પ્રિયંકા, મમતા, માયાવતી – મોદી સામેનો મોટો પડકાર! ખરેખર?

    0
    277

    પ્રજાને મન પ્રિયંકા, મમતા, માયાવતીનું મોદી સામે કોઈ જ અસ્તિત્વ નથી… પણ, મીડિયા ધરાહાર ત્રણેયને મોદી સામે પડકાર તરીકે દર્શાવવા ઝાંવા નાંખે છે!

    PM મોદી વિરુદ્ધ માહોલ ઉભો કરવા સેક્યુલર મીડિયાનું મહાગઠબંધન રચાયું

    દેશનાં તમામ મોટા મીડિયા મોદી વિરુદ્ધ એક બની ભારતીયોને ભરમાવવા મેદાને

    Photo Courtesy: khabarindiatv.com

    પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી 2019 લોકસભા ચૂંટણીમાં જીત મેળવી ફરી એક વખત ભારતનાં પ્રધાનમંત્રી ન બને તે માટે દેશ વિરોધી તમામ નાની-મોટી રાજકીય પાર્ટીઓ એક બની છે. દુશ્મન દેશ પાકિસ્તાન અને ચીન પણ નરેન્દ્રભાઈ મોદી ફરી પ્રધાનમંત્રી ન બની જાય તે માટે મહેનત-મદદ કરી રહ્યાં છે. એવામાં રાષ્ટ્ર વિરોધી સમગ્ર સેક્યુલર મીડિયાએ નરેન્દ્રભાઈ મોદી વિરુદ્ધ માહોલ ઉભો કરવાનો હવાલો સંભાળતા ભારતીયોને ભરમાવવાનું શરૂ કરી દીધું છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયા, હિન્દુસ્તાન ટાઈમ્સ, ઇન્ડિયા ટુડે, સાગરિકા ઘોષ, રાજદીપ સરદેસાઈ.. વગેરે..વગેરે.. ક્યાં પ્રકારે દેશનાં નામી મીડિયાહાઉસ અને તેના પત્રકારો એક સાથે મળી સમાચારોને ચોક્કસ પ્રકારે રજૂ કરી વાંચકોમાં દેશ-મોદી વિરુદ્ધ વિચારધારા જન્માવે છે આવો જોઈએ..

    1 ફેબ્રુઆરી 2019નાં રોજ સાંજે ઈન્ડિયા ટુડેએ પોતાના સોશિયલ મીડિયા પેઈજ પર એક લેખ છાપ્યો છે – ‘પ્રિયંકા, માયાવતી અને મમતાની તાકાત મોદીને હરાવશે’ આ લેખ સાથે ત્રણેયનાં ફોટો પણ મૂકવામાં આવ્યા છે. હવે 2 ફેબ્રુઆરીએ બપોરે 1 વાગ્યે ત્રણ મહિલાઓ મોદીની મુસીબત એવો એક આર્ટીકલ NDTVએ પોતાના સોશિયલ મીડિયા પેઈજ પર મૂક્યો. ત્યારબાદ સાંજે 5 વાગ્યે ટાઈમ્સ ઓફ ઈન્ડિયાએ ‘ત્રણ મહિલાઓ ભાજપ સમક્ષ સૌથી મોટો પડકાર’ અને હિન્દુસ્તાન ટાઈમ્સએ પણ એ જ સમય સાંજે 5 વાગ્યે ‘ત્રણ મહિલા ભાજપ માટે સૌથી મોટું દુસપ્ન’ હેડીંગવાળા સમાચાર સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધ કર્યા.

    લાગતું વળગતું: સોશિયલ મીડિયાથી મેઈનસ્ટ્રીમ મીડિયા કેમ ભૂરાંટુ થાય છે?

