તમને અભિભૂત કરવા માટે આવી ગયા છે ભૂત ભાઈ… સોરી બહેન!

1
9
Photo Courtesy: YouTube

આજના આપણા મહેમાનને આપણે થાળીઓથી… સોરી… તાળીઓથી વધાવી લઈશું….. પણ પૂછો તો ખરા કે આજના મહેમાન કોણ છે? હા… તો આજના આપણા મહેમાન છે … એક એવી વ્યક્તિ કે જે આપણને જુસ્સાથી જિંદગી જીવવાની પ્રેરણા આપશે… તો મિત્રો, આપણે કોઈ પણ ક્ષેત્રમાં કામ કરતા હોઈએ.. કર્મયોગી બનીને કામમાં ઓતપ્રેત…. સોરી… ઓતપ્રોત થઈ જવું જોઈએ…. કામ કરવાનું ભૂત સવાર થવું જોઈએ મન પર…… સ્પિરિટથી કામ કરશું તો જ સફળતાને વરશું…. સ્પિરિટ હોવો જોઈએ આપણી અંદર…. તમારા તન-મનમાં સ્પિરિટ જગાડો……. સ્પિરિટ નું આહવાન કરો…. સ્પિરિટ જખ મારીને આવશે……

Photo Courtesy: YouTube

અરે….. આ શું ? બંધ સ્ટુડિયોમાં આ પવનના સૂસવાટા જેવો અવાજ કેમ વર્તાઈ રહ્યો છે ? આ બારી ઓ કેમ પછડાઈ રહી છે ?  “ધડામ….. ધડામ….. ધડામ…..”   શું થઈ રહ્યું છે આ બધું ?  કોણ કરી રહ્યું છે આ

”હાહાહાહાહાહા………  હાહાહાહાહાહા………  હાહાહાહાહાહા……… “

અરે આ કોણ અટ્ટહાસ્ય કરી રહ્યું છે ? અને હજુ તો pun કી બાત શરૂ પણ નથી થયું…..

“એ તો હું છું…. Pun કી બાતની આજની મહેમાન..”

હું એટલે કોણ? અને by the way, આજના મહેમાન એક ખૂબ પ્રખ્યાત મહોદય છે…  મહોદયા નહીં..

“તે જ તો મને બોલાવી છે…. તારા બોલાવવાથી જ હું આવી છું”

મેં તમને બોલાવ્યાં જ નથી….

“ખોટું ના બોલો…. હમણાં જ તો તમે ગાઇ વગાડીને સ્પિરિટને આહવાન આપતા હતા… હું એ જ ભૂત કાળ જીવી ચુકેલી ભૂત છું”

પંકજ પંડ્યા : ઓહ માય ગોડ…. ભૂત? આ આ આ શુંઉઉઉ…. થ..થ…થ…ઇ ગયું ? બ… બ… બ..બચાઓ…..  બ…. બ…બચાઓ….. બચાઓ…..

ભૂતડી : હવે તારા માટે બચવાનો એક જ માર્ગ છે…. આજનો pun કી બાતનો એપિસોડ મારી જોડે જ કરી લે..)૦૦

પંકજ પંડ્યા : એ …એ… એ… શ..શ…શક્ય નથી…  હું માણસો સાથે જ વાત કરું છું ભૂત સાથે નહીં….હ..હ… હ…મણાં આજના મહેમાન આઆવશે…. મ..મ…મ..મહેરબાની કરીને  ત…ત..મે ચાલ્યા જાઓ..

ભૂતડી : હું આવી ગઈ છું ને….. હવે કોઈ નહિ આવી શકે… ચલ…. Pun કી બાત શરૂ કર

પંકજ પંડ્યા : ના..ના…ના ન..ન… ના… એ શ..શ…શક્ય નથી…

ભૂતડી : કહ્યું ને શરૂ કરી દે… નહિતર સમજ તારું આવી બન્યું… ભૂત સમાજ તારું કલ્યાણ અને બોરીવલી કરી નાખશે.

