સરવે: મોટાભાગના ફેન્સ માને છે કે આ વર્ષે પણ IPL રમાશે

0
134
Photo Courtesy: sportzwiki.com

એક મહિનાથી પણ વધુ સમયથી પોતાના ઘરમાં બંધ રહેલા મોટાભાગના ભારતીય સ્પોર્ટ્સ પ્રેમીઓ હવે IPL આ વર્ષે જ રમાશે એવી આશા વ્યક્ત કરી રહ્યા છે તેમ એક સરવેમાં જણાવવામાં આવ્યું છે.

Photo Courtesy: sportzwiki.com

મુંબઈ: કોરોના વાયરસના ફેલાવાને કારણે આ વર્ષે ઇન્ડિયન પ્રિમિયર લીગ એટલેકે IPLને મુલતવી રાખવામાં આવી છે. સામાન્ય રીતે દર વર્ષે માર્ચ-એપ્રિલમાં રમાતી આ ટુર્નામેન્ટને BCCI એ  હજી સુધી રદ્દ કરી નથી.

પરંતુ ભારતના ક્રિકેટ ફેન્સે હજી સુધી આશા છોડી નથી. દુનિયાભરમાં ઓલિમ્પિક્સ સહીત મોટી મોટી સ્પોર્ટ્સ ટુર્નામેન્ટ આ વર્ષ પૂરતી રદ્દ કરવામાં આવી છે પરંતુ IPL અને T20 વર્લ્ડ કપ માટે આ પ્રકારની જાહેરાત હજી સુધી થઇ નથી.

mycricket11 નામની એક એપ દ્વારા કરવામાં આવેલા સરવેમાં, જેમાં 10,000 લોકોએ ભાગ લીધો હતો, તેમાંથી 60% સહભાગીઓ એવું માને છે કે આ વર્ષે IPL જરૂર રમાશે. જ્યારે બાકીના 40% એ જણાવ્યું હતું કે તેમને નથી લાગતું કે આ વર્ષે IPL યોજાય તો તેમને ગમશે.

60% સહભાગીઓએ જણાવ્યું હતું કે તેમને લાગે છે કે આ વર્ષના અંત સુધીમાં IPL જરૂર રમાશે જ્યારે બાકીનાઓનું માનવું હતું કે IPL હવે આવતા વર્ષની શરૂઆતમાં જ રમાડવામાં આવશે. આ ઉપરાંત IPL રમાશે એવી આશા રાખનારામાંથી 13% સહભાગીઓ એવા પણ હતા કે જેઓ માને છે કે IPL આ વર્ષે જૂન-જુલાઈની વિન્ડોમાં રમાડી શકાય તેમ છે પરંતુ જો આમ થશે તો સ્ટેડિયમો ખાલી રાખવામાં આવશે.

આ સરવે પરથી એવું લાગી રહ્યું છે કે ભારતમાં મોટાભાગના ખેલપ્રેમીઓ ભારતમાં વિવિધ સ્પોર્ટ્સ ઈવેન્ટ્સ જલ્દીથી શરુ થાય તેની રાહ જોઈ રહ્યા છે. જ્યારે બાકીનાઓનું માનવું છે કે આ માટે ઉતાવળ કરવી જરૂરી નથી.

પરંતુ તકલીફ એ છે કે BCCI કે પછી ICC બંને એ હજી સુધી મગનું નામ મરી નથી પાડ્યું કે IPL અને T20 વર્લ્ડ કપ ખરેખર રમાશે કે કેમ. આ બંને સંસ્થાઓ હાલમાં તો થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી રહી છે.

ભારતમાં જો IPL શક્ય બને તો તે T20 વર્લ્ડ કપના રદ્દ થવાથી ઉભી થયેલી વિન્ડોમાં જ રમી શકાય તેમ છે જે હકીકત છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here