Digital India: Swiggy લાવ્યું પોતાનું વોલેટ, Swiggy Money

    0
    434

    દેશભરમાં ડિજીટલ વ્યવહારોની વધી રહેલી સંખ્યા અને વ્યાપને જોઇને જાણીતી ફૂડ ડિલીવરી એપ Swiggy પણ પોતાનું વોલેટ Swiggy Money લઇ આવ્યું છે.  

    Photo Courtesy: entrackr.com

    અન્ય ઓનલાઈન એપ્સની જેમ ફૂડ ડિલીવરી સ્ટાર્ટઅપ Swiggy એ પણ હવે પોતાના વોલેટની શરૂઆત કરી છે. Swiggy એ હાલમાં Swiggy Money ના નામે એલ વોલેટ શરુ કર્યું છે.

    હાલપૂરતું Swiggy વોલેટનો ઉપયોગ કેન્સલ થયેલા ઓર્ડરના રીફંડ પૂરતો મર્યાદિત રહેશે. આવનારા દિવસોમાં Swiggy Money નો ઉપયોગ અન્ય એપ્સની જેમ વિવિધ વ્યવહારો માટે પણ કરવામાં આવશે.

    Swiggy Money વોલેટને ICICI બેંક દ્વારા પાવર કરવામાં આવ્યું છે અને તે RBI ના પ્રિપેઈડ પેમેન્ટ ઈન્સ્ટ્રુમેન્ટ (PPI) ના નિયમને અનુસરે છે. આ નિયમને કારણે હવે Swiggy યુઝર્સે બેઝીક KYC (Know Your Customer) ની વિધિ પણ કરાવવી પડશે અને ત્યારબાદ જ તે Swiggy Moneyનો ઉપયોગ કરી શકશે.

    જાણવા મળ્યા અનુસાર ભવિષ્યમાં Swiggy પોતાની એપ પર Swiggy Moneyમાં નાણા અપલોડ કરવા માટે UPI, ક્રેડિટ કાર્ડ, ડેબીટ કાર્ડ અને નેટ બેન્કિંગના વિકલ્પો પણ જોવા મળશે. KYC કર્યા બાદ Swiggy યુઝર્સ રૂ. 10,000 સુધીના નાણાંકીય વ્યવહારો કરી શકશે.

    Swiggy Money હાલપૂરતું માત્ર કેન્સલ થયેલા ઓર્ડર કે પછી વિવાદ થયેલા ઓર્ડરના કેન્સલેશન પર ઉપલબ્ધ છે પરંતુ સમયાંતરે તેમાં Swiggy Pop, Swiggy Go અને Swiggy Stores પણ ઉમેરવામાં આવશે. એવું જણાવવામાં આવી રહ્યું છે કે થોડા સમય બાદ Swiggy Paytm ની જેમ UPI પર આધારિત થર્ડ પાર્ટી વ્યવહારો પણ Swiggy Money  દ્વારા શરુ કરી શકે છે.

    eછાપું

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here