પંકજ પંડ્યા : સસ્સસ… સારું… કરું..છું… તમારું… નામ તો કહો?

ભૂતડી : માનવ યોનિમાં મારુ નામ પાયલ હતું… પણ ભૂત એટલેકે પ્રેત યોનિમાં મારા ગ્રુપમાં સૌથી સુંદર હું છું… તેથી સૌ મને

ઝોન્ટા કહે છે…..

પંકજ પંડ્યા : હાહાહાહા… હાહાહાહા….

પ્રેતી  ઝોન્ટા : અલ્યા  હમણાં તો મોંઢામાંથી અવાજ નહોતો નીકળતો.. અને હવે તુંય મારી જેમ અટ્ટહાસ્ય કરવા લાગ્યો ?

પંકજ પંડ્યા : ઓહ… સોરી.. ભૂલી ગયો..  હું એટલો બધો ડ…ડ…ડ.. ડરી ગયો છું.. કે.. ભૂત થી કેવી રીતે ડરાય એ પણ ભૂલી ગયો છું.

પ્રેતી ઝોન્ટા : ડરના જરૂરી હૈ….

પંકજ પંડયા : મને ડરાવવો જ હોય તો હું શો બંધ કરું છું…

પ્રેતી ઝોન્ટા : અરે ના… તું તારે ચાલુ રાખ…. મજાક કરું છું…. મજાક…. વાસ્તવમાં તો હું pun કી બાતની જબરી ફેન છું…. મેં તારા બધા એપિસોડ પર નજર ફેરવી છે… બહુ મજા આવે છે… અને સાંભળ્યું છે હવે તો pun કી બાત છેક કેનેડા સુધી પહોંચી ગયું છે… સાબ્બાસ… અભિનંદન.. ચાલ હવે શો માંડ…

પંકજ પંડ્યા :  પણ એના માટે તમારે કોઈ રૂપ ધરીને હોટ સીટ પર બિરાજમાન થવું પડશે…

પ્રેતી ઝોન્ટા : લે… આ મારું માણસ તરીકે જે રૂપ હતું તે ધર્યું… અને આ થઈ તારી હોટ સીટ પર બિરાજમાન… હવે તો ચાલુ કર.. તારું pun કી બાત..

પંકજ પંડયા : wow…. Beautiful…. પહેલાંથી જ આવું રૂપ લઈને આવ્યાં હોત તો હું ડરત જ નહીં..

મિત્રો, વેલકમ અગેઇન ટુ યોર ફેવરિટ શો… pun કી બાત…. આજે આપણી સાથે ઉપસ્થિત છે એક એવાં પ્રેત મહોદયા.. કે જેમનું નામ પ્રેતી ઝોન્ટા છે … જે ખુદ pun કી બાતના ચાહક છે… તો..  give her a big round of aplause…

પંકજ પંડ્યા : Welcome Miss… પ્રેત મહોદયા…

પ્રેતી ઝોન્ટા : આભાર…..

પંકજ પંડયા : … અહીં મારા બોલાવ્યા વગર .. સામેથી આવ્યા એ માટે તો તમારો જેટલો આભાર માનું એટલો ઓછો છે..

પ્રેતી ઝોન્ટા : લે…. હમણાં તો ગેગેફેફે થતો’તો… એટલામાં આભાર માનવા મંડી પડ્યો?

પંકજ પંડયા : એક ખાસ કારણ op

પ્રેતી ઝોન્ટા : એવું તે શું કારણ છે…

પંકજ પંડયા : મને બધા કહે છે કે તને તો કોઈ ભૂત ભઈ પણ નથી ઓળખતું…. એ બધાને હું હવે કહી શકીશ કે મને ભૂત બહેન પણ ઓળખે છે… અને એ પણ આટલાં સુંદર…

પ્રેતી ઝોન્ટા : ઈમોશનલ કર દિયા તૂને તો…

પંકજ પંડયા :  અબ તક મૈ ડર રહ થા….અબ આપ રડ રહે હો ? મેરા મતલબ હૈ… રો રહે હો ? બંધ કરો યે રોના ધોના…..