    દેશનાં સૌથી મોટા મીડિયા હાઉસ ઈન્ડિયા ટુડેએ જે ખબર 1 ફેબ્રુઆરીએ પોતાના સોશિયલ મીડિયા પર મૂકી એ જ ખબર 2 ફેબ્રુઆરીએ NDTV, ટાઈમ્સ ઓફ ઈન્ડિયા અને હિન્દુસ્તાન ટાઈમ્સએ પણ પોતાના સોશિયલ મીડિયામાં મૂકી. આ બધા જ સમાચારમાં પ્રિયંકા, મમતા, માયાવતીનો એક સરખો ફોટો મૂકવામાં આવ્યો છે અને શબ્દો પણ એક સરખા ઉપયોગમાં લેવાયા છે. એટલું જ નહીં આ મીડિયાવાળાઓએ પોતાના ન્યૂઝ હેડિંગમાં ત્રણેય મહિલાઓને મોદી-બીજેપીની સૌથી મોટી મુસીબત, સૌથી મોટો પડકાર અને સૌથી મોટું દુસ્વપ્ન ગણાવવા સિવાય સમાચાર શબ્દશ: સમાન છે અને ભાવાર્થ પણ અંતે એક જ છે. વિચારો આ કેવી રીતે શક્ય છે? આટલું ઓછું હોય તેમ આ સેક્યુલર મીડિયાનાં સમાચારોની ઉઠાંતરી રુટર્સ સમાચાર એજન્સીએ પણ એ જ સમયે કરીને પોતાના સોશિયલ મીડિયા પેઈજ પર મૂકી અને એક્સપ્રેસ ટ્રીબ્યુ તથા ન્યૂઝ 18એ પણ હમામ મે સબ નંગેની જેમ એકસરખા સમાચાર પ્રસિદ્ધ કર્યા.

    મિત્રો, જ્યારે તમે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરો છો ત્યારે વારંવાર તેમાં જોવા મળતા એકને એક, એક જેવા સરખા સમાચાર તમારી વૈચારિક શક્તિ-તર્ક નબળું બનાવે છે. જ્યારે અલગ-અલગ મીડિયામાંથી એક સરખા સમાચાર પ્રસિદ્ધ કરવામાં આવે છે ત્યારે તમારી વિચારધારા પ્રસિદ્ધ થયેલા સમાચાર તરફ વળે છે અને તમે એ સમાચાર ખોટા હોય તો પણ તેને સત્ય માનવા લાગો છો. હજાર વાર ખોટું બોલો એટલે ખોટું સત્ય સાબિત થઈ જાય એવું જ કઈક દેશનું સેક્યુલર મીડિયા કરી રહ્યું છે. તેઓ સૌ સાથે મળી વારંવાર એક સરખા નેગેટિવ સમાચાર પ્રસિદ્ધ કરી દેશ-મોદી વિરોધી માહોલ ઉભો કરવા મેદાને પડ્યા છે. સામાન્ય વાંચકવર્ગ પણ ચાલાક મીડિયાની અલગ-અલગ જગ્યાએ દેખાતી એકસમાન હેડલાઈનને સત્ય સમજી લે છે અને ધીમેધીમે તેની વિચારધારા પરિવર્તિત થાય છે. આમ, 2019 લોકસભા ચૂંટણી અગાઉ રાષ્ટ્ર વિરોધી સેક્યુલર મીડિયાએ મોદી દેશ-વિરોધી માહોલ ઉભો કરવાનું ષડયંત્ર શરૂ કરી દીધું છે. હવે તો બસ આ બધાથી અને પ્રિયંકા, મમતા, માયાવતીથી પણ ચેતતો નર સદા સુખી..

    આ આર્ટિકલ અંગે તમારા પ્રતિભાવો આપવા તેમજ eછાપું પર પ્રકાશિત થતા તમામ અન્ય આર્ટિકલ્સની ઝડપી માહિતી મેળવવા અમારા Facebook Page ને લાઈક કરશો અને Twitter હેન્ડલ ને ફોલો કરશો.

    eછાપું

    તમને ગમશે: ગાંધીજી પાસે ‘દાંડીયાત્રા’ કરવાને બદલે કોઈ બીજો પર્યાય કેમ ન હતો?

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here