શેરબજારમાં પૂર્વગ્રહયુક્ત અને લાગણીશીલ વર્તણુક નુકશાનકર્તા હોય છે

    0
    627

    શેરબજારમાં રોકાણ કરતી વખતે જો રોકાણકાર કોઈ પૂર્વગ્રહયુક્ત લાગણીમાં તણાઈ જાય તો તેના રોકાણના ધાર્યા ફળ મળવાને બદલે ઉલટા પરિણામ મળવાની શક્યતાઓ વધી જાય છે.

    Photo Courtesy: medium.com

    શેરબજારમાં રોકાણકાર એ બાબતે મૂંઝવણમાં હોય છે કે “એક તરફ એમનો અભ્યાસ અને એનાલિસિસ એમ કહે છે કે શેરને પકડી રાખો જયારે બીજી તરફ ગભરાહટભર્યું મન કહે છે વેચી દો.“

    રોકાણકારની મુખ્ય સમસ્યા –  અરે એનો સૌથી મોટો દુશ્મન મુખ્યત્વે તો એ જાતે જ હોય છે.

    બેન્જામીન ગ્રેહામ

    જો તમે તમારી એનાલીટીકલ સ્કીલ પર અવલંબન રાખતા હો તો જુદાં જુદાં વેલ્યુએશન લઇ સ્ટ્રેટેજી નક્કી કરી તમે રોકાણ માટે તૈયાર હશો પરંતુ માનવીય લાગણીઓ આમ કરવા દેતું નથી. ખાસ તો જ્યારે શેરની કિંમતમાં ઘટાડો થાય છે ત્યારે આવા સમયે શેરના ભાવ ઘટવાના કારણો અને એની અસર જાણ્યા વિના એ વેચી દેતો હોય છે અને ત્યાંથી પૂર્વગ્રહયુક્ત લાગણીઓની શરૂઆત થાય છે.

    હાવર્ડ માર્કે કહ્યું છે કે “સફળ થવા માટે રોકાણકારે માત્ર ફાયનાન્સ એકાઉન્ટસ અને અર્થશાસ્ત્ર જ નહિ સાયકોલોજીને પણ સમજવું મહત્વનું છે.“   ચાલો આપણે શેરબજારના રોકાણકર્તાઓની કેટલીક  પૂર્વગ્રહયુક્ત લાગણીઓને જોઈએ.

    ઓવરકોન્ફીડન્સ

    થોડાં રોકાણકારોને ફાંકો હોય છે કે તેઓ માર્કેટને ટાઇમ કરી શકે છે એટલેકે બજાર ક્યારે પડશે કે ઉચકાશે એની સફળ આગાહીઓ કરી શકે છે. આવા ફાંકાને લીધે તેઓ વારંવાર ખરીદ વેચાણ કરે છે અને આથી એમનું વળતર ઘટે છે કારણકે લે-વેચમાં દલાલી તથા અન્ય ખર્ચ વધે છે. આવા રોકાણકારો એ ભૂલી જાય છે કે ક્યારે તેઓ નિષ્ફળ ગયા હતા અને ક્યારે સફળ એ તેમના નસીબને લીધે થયા હોય છે.

    માહિતી અંગે પૂર્વગ્રહ

    બજારમાં માહિતીનો ધોધ જુદાં જુદાં માધ્યમોમાંથી વહેતો હોય છે, જેવાકે આર્થિક ચેનલો, છાપા, સોશિયલ મીડિયા, મિત્રો અને ઓળખીતાઓ તરફથી મળતી માહિતીઓ. આવા સમયે સાચી અને પોતાના રોકાણને લાગતીવળગતી માહિતી જાણવી મુશ્કેલ બને છે.

    આવા સમયે ઘણાં રોકાણકારો એમને બધી જ માહિતીઓ છે એમ વિચારી ખોટા શેરો એટલેકે નફો કરતા શેરો વેચી દેતા હોય છે અને નુકશાનકર્તા શેર પકડી રાખતા હોય છે. વાસ્તવમાં આવા સમયે એમણે માર્જીન ઓફ સેફટી નક્કી કરીને યોગ્ય નિર્ણય લેવો જોઈએ.