પ્રેતી ઝોન્ટા : રોના ધોના તો મેરે નસીબમે લિખા હૈ…

પંકજ પંડયા : વો કૈસે ?

પ્રેતી ઝોન્ટા : દુખિયારી હું ઇસલિયે રોતી હૂં… ધોબન  હૂં.. ઇસ લિયે ધોતી હૂં…

પંકજ પંડયા : હાહાહાહા….. હાહાહા… હાહાહા….. દુખિયારી ધોબન… હાહાહાહા….. હાહાહા… હાહાહા….

પ્રેતી ઝોન્ટા : આમ હસ નહિ…. મને ડર લાગે છે…

પંકજ પંડયા : ઓહ…  આ તો ઊલટું થઇ ગયું.. મજા આવી ગઈ….

પ્રેતી ઝોન્ટા :  હમણાં હું મારી અસલિયત પર આવીશને .. તો તું ઊલ્ટો લટકી જઈશ…

પંકજ પંડયા : સોરી… સોરી…. સોરી….

પ્રેતી ઝોન્ટા : ઇટ’ઝ ઓકે….

પંકજ પંડ્યા : તમે માણસખાઉં ખરાં કે ?

પ્રેતી ઝોન્ટા : જરાય નહિ ..  સાચું કહું તો હું માણસખાઉં નહિ… માણસહાઉં છું..

પંકજ પંડ્યા : એટલે ?

પ્રેતી ઝોન્ટા : એટલે એમ કે હું માણસનો જીવ ના લઉં… માત્ર બિવરાવું જ..

પંકજ પંડયા :  (હાશ… એટલીસ્ટ જીવ તો બચી જશે ) તમે… આમ…. એક જ ઠેકાણે રહો… કે.. પેલું શુ કહેવાય…. હા… ખાનાબદોશની જેમ અહીં તહીં ભટક્યા કરો…

પ્રેતી ઝોન્ટા : કોઈ એક જગ્યાએ ના પડ્યા રહીએ…

પંકજ પંડયા : ફેવરિટ ડેસ્ટિનેશન ?

પ્રેતી ઝોન્ટા : હમારે દો ફેવરિટ ડેસ્ટિનેશન હૈ…

પંકજ પંડયા : કૌન સે કૌન સે ?

પ્રેતી ઝોન્ટા : એક પીપલ ઔર દૂસરા people

પંકજ પંડયા : મતલબ?

પ્રેતી ઝોન્ટા : મતલબ પીપલ કે પેડ પર યા તો people… યાની કી માનવો કે શરીર મેં

પંકજ પંડયા : ઓહ…. હવે આપણે શો બંધ કરીએ…. જસ્ટ ગેટ લોસ્ટ ફ્રોમ હિયર….

લાગતું વળગતું: ફૂટબૉલ અને ફેસબુક વચ્ચે એક જબરી સામ્યતા છે! તમને ખબર છે?

પ્રેતી ઝોન્ટા :  તું મને અપમાનિત કરી રહ્યો છે ?

પંકજ પંડયા : હા… કરી રહ્યો છું….

પ્રેતી ઝોન્ટા : ફરીથી બોલ તો …

પંકજ પંડયા : હું તને અપમાનિત કરી રહ્યો છું…

પ્રેતી ઝોન્ટા : તો જોઈ લે.. હવે …. હું તારો શું હાલ કરું છું એ…

પંકજ પંડયા :  અ.. અ.. અ.. અ.. અરે.. ત..ત…તમે સમજ્યા નહીં… તમારી કંઇક ભૂલ થાય છે…

પ્રેતી ઝોન્ટા : શું ખાખ ભૂલ થાય છે ? મને બુદ્ધુ સમજે છે ?

પંકજ પંડયા : ના… એ..એ…એ..એકદમ સાચું કહું છું… હું તમને upમાનિત કરી રહ્યો છું… up… એટલે કે down નું opposite..

