Rear-wheel-drive |
Gearbox Type | Automatic |
No of Gears | 8 |
Weight (kg) | 1610kg |
Front Tyre | 255/35 R19 |
Rear Tyre | 275/35 R19 |
Length (mm) | 4324mm |
Width (mm) | 1864mm |
Height (mm) | 1304mm |
Wheelbase (mm) | 2470mm |
Front Track (mm) | 1609mm |
Rear Track (mm) | 1616mm |
Z4 એક પરફેક્ટ રોડસ્ટાર કાર છે. તમારા ચહેરા પર તે ચોક્કસપણે સ્માઇલ લાવી અપાશે અને તમારે ઉપર ખૂલતા બ્લેક ફેબ્રીક, અને ખુલ્લા આકાશના દર્શન કરવા માટે 78.90* લાખ ખર્ચ કરવા પડશે. તમારા ગેરેજમાં આ કાર ચોક્કસ પણે સ્થાન પામી શકે અને તે તેની શોભા વધારી આપશે.
BMW X5 એક ની વાત આપણે નહિ કરીયે કેમ કે X5 ને ટક્કર આપવા માટે પહેલાથી જ બીજી લક્ઝરી કાર્સ માર્કેટમાં ઉપલબ્ધ છે એટલે આપણે X5ની બીજી કાર્સ સાથે સ્પર્ધા કરીશું અને તમારા માટે કઈ કાર યોગ્ય છે અને સૌથી મહત્વ કે વેલ્યૂ ફોર મની છે.
આ અઠવાડિયાની મહત્ત્વની ઓટો હેડલાઈન્સ
- ઇન્ફોસીસના ભૂતપૂર્વ CEO વિશાલ સિક્કા BMW ગ્રુપમાં જોડાયા
- મારુતિ પોતાના પ્રોડક્શનમાં 10% નો ઘટાડો કરશે
- ભારતમાં SUB 4 મીટર SUV ના વેચાણ માં 12% નો વધારો થયો, ભારતીયોને નાની SUV બહુ પસંદ આવી રહી છે
- ઓટો ઇન્ડસ્ટ્રીઝની ધીમી રફતાર થવાથી મોટર ઇન્શ્યોરન્સની રફતાર પણ ધીમી થઇ
- યામાહાએ ભારતમાં 10 મિલિયન વેચાણનો માઇલસ્ટોલ હાંસલ કર્યો
- સુઝુકી ભારતમાં 250cc Gixxer લોન્ચ કરશે
- હ્યુન્ડાઇ Venu 21 મે ના દિવસે લોન્ચ કરશે
- 550મી ગુરુનાનક જયંતિ નિમિતે 6 બાઈકર્સ કેનેડાથી ભારત આવશે
- MG 2020માં 7 સીટર HECTOR લોન્ચ કરશે એવી કંપનીએ જાણકારી આપી છે
- Hero Maestro Edge 125 58,500ભાવ સાથે લોન્ચ કરી અને Hero Pleasure 110 47,300 ભાવ સાથે લોન્ચ થયું
- બજાજ એવેનજર 160 ABS 82,252 ભાવ સાથે લોન્ચ થયું
- Honda CBR650R ભારતમાં 7.70 લાખ ભાવ સાથે બુકીંગ લેવાનું શુરું કર્યું
- રોયલ એનફીલ્ડે 7000 350cc ,350ES, 500cc બ્રેક કેલીપર બોલ્ટમાં પક્વોલિટી ન જાણવાઈ એટલે કંપનીએ બદલી માટે પરત બોલાવી
તો શનિવારે ફરીથી મળીએ કાર સમાચારમાં.
સવાલ તમારા જવાબ અમારા. ઓટો મોબાઈલ ને લગતા સવાલ આપ પૂછી શકો છે, કાર કે બાઇક કઈ લેવી અથવા વેલ્યુ ફોર મની ક્યું મોડેલ લેવું? પેટ્રોલ કે ડીઝલ અથવા તો નવા મોડેલની રાહ જોવી?
તમારા સવાલો નીચે કમેન્ટ્સ સેક્શનમાં માં પૂછી શકો છો!
હેલ્મેટ પહેરો, સીટ બેલ્ટ લગાવો, રોડ સેફ્ટી નિયમો નું પાલન કરો.
eછાપું
મારી પાસે એક્સેસ(ટીવીએસ કંપનીનું) છે. હું એ ઘણા સમયથી ચલાવું છું. મારે ન્યૂરોલોજિકલ તકલિફને લીધે વાહન ચલાવવામાં ખૂબ તકલિફ પડે છે. અત્યારે તો હું રીક્શામાં જ મુસાફરી કરું છું. મને લાગે છે કે મારા વાહન – એક્સેસને માટે બે વિકલ્પ છે…(૧) એમાં હું બેઉ સાઈડમાં એક્સ્ટ્રા વ્હીલ્સ@પૈડાં નખાવી દઉં, જેથી ત્રણ વ્હીલ થઈ જાય અને મારી બેલેન્સને લગતી તકલિફ દૂર થઈ જાય. અને (૨) એમાં સાઈડકાર(હોડકું – જે અમદાવાદમાં હજુ જોવા મળે છે) નંખાવી દઉં, જેમાં પણ બેલેન્સનો પ્રશ્ન ન રહે.
મારો સવાલ એ છે કે ક્યો વિકલ્પ વધુ સારો? ખાસ તો વાહન ચલાવતી વખતે સલામતિને લઈને, કે જે મારા માટે સૌથી અગત્યનું છે. મેં સાંભળ્યું છે કે સાઈડકારમાં વાહન એક બાજુ શેજ નમીને ચાલે@ખેંચાતી હોય છે. આ સાચું છે?
બન્નેના ખર્ચની રીતે સાઈડકાર કદાચ સસ્તું પડે? કારણ મારા માટે ઓછો ખર્એચ – પણ થોડું અગત્યનું છે.
આભાર.
પરીક્ષિત ભટ્ટ – ભાવનગર.
૯૦૩૩૬૯૦૬૩૩
પરીક્ષિત ભાઈ નમસ્તે,
પ્રથમ એક્સેસ સુઝુકી કંપની નું આવે.
સાઈડ કાર લગાવશો તો બેલેન્સ નો થોડોક પ્રોબ્લેમ રહેશે.
એટલે મારા હિસાબે તમારે એક્સ્ટ્રા 2 પૈડા લાગવવા જોઈએ. એમાં ટાયર ની સાઈઝ 1 ઇંચ પહોળી નાંખવશો (3 થી 5 ની માઇલેજ ઓછી આવશે ) અને 4 ટાયર ની 25 થી 28 હવા રાખવશો. જેથી તમારી સવારી આરામદાયક રહેશે.
સાઈડ કાર અને એક્સ્ટ્રા પૈડા બને માં તમારે સ્પીડ કંટ્રોલ માં રાખવી પડશે અને એ પણ ખાસ તો વણાંક પર.
2 પૈડા માં તમારે ખર્ચ વધારે નહિ આવે, અને સારી કંપની ના પૈડા માં હવે પંચર પણ નથી પડતા એટલે તમારે એ પણ ચિંતા નહિ.
આભાર.