શશી થરૂરે રઘુરામ રાજન વિષે Fake News ફેલાવ્યા અને પકડાયા

0
189
Photo Courtesy: opindia.com

રઘુરામ રાજન; વિશ્વસ્તરે માન્યતા પ્રાપ્ત અર્થશાસ્ત્રીઓમાં બેશક એમનું નામ લેવું પડે, પરંતુ જ્યારથી મોદી સરકારે પોતાના વિશેષાધિકારનો ઉપયોગ કરીને રાજનને RBIના ગવર્નર તરીકે બીજી ટર્મ ન આપી ત્યારથી દેશમાં ઘણાબધા લોકોનું પેટદુઃખણું ચાલુ થઇ ગયું છે. એક એવી છબી ઉભી કરવામાં આવી છે કે જો રઘુરામ રાજન બીજી ટર્મ માટે પણ RBI ગવર્નર બની રહ્યા હોત તો દેશનો ઉદ્ધાર થવો નક્કી જ હતો.

Photo Courtesy: opindia.com

આ જ ગેંગ દ્વારા છેલ્લા ઘણા સમયથી રઘુરામ રાજન બેન્ક ઓફ ઇંગ્લેન્ડ એટલેકે BoEના ગવર્નર તરીકે બહુ જલ્દીથી પસંદ થઇ જશે તેવી અફવાઓ સોશિયલ મિડીયામાં ફેલાવવામાં આવી રહી હતી. આ અફવા ફેલાવવા પાછળનો આશય એકમાત્ર એ જ હતો કે તેઓ મોદી સરકારની બદબોઈ કરી શકે કે, “જોયું, આપણી સરકારને આપણા જ માણસની કદર નથી પરંતુ વિદેશી સરકારો એમના માટે લાલ જાજમ પાથરી રહી છે.”

કોંગ્રેસ પક્ષ જેમણે પોતાના શાસન દરમ્યાન RBIના ગવર્નર તરીકે રઘુરામ રાજનની નિમણુંક કરી હતી તે આ પ્રકારની અફવાને હવા ન આપે તો જ નવાઈ, અને આ હવા આપવામાં સર્ટિફાઈડ મોદી વિરોધી જેવા કે દિગ્વિજય સિંઘ કે શશી થરુર અગ્રેસર ન રહે તો વધુ નવાઈ. બસ! આ લોજીકને શશી થરૂરે હમણાં થોડાજ દિવસો અગાઉ સાબિત કરી બતાવ્યું જ્યારે તેમણે રઘુરામ રાજનને લગતી એક Fake News લીંકને tweet કરી હતી.

siasat.com નામની એક ન્યુઝ પોર્ટલે એવા ખોટા ન્યુઝ પબ્લિશ કર્યા કે “આપણા દેશમાં જેની કિંમત નથી તેવા રઘુરામ રાજન Bank of England ના ગવર્નર તરીકે અપોઈન્ટ થયા છે.” આ લીંક tweet થવાની સાથેજ શશી થરુર ગેલમાં આવી ગયા અને આ સમાચાર સાચા છે કે નહીં તેની ચકાસણી કર્યા વગર તેને tweet કરતા પોતાની કમેન્ટ્સ પણ ઉમેરી કે, “એક ભારતીય (નાસર હુસૈન) ઓલરેડી ઇંગ્લિશ ક્રિકેટ ટીમનો કેપ્ટન બની ચુક્યો છે અને હવે રઘુરામ રાજન બેન્ક ઓફ ઇંગ્લેન્ડના ગવર્નર બન્યા છે. એ દિવસ દૂર નથી કે એક ભારતીય બ્રિટનનો વડાપ્રધાન બનશે અને ત્યારે સામ્રાજ્યવાદ એક વર્તુળ પૂર્ણ કરશે.”

શશી થરૂરે આમ કહીને siasat.com ની એ હેડલાઈન કે જેમાં ભારત સરકારને ટોણો મારવામાં આવ્યો હતો તેની સીધી તરફેણ નહતી કરી પરંતુ તેમણે આ સમાચાર ખોટા છે કે સાચા તેની તપાસ પણ કરી ન હતી. કોઇપણ સમજદાર વ્યક્તિ આ પ્રકારે કોઈ ઓછી જાણીતી વેબસાઈટ પર છપાયેલા સમાચારને અન્ય વિશ્વસનીય ન્યુઝ વેબસાઈટ પર જરૂર ચકાસતો હોય છે, પરંતુ શશી થરૂર જેવો હોંશિયાર માણસ આમ ન કરે એની પાછળ એક જ મતલબ હતો કે રઘુરામ રાજન ની આડમાં ભારત સરકારની મશ્કરી કરવી.

વાત અહીંયા પૂરી નથી થતી, ખરેખરી મજા ત્યારે આવી જ્યારે શશી થરૂરે જે લીંક tweet કરી હતી તે લીંકવાળા સમાચાર siasat.com એ દૂર કરી દીધા, કારણકે કદાચ તેમને પણ ખ્યાલ આવી ગયો હશે કે રઘુરામ રાજન બેન્ક ઓફ ઇંગ્લેન્ડના ગવર્નર બનવા જઈ રહ્યા છે એ સમાચાર ખોટા છે. ખુદ રાજને પોતે આ પદ માટે રેસમાં ન હોવાનું એક-બે જગ્યાએ કહ્યું હતું. siasat.com એ તો ન્યુઝ લીંક ડિલીટ કરી દીધી પરંતુ શશી થરુરની tweet આ લખાય છે ત્યારે પણ એમની એમ રાખી મુકવામાં આવી છે.

eછાપું

તમને ગમશે: Waxing પછી ચામડી પર ઉભરી આવતા લાલ ચકામા દૂર કેવી રીતે થાય?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here