પ્રેતી ઝોન્ટા : ઓહ… એમ વાત છે ? હાહા…. હાહાહાહા…. હાહાહાહાહા…. હાહાહાહાહાહા….

પંકજ પંડયા : આમ અટ્ટહાસ્ય કરીને મને ડરાવો નહીં… બહુ બીક લાગે છે…

પ્રેતી ઝોન્ટા : આખા ગામમાં કે’તી ફરે છે કે pun કી બાત હસવા માટેનો શો છે… અને મને હસવાની ના પાડે છે ?

પંકજ પંડયા : પણ આવું હસવાનું ?  ફેફડાંફાડ હસવું એ અલગ વસ્તુ છે અને કોઈનાં છાતીનાં પાટિયાં બેસી જાય એમ હસવું અલગ છે…

પ્રેતી ઝોન્ટા :  હાહાહા….. હાહાહાહાહાહા……. હાહાહાહાહાહાહાહાહા……. હાહાહાહાહાહાહાહાહાહાહાહાહાહા….

પંકજ પંડયા : અરે પણ…

પ્રેતી ઝોન્ટા : હાહાહા….. હાહાહાહાહાહા……. હાહાહાહાહાહાહાહાહા……. હાહાહાહાહાહાહાહાહાહાહાહાહાહા….

પંકજ પંડયા : અરે બસ હવે…..

પ્રેતી ઝોન્ટા : હાહાહા….. હાહાહાહાહાહા……. હાહાહાહાહાહાહાહાહા……. હાહાહાહાહાહાહાહાહાહાહાહાહાહા….

પંકજ પંડયા : લાગે છે આના પર હસવાનું ભૂત સવાર થયું છે…

પ્રેતી ઝોન્ટા : શું કહ્યું ? સવાર ?  હું તો સવાર, બપોર, સાંજ, રાત…. 24 x 7… ભૂત જ છું…..

પંકજ પંડયા : હા એ સાચું…

પ્રેતી ઝોન્ટા : પણ હવે હું તારા પર સવાર થવા માંગુ છું….

પંકજ પંડયા : ના… ના…. નહિ…. (લગે છે આની આગતા સ્વાગતા નથી કરી એટલે આમ કરે છે ) અરે આ બધી વાતો માં હું તમને પૂછવાનું જ ભૂલી ગયો… શું લેશો ? ચા કે કોફી ?

પ્રેતી ઝોન્ટા : હોંશિયારી ના કર… મને બધી ખબર છે.. જ્યારે કોઈ તને કહે કે… તમે ચાલાક છો… તો કહેશે… હું.. ચા… નહિ.. કોફી પીઉં છું.. હું ચાલક નહિ.. કોફીલાક છું… જોઈ ના હોય તો પૂછવા વાળી… ચા લેશો કે કોફી ? તો સાંભળ… તું મારા માટે કોલ્ડડ્રિંક્સનું ટીન મંગાય અને હું તારા માટે કોફીનની વ્યવસ્થા કરીને જ આવી છું… એટલે મારી tea અને તારી કોફી બંને સચવાઈ જાય..

પંકજ પંડ્યા : શ…શ…શ..શું કહ્યું ? ક…ક…ક…કોફીન ?  ન..નન..ના… એવું ના કરો… હું હાથ જોડું છું… મને છોડી દો…

પ્રેતી ઝોન્ટા :  સારું…. કોફીન વાળો આઈડિયા કેન્સલ…. તો પછી હું તારી છાતી પર બેસીને તારી આ બે માંજરી આંખો કાઢીને હું મારી જોડે લઇ જઈશ..

પંકજ પંડયા : મ..મ… મારી… આંખો ? ,પ.પ..પણ કેમ ?

પ્રેતી ઝોન્ટા :  મારી ખૂબસૂરતીમાં માત્ર માંજરી આંખો ખૂટે છે. .. તારી આંખો લઇ જઈશ એટલે એ કમી પણ પૂરી થઈ જશે….

