કોરોનાના ફેલાવા માટે કેજરીવાલ કોના પણ દોષ ઢોળી રહ્યા છે?

0
209
Photo Courtesy: hindustantimes.com

દેશભરમાં કોરોનાનો વ્યાપ જે રીતે વધ્યો છે તે માટે દિલ્હીના મરકઝમાં થયેલા કાર્યક્રમને જવાબદાર ગણાવવામાં આવે છે પરંતુ દિલ્હીના મુખ્યમંત્રી આ કાલ્પનિક ઇન્ટરવ્યુમાં કશું અલગ જ કહી રહ્યા છે.

Photo Courtesy: hindustantimes.com

મિત્રો, અત્યારે આપણા દેશ સહિત સમગ્ર દુનિયા કોરોનાના કહેરથી ત્રાહિમામ પોકારી રહી છે.. ઘણા દેશોએ કોરોનાને ડામવા માટે લૉકડાઉન જાહેર કરેલ છે… છતાં પણ કોરોના પીડિત દર્દીઓની સંખ્યા કૂદકે ને ભૂસકે વધતી જ જાય છે..  ચાઈનામાં જન્મ પામેલો કોરોના આજે વિશ્વભરમાં કોહરામ મચાવી રહ્યો છે.. ખાસ કરીને ઈટાલી, સ્પેન અને અમેરીકામાં તો પરિસ્થિતી અત્યંત કથળેલી છે… છેલ્લા પંદર દિવસ દરમ્યાન ભારતમાં પણ કોરોનાના દર્દીઓની સંખ્યા અકલ્પનીય રીતે વધી રહી છે… ભારતમાં શરૂઆતમાં માંડ ગતિથી આગળ વધી રહેલ કોરોનામાં અચાનક વધારો થવામાં ઉદ્દીપક સાબિત થનાર બાબતનું કેન્દ્રબિંદુ બની રહેનાર દિલ્હીના મુખ્યમંત્રી શ્રી અરવિંદ કેજરીવાલ આજના આપણા મહેમાન તરીકે ઉપસ્થિત છે. શાનદાર સ્વાગત કરીએ.

પંકજ પંડ્યા : અરવિંદ સર, pun કી બાતમાં આપનું સ્વાગત છે..

અરવિંદ કેજરીવાલ : આપનો આભાર..

પંકજ પંડ્યા : દિલ્હીના મુખ્યમંત્રી તરીકે ફરી એક વાર ચૂંટાઈ આવવા બદલ અભિનંદન..

અરવિંદ કેજરીવાલ : આભાર…

પંકજ પંડ્યા :  તમે આ મંચ પર ત્રણ વખત પધારવાવાળા એક માત્ર મહાનુભાવ છો…. કોંગ્રેચ્યુલેશન્સ..

અરવિંદ કેજરીવાલ : થેન્કસ અ લૉટ.. હવે કાંઇ બાકી છે કે આગળ વધીએ?

પંકજ પંડ્યા : આગળ જ વધવાનું હોય ને ? સૌ પ્રથમ તો કેન્દ્ર સરકારે લોક ડાઉન જાહેર કર્યું ત્યારે ભારતમાં પાંચસોથી ઓછા કોરોનના દર્દીઓ હતા… કોરોના અસરકારક રહ્યું હોત તો બાર દિવસમાં દસ ઘણા દર્દીઓ ના થયા હોત,,

અરવિંદ કેજરીવાલ : સાચી વાત છે,,,

પંકજ પંડ્યા :  તો પછી એવું કેમ થાય છે કે લોકડાઉન જાહેર થાય છે અને અચાનક દિલ્હીની અંતર રાજ્ય પરિવહનના બસ મથકો પર લોકોનાં ટોળેટોળાં એકઠાં થઈ જાય છે..

અરવિંદ કેજરીવાલ : એ મારી ગેરસમજના લીધે..

પંકજ પંડ્યા :  કેવી ગેરસમજ?

અરવિંદ કેજરીવાલ : હું દિલ્હીની પ્રજા માટે એક એક થી ચઢિયાતી યોજનાઓ જાહેર કરી રહ્યો હતો… એ લોકો ખુશીના માર્યા બોલી ઊઠ્યા.. અબ બસ કરો… મને લાગ્યું કે એ લોકો એમના વતનમાં જવા ઇચ્છે છે એટલે મેં રાતોરાત તેમને વતન સુધી પહોચવા બસ મળી રહે ત્યાં પહોચાડવા સિટી બસની વ્યવસ્થા કરી આપી..

