Home એટસેટ્રા આજનું વર્તમાનપત્ર એટલે માથા વગરના મથાળા કે બીજું કાઈ?

આજનું વર્તમાનપત્ર એટલે માથા વગરના મથાળા કે બીજું કાઈ?

2
239
Photo Courtesy: newslaundry.com

વર્ષોથી આપણે જાણીએ છીએ, બોલીએ છીએ કે વર્તમાનપત્ર લોકશાહીની ચોથી જાગીર છે, પ્રહરી છે. વાત ખૂબ સાચી છે અને આવશ્યક પણ છે.  સ્વતંત્રતા મેળવવામાં  વર્તમાનપત્રોનો ખુબ મોટો ફાળો છે. ગુલામી વખતે પ્રજામાં દેશપ્રેમ જગાવવામાં અને અંગ્રેજો પ્રત્યે નફરત પેદા કરવામાં ખૂબ મોટોભાગ છાપાઓએ ભજવ્યો હતો. અંગ્રેજ સરકારની ટીકા કરવી, તેની ત્રુટીઓ શોધવી, લોકોમાં સરકાર પ્રત્યે રોષ પેદા કરવો વગેરે ખુબ મોટા કામ વર્તમાનપત્રોએ કર્યા હતા અને એ પણ છુપાઈને. આઝાદી મળી ગઈ, વિશ્વની સહુથી મોટી લોકશાહી આપણા દેશમાં પ્રસ્થાપિત થઇ અને ભારતમાં જાગૃત રીતે અખબારો આ કામ કરે પણ છે. મજબૂત લોકતંત્રનું આ મોટું લક્ષણ છે.

Photo Courtesy: newslaundry.com

પરંતુ  હવે વર્તમાનપત્ર ખુબ મોટો વ્યવસાય પણ  છે, વેચાતો માલ છે. બજારમાં બીજા સ્પર્ધકો ઘણા છે એટલે પોતાનો માલ ચપોચપ ઉપાડે અને મોટો નફો થાય એ વર્તમાનપત્રોના માલિકોનો ઉદ્દેશ બની ગયો. આજે મોટાભાગના વર્તમાનપત્ર નીતિનિયમો ઘોળીને પી ગયા છે. નૈતિક મૂલ્ય નામનું તત્ત્વ એમના વિશાળ શબ્દ કોષમાં સામેલ પણ નથી .

પરિણામ એ આવ્યું કે તમારી સવારની ચા બગાડવી ન હોય તો ચા પીતાપીતા છાપું  ન જ વાંચો. જેમ તીખા તમતમતા, મસાલેદાર ભોજન પીરસતા રેસ્ટોરાંમાં ભીડ ઉભરાય તેવું વર્તમાનપત્ર નું છે. મનને હલબલાવે  તેવા મથાળા-હેડિંગ્સ બાંધવાએ તેમનું સૌથી મહત્વનું કામ છે. “શેર બજારમાં સેન્સેક્સનો કડાકો” એ પ્રાઈમ ન્યૂઝ કહેવાય અને તે પેપરના મથાળે ખુબ મોટા ટાઈપમાં આવે. ભલેને તે પછી દેશના માત્ર એક ટકાથી પણ ઓછા  લોકોને જ તેની અસર થતી હોય. દેશના સામાન્ય નાગરિકની મોટી પ્રામાણિકતાની વાત માટે તો ક્યાંક ખૂણે ખાંચરે જ જગ્યા હોય છે. કેટલાક વર્તમાનપત્રના પત્રકારો તો માત્ર અદાલત અને પોલીસ મથકની  આસપાસ જ  આંટા મારતા હોય છે, જાણેકે  દુનિયામાં બીજે ક્રાઈમ સિવાય કશું બનતું જ નથી.

કેટલાય અનુચિત, અભદ્ર કે અશોભનીય શબ્દો તો વારંવાર વાપરવાના હોઈ કોપી -પેસ્ટ તૈયાર જ હોય. આવા શબ્દો શાળામાં ગયા વગર તેઓ બાળકોને શીખવવા નું અપકૃત્ય  કરે છે. આધેડ, વૃધ્ધા, વિધવા જેવા શબ્દોના આદરપાત્ર પર્યાય ગુજરાતી ભાષામાં છે જ.