પંકજ પંડયા : એવું ના કરો… પ્લીઝ…

પ્રેતી ઝોન્ટા : મને તારી આંખો ના લઇ જવા દેવી હોય તો તારી જીવ લઇ જવો પડશે…  અમારી ટોળકીમાં તારી બહુ ડિમાન્ડ છે…

પંકજ પંડયા : ડિમાન્ડ ? મારી ડિમાન્ડ ?

પ્રેતી ઝોન્ટા : હા… અમારો અત્યારે જ્યાં વાસ છે એ પીપળાની નજીક જ સ્મશાન છે… ત્યાં અંતિમક્રિયા માટે તારું શબ આવશે એના સ્વાગત માટેની પણ મારી ટોળીએ પૂરી તૈયારી કરી લીધી છે…

પંકજ પંડયા : કેવી તૈયારી ?

પ્રેતી ઝોન્ટા : બસ … એ લોકો.. તારા શબનું સ્વાગત કરવા એક ગીત પર ડાન્સ  પ્રેક્ટિસ કરી રહ્યાં છે

પંકજ પંડયા : કયું ગીત ?

પ્રેતી ઝોન્ટા : સ્વેગ સે કરેંગે શબ ક સ્વાગત..  સ્વેગ સે કરેંગે શબ ક સ્વાગત..

પંકજ પંડયા : ઓહ… નો….

પ્રેતી ઝોન્ટા : ઓહ યસ…

પંકજ પંડયા : પણ તમે તો કહેલું કે તમે માણસ ખાઉં નથી….

પ્રેતી ઝોન્ટા :  તે નથી જ.. જો તું મને તારી આંખો લઇ જવા દઈશ તો હું તારો જીવ નહિ લઉં,,,,,,

પંકજ પંડયા : પ…પ…. પ… પણ….

પ્રેતી ઝોન્ટા : હવે… પણ… ને… બણ… આંખો લઈ જવા દે એટલે તું ય છૂટો ને હું ય છૂટી… તું તારા રસ્તે ને હું મારા રસ્તે….

પંકજ પંડયા : નો…. ના…. નહિ…. કોઈ છે ? બચાઓ… બચાઓ… બચાઓ…..

( આટલી શાંતિ કેમ છે? ભૂતડી જતી રહી કે શું? અરે… આ થોડો થોડો પક્ષીઓનો… વાહનોના હોર્નનો… વાસણો ખખડવાનો અવાજ સંભળાય છે… તો પછી હું ક્યાં છું?  હમણાં તો હું pun કી બાતના સેટ પર પેલી ભૂતડી જોડે વાતો કરતો હતો… ક્યાંક એણે મને મારી તો નહીં નાખ્યો હોય? એવું હશે તો હમણાં ઘરમાં રોકકળ શરૂ થશે…. )

“આ શું બરડા પાડો છો  સવારના પહોરમાં ? બચાઓ… બચાઓ… તમને મારાથી કોઈ નહિ બચાવી શકે… રવિવારનો દિવસ છે એટલે દસ વાગ્યા સુધી આમ ઘોર્યા કરવાનું ?  ઊઠો હવે… આ દૂધ ગરમ કર્યું છે એમાં કોફી નાખું કે હળદર ઓગાળું ? જલ્દી ભસો એટલે ખબર પડે… તમારે તો પડી રહેવું છે પણ મારે તો બીજા સત્તર કામ છે…  ઊઠો હવે..”

( અલ્યા હું તો જીવતો જ છું… એનો મતલબ પેલું ભૂતડી વાળું તો માત્ર એક સપનું જ હતું… બચી ગયો… હાશ….)

“હવે ઊઠશો કે પછી નગારાં વગાડવા વાળાને બોલાવું?”

“ બચાઓ…. બચાઓ…. બચાઓ…..”

(Disclaimer : The contains here are absolutely imaginary and has nothing to do with reality.. There is no intention to hurt anyone as it has only created for pun and fun by default… If someone is still hurt, please take care)

eછાપું

તમને ગમશે: અનુપ જલોટા જેવા સાત્વિક મનુષ્ય પાસેથી દેશનો યુવાવર્ગ ઘણું શીખી શકે છે

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here