    લાગતું વળગતું: શેર બજારમાં જો અક્કલ વાપરીને લેવેચ કરો તો ભરપૂર કમાણી થઇ શકે!

    બજારના ટ્રેન્ડ પ્રમાણે ચાલો એવો પૂર્વગ્રહ

    નફામાં આનંદ કરતાં નુકશાનનું દુઃખ વધુ હોય છે એ સ્વાભાવિક છે, આવા સમયે રોકાણકાર જેના ભાવ વધી રહ્યા છે એક કંપનીના શેર વેચી દેતા હોય છે અને જેના ભાવ ઘટતા હોય એને પકડી રાખે છે અને વધુ નુકશાન કરી બેસે છે.

    અહમનો પૂર્વગ્રહ

    ઘણાં શેરબજારમાં કમાતા હોય ત્યારે પોતાની બુદ્ધિને એનો શ્રેય આપતા હોય છે અને નુકશાન જાય ત્યારે ત્યારે નસીબને ગાળો આપે છે અને નહીકે પોતાની ભૂલને. આને કારણે તેઓ આવી ભૂલ વારંવાર કરતા રહે છે.

    ફાંકા ફોજદારી

    “હું જાણતો જ હતો કે આવું થશે!“ આ વાક્ય કોણે નહિ સાંભળ્યું હોય? આવા ફાંકા પણ તમારા પોર્ટફોલિયોને અસર કરી શકે છે.

    શેરોમાં પૂર્વગ્રહયુક્ત રોકાણ કદી હોવું ના જોઈએ રોકાણ હંમેશા કંપનીના ફન્ડામેન્ટલસ અને અન્ય ડેટા તથા યોગ્ય રીસર્ચ કરીને જ થવું જોઈએ અને લાંબાગાળા માટેનું હોવું જોઈએ. હા આમ કરવું અઘરું છે પરંતુ મુશ્કેલ બિલકુલ નથી.

    જાસોન ઝ્વીગ કહે છે કે, “રોકાણ એ અન્યને હરાવવાની રમત નથી પરંતુ પોતાની રમત પર જ અંકુશ રાખવાની કવાયત છે.“  સફળ રોકાણકારો આ જ કરે છે અને આ જ એક માર્ગ છે શેરબજારમાં સફળ થવાનો.

    રિસર્ચ એન્ડ રેન્કિંગ:  અનુવાદ નરેશ વણજારા

    આ પ્રકારના પ્રેરણાત્મક આર્થિક આર્ટિકલ્સ અંગ્રેજીમાં વાંચવા રિસર્ચ એન્ડ રેન્કિંગ વેબસાઈટની અહીં ક્લિક કરીને અવશ્ય મુલાકાત લો.    

    આ લેખ એક શૈક્ષણિક હેતુથી લખાયેલ લેખ છે અહી જણાવેલ નાણાકીય પ્રોડક્ટ કે શેરમાં રોકાણ કરવા કે લે વેચ કરવાની સલાહ નથી નાણાકીય પ્રોડકટ અથવા શેરમાં રોકાણ કે લે વેચ માટે તમારા નાણાકીય સલાહકારની સલાહ અચૂક લો

    આ કોલમમાં આપવામાં આવતી રોકાણ અંગેની સલાહો અને તેના વિચારો શ્રી નરેશ વણજારાના પોતાના છે જે  મુંબઈ સ્થિત એક ઇન્વેસ્ટમેન્ટ નિષ્ણાત છે અને eછાપું  અહીં આપેલી સલાહને પોતાના તરફથી  કોઈ પણ પ્રકારનું અનુમોદન આપતું નથી. વધુ માહિતી માટે વાચક તેમનો સીધો સંપર્ક તેમના મોબાઈલ નંબર- 98217-28704 પર કોલ કરી અને યોગ્ય માર્ગદર્શન મેળવી શકે છે.

    eછાપું

    તમને ગમશે: યુકેના પ્રિન્સ હેરી સાથે સગાઈ કરનાર મેગન મર્કલની કેટલીક અજાણી હકીકતો

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here