પંકજ પંડ્યા :  સદનસીબે… દર્દીઓના વધતા જતા આંકડાઓનું વલણ જોતાં… પોતાના વતન જવા ધસી ગયેલા લોકો કોરોના ગ્રસિત દર્દીઓની યાદીમાં સમાવિષ્ટ ના હોય એવું લાગે છે.. નહિતર અત્યારે પરિસ્થિતી બદથી બદતર હોત..

અરવિંદ કેજરીવાલ : હાશ…

પંકજ પંડ્યા : કેમ હાશ?

અરવિંદ કેજરીવાલ : એક મરકજની બાબતમાં ઘણું સાંભળી રહ્યો હતો.. મને હતું પંકજ જોડે પણ એ જ હાલ થશે..

પંકજ પંડ્યા : એ તો હજુ પણ થઈ શકે.. તમે એ બાબતમાં પણ કૈંક કરી શક્યા હોત..

અરવિંદ કેજરીવાલ : હું સકારાત્મક વિચારું છું એટલે આવું થયું..

પંકજ પંડ્યા :  હું સમજ્યો નહીં ..

અરવિંદ કેજરીવાલ : સમજાવું છું… સકારાત્મક અભિગમના લીધે જમાત પર પગલાં ના લીધાં… નહીં તો બધુ નુકશાન એમના ખાતે ઉધારત..

પંકજ પંડ્યા : ઓહ.. મામલો જમા ઉધારનો છે… ચૂંટણી પણ હમણાં જ ગઈ છે…

અરવિંદ કેજરીવાલ : તમે શું બકવાસ કરો છો ? દેશભરમાંથી જમાતીઓ પકડાયા છે… માત્ર દિલ્હી જ કેમ બદનામ થાય ? તમે ક્રોનોલોજી સમજો..

પંકજ પંડ્યા : તમે કોરોનોલોજી સમજો… બધા દિલ્હીથી છૂટા પડીને જ અલગ અલગ જગ્યાએ ભરાયા હતા..

અરવિંદ કેજરીવાલ : તમે કોરોનાની વચ્ચે કોમવાદનો મુદ્દો ના ચગવી શકો..

પંકજ પંડ્યા : એવો સવાલ જ નથી… દરેક કોમના લોકોએ સારું કામ કર્યું છે એ વખણાય જ છે.. અરે કદાચ અણસમજમાં થયું હોત તો પણ કદાચ નાદાની સમજી લેવાય.. પણ અહી તો ગેરવર્તણૂકનો જે દોર ચાલ્યો છે એનો કોઈ બચાવ કરી શકે તેમ નથી… આવા મુઠ્ઠીભર લોકો સામે દેશની એક્સોત્રીસ કરોડથી વધુ જનતા એક થઈ જાય તો ફરી આવી કોઈ હિમ્મત ના કરે.. પણ કમનસીબે એવું થતું નથી..

અરવિંદ કેજરીવાલ : તદ્દન સાચી વાત છે..

પંકજ પંડ્યા : તમે અત્યારે જે અજંપાભરી સ્થિતિ છે એને ઇન્દિરાજીએ લાદેલી કટોકટીની સાપેક્ષમાં કઈ રીતે મૂલવો છો?

અરવિંદ કેજરીવાલ : કોરોનાના લીધે સમગ્ર દેશની પરિસ્થિતી અત્યંત વિકટ છે.. ત્રાસ તો છે જ પણ કટોકટી કરતાં તદ્દન વિપરીત..

પંકજ પંડ્યા : એ કઈ રીતે?

અરવિંદ કેજરીવાલ : કટોકટી શબ્દ ઊલટાવો..

પંકજ પંડ્યા : હમ્મ.. ટીકટોક… વાઉ… માન ગયે ગુરુ…  ખરેખર ત્રાસ જ છે..

અરવિંદ કેજરીવાલ : હાહાહાહા… હાહાહાહા… હવે હું જાઉં ? ખૂબ કામ છે..

પંકજ પંડ્યા :  શ્યોર… જતાં જતાં તમેએટલું કહેતા જશો… દેશની આજના સમયની સૌથી મોટી સમસ્યા શું છે ? રાજકારણ બાજુ પર મૂકીને દિલથી જવાબ આપજો..

અરવિંદ કેજરીવાલ : વસ્તી વધારો અને દેશ વિરોધી વલણો…

પંકજ પંડ્યા :  અને આનાથી બચવાનો ઉપાય..

અરવિંદ કેજરીવાલ : ઉત્પત્તિ અને ઉત્પાતી પર નિયંત્રણ

પંકજ પંડ્યા :  વાહ…. કોરોનાને નાથવા માટેના તમારા 5T પ્લાનની સફળતા માટે શુભેચ્છાઓ….

અરવિંદ કેજરીવાલ : આભાર..

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here