Fact Check: શું દિલ્હીમાં ભાજપ 44 બેઠકો પર નજીવા અંતરે હાર્યું છે?

1
287
Photo Courtesy: freepressjournal.in

સોશિયલ મિડિયા ખાસકરીને વોટ્સએપ પર કેટલાક આંકડાઓ ફરી રહ્યા છે જે મુજબ ભાજપ દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં લગભગ 44 બેઠકો પર સાવ નજીવા અંતરથી હારી ગયું હતું, શું આ સત્ય છે?

Photo Courtesy: freepressjournal.in

 

સોશિયલ મિડિયા બેધારી તલવાર છે અને તેની આ બંને ધારનો અનુભવ આપણને વખતોવખત થતો રહે છે. સોશિયલ મિડિયા જો જ્ઞાનનો ભંડાર છે તો તે અધુરી માહિતી અને અફવાનો કાળોકેર પણ વર્તાવી શકે છે. આવી જ એક અધુરી તેમજ ખોટી જણાઈ રહેલી માહિતી દિલ્હી વિધાનસભાની ચૂંટણી પરિણામો બાદ સોશિયલ મિડિયા ખાસકરીને વોટ્સએપ પર ફરી રહી છે.

આ માહિતી અનુસાર હાલમાં પૂરી થયેલી દિલ્હી વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપ નહીં નહીં તો પણ 44 બેઠકો પર સાવ નજીવા અંતરે હારી ગયું હતું. આ માહિતી પર રાજકીય વિશ્લેષક શ્રી જયેશ શાહે આ મુજબ વિશ્લેષણ કરીને ‘fact check’ કર્યું છે.  

સોશિયલ મીડિયામાં એક વિશ્લેષણ વાયરલ થઈ રહ્યું છે:

BJP lost by less than:
100 votes: 8 Seats
1,000 votes:19 Seats
2,000 votes: 9 Seats
Add this seat won 8
It comes to 44 seat

આ વાત સરાસર ખોટી છે.
સત્ય હકીકત આ છે:

ભાજપ
01 બેઠક 88,158
01 બેઠક 71,827
02 બેઠક 50,000થી 70,000
04 બેઠક 40,000થી 50,000
07 બેઠક 30,000થી 40,000
11 બેઠક 20,000થી 30,000
26 બેઠક 10,000થી 20,000
04 બેઠક 05,000 થી 10,000
05 બેઠક 3,000 થી 5,000
01 બેઠક 753
મતથી હાર્યું છે.

તેની સામે ભાજપ
01 બેઠક 20,000થી 30,000
02 બેઠક 10,000થી 20,000
02 બેઠક 05,000થી 10,000
01 બેઠક 3,000થી 5,000
01 બેઠક 1,000થી 2,000
01 બેઠક 880
મતથી જીત્યું છે.

આથી સોશિયલ મીડિયામાં જે વાત કરવામાં આવે છે કે

“Think what people do when they don’t vote. 3% more voting could have changed the entire game.”

એ પણ સત્યથી જોજનો દૂર છે.
આ દેશમાં પ્રત્યેક નાગરીક “ચૂંટણી વિશ્લેષક” બનીને અસત્યનો ધોધ વહાવી રહ્યો છે.

સાચી હકીકત એ છે કે ભાજપને 35%થી 50% મત 47 બેઠકો ઉપર પ્રાપ્ત થયા છે તેની સામે “આપ”ને 45%થી 60% મત 48 બેઠકો ઉપર પ્રાપ્ત થયા છે.

આથી માત્ર 03% વધારે મત પરિણામ ઉપર બહુ મોટો ફર્ક લાવી શકે તેમ નથી.

સોશિયલ મીડિયામાં “વાયરલ” કરતાં પહેલાં અવશ્ય ધ્યાન રાખવું જોઈએ.

પરિણામનું સ્પષ્ટ વિશ્લેષણ એ છે કે દિલ્હીમાં કુલ મતદારોના 31% મતદારો દલિત અને મુસ્લિમ છે તેઓના મતમાં બિલકુલ વિભાજન ન થયું

તેની સામે ભાજપની કોર વોટબેંક 06% વધી હોવા છતાં

કોંગ્રેસનો વોટશેર માત્ર 04% જ થયો અને તેની 15%થી 18% જેટલી કોર વોટબેંક હતી તેમાં ધરખમ ઘટાડો થતાં મતોનું વિભાજન જ ન થયું.

એટલે “આપ”ને આટલી ભવ્ય જીત પ્રાપ્ત થઈ છે.

eછાપું

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here