આશ્ચર્ય: RCB દ્વારા Twitter પર કરેલા ફેરફારથી વિરાટ ગુસ્સે!

0
330

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમના Twitter હેન્ડલ દ્વારા ગઈકાલે કરવામાં આવેલી એક અજીબ કસરતને કારણે તેનો કપ્તાન વિરાટ કોહલી ગુસ્સામાં આવી ગયો હતો.

અમદાવાદ: IPLની નવી સિઝન હવે એકદમ નજીક આવી રહી છે એવામાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) દ્વારા તેના Twitter એકાઉન્ટમાં જબરદસ્ત ફેરફારો કરવામાં આવ્યા છે અને તેનાથી ટીમના કપ્તાન વિરાટ કોહલીને ગુસ્સો પણ આવ્યો છે.

ગઈકાલે Twitter યુઝર્સને અચાનક ધ્યાનમાં આવ્યું હતું કે RCBના હેન્ડલનું ડિસ્પ્લે પિક્ચર ગાયબ છે આ ઉપરાંત તેના નામમાંથી બેંગ્લોર ગાયબ કરીને માત્ર રોયલ ચેલેન્જર્સ જ રાખવામાં આવ્યું છે. અન્ય લોકોની સાથે સાથે વિરાટ કોહલીનું ધ્યાન પણ તેના પર ગયું હતું અને તેણે Tweet કરીને પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.

વિરાટે લખ્યું હતું,

પોસ્ટ્સ અદ્રશ્ય થઇ ગઈ છે અને કેપ્ટનને તેની જાણકારી પણ નથી. મારી કોઈ મદદની જરૂર હોય તો કહેજો.

બીજી તરફ ન્યુઝીલેન્ડથી પરત આવી ગયેલા RCBના બોલર યુઝવેન્દ્ર ચાહલે પણ આ ઘટનાથી આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. યુઝીએ લખ્યું હતું,

આ કેવા પ્રકારની ગુગલી છે? તમારું પ્રોફાઈલ પીક અને ઇન્સ્ટાગ્રામ પોસ્ટ્સ ક્યાં જતી રહી?

એક એવા સમાચાર પણ આવી રહ્યા છે કે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર હવે પોતાનું નામ બદલીને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ કરવા જઈ રહ્યું છે અને આ કારણસર તેણે હાલપૂરતું પોતાનું નામ માત્ર રોયલ ચેલેન્જર્સ જ રાખ્યું છે. એવું લાગી રહ્યું છે કે કોહલી અને ચાહલની Tweets પણ એજ કસરતનો ભાગ છે જેને લીધે એક ચોક્કસ દિવસે નવા નામની જાહેરાત બેંગલુરુ સ્થિત ફ્રેન્ચાઇઝી દ્વારા કરી શકાય.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here