વળી કેટલાક તો ચોક્કસ વ્યક્તિ કે સંસ્થા પાછળ કવીન્ટલના ભાવમાં આદુ લઈને પાછળ પડયા હોય! પૂર્વગ્રહ અને પક્ષપાતથી આ ક્ષેત્ર જરાય બાકાત નથી જ બલકે હવે તો એવું લાગે છે કે પૂર્વગ્રહ જ આ માધ્યમને ચલાવી રહ્યો છે. નાની સરખી ધારણા અને પુરાવા વગરની વાતને એવી તો ચગાવે કે ન પૂછો વાત. બે ઘડી તો એ વ્યક્તિના સ્વજનો પણ તેની તરફ શંકાની નજરે જોતા થઇ જાય એવી પરિસ્થિતિ ઉભી થઇ જાય! ‘કાગનો વાઘ’ અને ‘રાઈનો પર્વત’ બનાવતા આવડે તેવા પત્રકારને બઢતી વહેલી મળે છે. ગુજરાતનું એક અતિશય લોકપ્રિય અખબાર આજે તેના પૂર્વગ્રહથી ગ્રસિત મથાળાઓને લીધેજ અતિઅલોકપ્રિય બની ગયું છે.

રાજકારણમાં વર્તમાનપત્ર નો રોલ ખુબ ભયાનક છે. સરકારમાં હસ્તક્ષેપ કરવો-કરાવવો અને એને માટે કાં તો  ભાગીદાર કે પછી હથિયાર બનવું એ છાપાના તંત્રી-માલિક માટે સહજ બાબત છે. સરકારી કચેરી કે સચિવાલયમાં જાસૂસની અદાથી ફરતા પત્રકારો તો મળી જ આવે.  ગુજરાતના વાચકો આના ઉદાહરણ થી ખુબ ખુબ પરિચિત છે તટસ્થ કોક જ અપવાદ હોય.

અહીં એક સાંભળેલી અફવા કહેવાનું મન થાય છે. એક સિનિયર પત્રકારને ઘેર સારો પ્રસંગ હતો. તે જાણીતી દૂધની મીઠાઈ બનાવતી દુકાને ઓર્ડર આપવા ગયા, ભાવ બાબતે રકજક થઇ. પત્રકારે ફૂડ એન્ડ ડ્રગ વિભાગના ઇન્સ્પેકટરને  ફોન કર્યો. સેમ્પલ માત્ર લેવાયા. બીજા દિવસે પેપરના મથાળે ‘પીળું પત્રકારત્વ’ અને ‘બ્લેક મેઈલિંગ’  આ બંને શબ્દો આ ક્ષેત્ર  માટે લાંછન રૂપ છે  છતાં અસ્તિત્વ ધરાવે છે. ગુજરાતના એક અખબારે  પોઝિટિવ સમાચાર માટે કોલમ કે દિવસ રાખ્યા છે  જે ખુબ સારી વાત છે પરંતુ એનો મતલબ  એમજને કે બાકીના દિવસોએ નેગેટિવ જ છપાય છે?

બધા છાપા માથા વગરના મથાળા બાંધે છે તેવું ય નથી. કેટલાક તો ખુબ સમજદારી-જવાબદારીપૂર્વક મથાળા બાંધતા હોય છે. આવા અખબાર શાણા-ડાહ્યા વાચકવર્ગ ના પ્રિય હોય છે. ચીવટપૂર્વક, યોગ્યતા-અગ્રતા  પારખીને તૈયાર કરાયેલા મથાળાનો ખૂબ મોટો  રોલ હોય છે. સારા મથાળા વ્યક્તિ કે સમાજના જીવન પરિવર્તનમાં ભાગ ભજવી જતા હોય છે. આશા અને શ્રધ્ધા રાખીએ યોગ્ય મથાળા બાંધવા ની સૌને બહુ જલ્દીથી સદબુદ્ધિ મળે!

eછાપું

તમને ગમશે: આપણા ઓનલાઈન અર્થશાસ્ત્રીઓ

2 COMMENTS

  1. My turn, my turn.? Larry stated eagerly wiggling to get
    an opportunity to talk. ?I think the very best thing about God is that he can beat up the satan as a result of the satan is frightening and imply and ugly
    and unhealthy and God can beat him up so the satan can?t damage us like he did these demon stuffed individuals in Jesus day.

  2. મેં બે વષૅથી છાપું જ બંધ કરીયું છે એમાં એટલા વલ્ગર ફોટા હીરોઇન ના અથવા રમત ના મહિલા ખેલાડી ના હોય છે તેમજ અમુક સમાચાર તેમજ લેખો પણ અરુચી પૈદા કરે તેવી ભદ્દી હોય છે અને કાયમ નેગેટીવ માનસિકતા વાળી અને કેટલાક સમાચાર ન જણીએ તો પણ આપણને ફરક ન પડે તેવા હોય છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!