રહો સદાય ફીટ! તમારી સતત સાથે રહેતા Smart Bands ની Smart Stories

0
353
Photo Courtesy: timedotcom.com

ઘણા સમય પહેલા આપણે Top 5 Applications વિશે ચર્ચા કરેલી, એ પછી Top 5 Youtube ચેનલ વિશે પણ વાતો થઈ હતી, અલગ અલગ પ્રકારની Top 5 Games વિશે પણ ઘણી વાતો આપણે કરી છે. આજે આપણે અહીંયા આપણાં સહુની Health અને Fitness વિશે વાતો કરવાના છીએ. Smart Bands તેમજ આપણને Fit રાખે તેવી અમુક Applications વિશે આપણે વાતો કરીશું.

Smart Bands

Photo Courtesy: timedotcom.com

આમ તો છેલ્લા ઘણા સમયથી Smart Bands ખૂબ જ પ્રચલિત બન્યા  છે. આજની યુવાપેઢી જ્યારે પોતાની Fitness માટે ખૂબ જ active છે ત્યારે તેમને ટેકો આપવા Smart Bands મહત્વનો ભાગ ભજવે છે. Fastrack, MI, Fitband, Motorola, Lenovo જેવી અઢળક કંપનીઓના Smart bands હાલ બજારમાં હાજર છે. Fastrack, MI અને Fitband એમાં પણ વધુ પ્રચલિત છે.

મોટાભાગના Smart Bands માં તમને અમુક features સરખા જ મળવાના છે. Steps Count, Calorie Burner, Sleep Tracker, Achievement Tracker, Heart Rate Sensor જેવી સવલતો તમને આંગળીના ઈશારે તમારા કાંડા પર જ મળી જતી હોય છે.

આ તમામ smart bands માટે લગભગ 2000 રૂપિયા ખર્ચવાની તૈયારી રાખવી પડતી હોય છે. મોટેભાગે તમામ smart bands ની application તમને જે-તે App Store અથવા Play Store માંથી સરળતાથી મળી જશે. તમામ Smart bands Bluetooth ની મદદથી જ ચાલશે, એટલે Smart Bands વાપરવાનું શરૂ કર્યા પછી Battery ઓછી ચાલે તો બહુ ચિંતા કરવી નહીં. મોટાભાગના Smart Bands Water and Dust resistant છે એટલે પાણી ઉડે કે ધૂળ ની ડમરી આવે બહુ ચિંતા કરવી નહીં.

MI સિવાય લગભગ દરેક Smart band તમને USB charging ની સગવડ આપે જ છે, એક વખત Full Charge કર્યા પછી અંદાજિત 10 દિવસ નો બેટરી બેકઅપ રહેતો હોય છે. દરેક Smart band તમને Whatsapp, Call અને SMS Notifications તમને આપશે, અમુક તમુક તમને GPS દ્વારા MAP નો વપરાશ પણ કરવા દેશે અને Call receive કરવો કે નહીં તેની આઝાદી પણ કાંડા પર જ આપી દેશે. Phone Tracker તેમજ Camera Manager તરીકે પણ આ Smart Bands કામ કરશે.

લાગતું વળગતું: Gym માં સમય બરબાદ કરવાથી પાતળા નહીં થવાય

આ તો વાત થઈ Smart Bands વિશે અને હવે અમુક એવી Applications વિશે વાતો જે તમને Fit રહેવામાં ખૂબ જ મદદ કરશે.

30 Days Fitness Challenge | Android | iOS

App Store અને Play Store બંને પર આ Application હાજર છે. તમારે તમારી સામાન્ય માહિતી આમાં ભરવાની છે અને તમારા નક્કી કરેલા Goals મુજબ સતત 30 દિવસ સુધી તમને અલગ અલગ workout ideas આપશે અને તમારે બસ એ કસરત કરવાની અને તમને તમારા શરીરમાં બદલાવ જોવા મળશે. અહીંયા મોટેભાગે એવી કસરતો જોવા મળશે જે તમે ઘરે રહીને જ કરી શકશો. આ સિવાય તમે તમારા Facebook account ને ઉમેરી તમારા મિત્રો સાથે પણ તમારા workout share કરી શકો છો. મિત્રો વચ્ચે અમુક challenges પણ અહીંયા હાજર છે જે તમને Gym નો જ અદ્દલ અનુભવ અહીંયા આપશે.

Female Fitness Women Workout | Android | iOS

ખાસ મહિલાઓ માટે આ Application અહીંયા હાજર છે. ઉપર જણાવ્યા મુજબ અહીંયા પણ તમારી સામાન્ય માહિતી તેમજ તમારા Goals વિશે તમારે માહિતી આપવાની છે અને Application તમારા માટે Workout plan બનાવી આપશે. આ Application ખાસ મહિલાઓ માટે હોય તેમાં workout એ મુજબ તૈયાર કરવામાં આવ્યા છે. Daily Routine હોય કે પછી warm up અને એ પછી Butts, Abs હોય કે Leg workout તમામ કસરતોને experts ની મદદ દ્વારા તૈયાર કરવામાં આવી છે. આ સિવાય તમારા goals મુજબ તમને diet plan અને healthy food habits વિશે પણ તમને સમયાંતરે માહિતી આપવામાં આવશે.

Healthify Me | Android | iOS

2017માં આ Application ને best fitness application તરીકે પસંદ કરવામાં આવી હતી અને તે પાછળનું મુખ્ય કારણ તેમાં Users ને આપવામાં આવતી services છે. તમારી સામાન્ય માહિતી અને goals સિવાય જે-તે સમયે તમે શું ખાઈ રહ્યા છો કે પી રહ્યા છો તેની માહિતી આપતા આ Application તમારી Calorie, Fitness, તમારી Living Style અને તમારા goals માટે તેમાં શું શું બદલાવ જરૂરી છે તે પણ suggest કરી આપે છે. Premium Fees pay કરીને તમે expert coach પાસેથી પણ ખાસ માહિતી મેળવી શકો છો.

Yoga Applications 

Daily Yoga, Yoga For Beginners, Indian Yoga by Shilpa Shetty પણ App Store અને Play Store માં હાજર છે. આ Applications દ્વારા તમને Basic Yoga ની સાથે સાથે Advance Yoga ની માહિતી મળી જશે. પ્રાણાયામ થી સૂર્ય નમસ્કાર, શવાશન જેવા તમામ યોગના પ્રકાર અને તેને સફળતાપૂર્વક કઈ રીતે કરી શકાય તેની પૂરતી માહિતી તમને અહીંયા બહું જ સરળતાપૂર્વક મળી જશે.

આ સિવાય બીજી ઘણી Applications તથા Smart Watch અને Smart Bands તમને Healthy અને Fit રહેવા મદદ કરી શકે છે, બસ તમારો ઈરાદો મજબૂત જોઈએ

Final Conclusion એટલું કહી શકાય કે #HumFitTohIndiaFit

eછાપું

તમને ગમશે: પાણીપુરી પર પ્રતિબંધ અને તેની સામાજીક તેમજ આર્થિક અસરો – એક નિબંધ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here