શેર બજારમાં જો અક્કલ વાપરીને લેવેચ કરો તો ભરપૂર કમાણી થઇ શકે!

1
294
Photo Courtesy: worldatlas.com

શું શેર બજારમાં લેવેચ કરી પૈસા કમાવાય ? આ પ્રશ્નનો જવાબ છે હા અને ના! હા એ લોકો માટે છે જેને શેરબજારના ટેકનીકલ એનાલીસીસ આવડે છે સ્ટોપલોસ મૂકતા આવડે છે એમાં તેઓ સંયમિત છે લોભી નથી અને જેને રોજ સવારે કમ્પ્યુટર પર બોલ્ટ ખોલીને બેસતા અને શેર ની વધઘટ પર નજર રાખતા આવડે છે બાકી આ જો ના આવડતું હોય તો પૈસા ગુમાવાના જ છે એ સ્વીકારી ને જ ચાલજો.

જેમને આવું બધુ નથી ફાવતું એઓએ શેર માં લાંબાગાળાનું રોકાણ કરવું શેર લઈને બે થી ત્રણ વર્ષ ભૂલી જવાનું એ માટે સારા શેર દલાલની સલાહ લઇ શેર ખરીદવા આ લોકો પણ શેરમાં ખરીદ વેચાણ કરી શકે છે અને થોડાં વધુ પૈસા કમાઈ શકે એમ કહેવા કરતાં એમની મૂડીમાં વધારો કરી શકે એમ હું કહીશ આને ડીલીવરી બેઝ્સડ ટ્રેડીંગ કહેવાય. તો આ ડીલીવરી બેસ્ઝડ ટ્રેડીંગ કઈ રીતે કરવું એ જોઈએ જેથી પૈસાની સલામતી કઈ રીતે જાળવી શકાય.

પહેલાં તો જો તમે શેર બજારમાં રૂ. 25,0000 જ માત્ર રોકવાના હોવ તો માત્ર એક કંપનીના શેર ન ખરીદતા રૂ. 7,000 સુધીના રોકાણથી ચાર કંપનીના શેર ખરીદો. આ કંપનીઓ સારી સારી હોય બજારમાં પ્રતિષ્ટિત હોય અને એમાં બે થી ત્રણ વર્ષનું રોકાણ કરી શકાય એવી હોવી જોઈએ જો તમે રૂ. 1,00,000નું રોકાણ કરતાં હોવ તો રૂ 15,000 એક કંપનીના શેર દીઠ કુલ 6 થી 7 કંપનીમાં રોકાણ કરો અને જો દસ લા નું રોકાણ કરતાં હોવ તો કંપની દીઠ ત્રીસ થી ચાલીસ હજાર ગણી 25 થી 30 કંપનીમાં રોકાણ કરો અને જુદી જુદી ઇન્ડસ્ટ્રીઝમાં રોકાણ કરો. માત્ર એક જ ઇન્ડસ્ટ્રીઝની કંપનીમાં ક્યારેય રોકાણ ન કરવું જોઈએ.

આવી સારી સારી કંપનીમાં બજાર વધતા એટલકે સેન્સેક્સ વધતા શેરના ભાવ વધે છે. બજાર સાથે અને જયારે એ 25 ટકા સુધી કોઈ કંપનીના શેર વધે તો એ વેચી નફો ગાંઠે બાંધો અને નવી કંપનીમાં રોકાણ કરો જેમાં ભાવ વધવાની શક્યતા હોય અને એ કંપનીમાં પણ રોકાણ બે થી ત્રણ વર્ષ જાળવી રાખી શકાય એવી હોય.

લાગતું વળગતું: ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ એટલે શું અને કેમ તેમાં રોકાણ કરવું સલાહભર્યું છે?

આમ કરતાં એક તકેદારી ખાસ રાખો કે પહેલાં રોકાણ કરવાલાયક કંપની શોધો અને વેચાણની સામે ખરીદી લો. ડીલીવરી બેસ્ઝડ કંપનીઓમાં ભાવ 25% વધતા લગભગ બે થી ત્રણ મહિના જેટલો સમય લાગે જ છે એ દરમ્યાન ભાવ ઘટે પણ અને પાછો વધવા માંડે આમ ડીલીવરી બેસ્ઝડ લે્ વેચમાં એક કંપનીમાં બે થી ત્રણ મહિના હોલ્ડિંગ પકડી રાખવાની ધીરજ કેળવવી પડે. ક્યારેક એક કંપનીના શેર વેચી નવી કંપની જે આપણી પાસે હોય એના જો ભાવ ઘટ્યા હોય તો થોડાં શેર લઇ ઘટાડે એવરેજિંગ કરી શકાય પણ એ કંપનીમાં હોલ્ડિંગ વધુ પડતું ન થવું જોઈએ.

ડીલીવરી બેસ્ઝડ ટ્રેડિંગમાં રોજ બોલ્ટ સામે આખો દિવસ બેસી રહેવાની જરૂર નથી રહેતી અઠવાડિયે બે થી ત્રણ દિવસ એકાદ કલાક નજર રાખી શકાય. અહીં નફો પાછો શેરમાં જ રોકાણ કરવાથી મૂડી વૃદ્ધિ થાય છે. લે વેચમાં જે નફો થાય એ શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ગણાય એથી એનાં પર 20% શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ લાગે. જેમની આવક ટેક્સેબલ ન હોય એનાં નામે આ લે વેચ કરી સંપૂર્ણ 25% સુધી ગેઇન નો લાભ મળે.

ક્યારેક જો સારી કંપનીના ભાવ દસ ટકા મહિનામાં વધે તો એ વાર્ષિક 120 ટકા થયા કહેવાય તો ત્યારે વેચી શકાય. આ માટેનું ગણિત આ મુજબ હોઈ શકે ધારોકે તમારી શેરમાં રોકાણ માટે દસ લાખ રૂપિયાની મૂડી છે તો રૂ 10,00,000 ના 15% થાય રૂ 1,50,000 તો 15,000/ 12 = રૂ. 12,500.

હવે 12,500/4 =3,125 એટલેકે અઠવાડિયે રૂ. 3,125 નફો ગાંઠે બાંધી શકાય. આમ ટાર્ગેટ ફિક્સ કરી શકાય, એટલેકે કોઈ એક અથવા બે કંપનીના રોકાણ પર રૂ. 3,000 થી 4,000 નફો મળતો હોય તો વેચી દેવાના અને નવી કંપનીમાં રોકાણ કરવું. પછી એમાં 25% વૃદ્ધિ જોવાની જરૂર નથી. આમ તમે જો લે વેચ કરો તો આને ટર્નોવર બેસ્ઝડ ટ્રેડીંગ કહેવાય.

ફરીથી કહું છું કે આ લે-વેચમાં લાંબાગાળાની કંપનીઓ જ પસંદ કરવી જેથીં ભાવ ન વધે અને શેર વર્ષ-બે વર્ષ પકડી રાખવા પડે તો પણ વાંધો નહી આવે અને કંપનીના લાંબાગાળાના ગ્રોથ સાથે આપણો પણ ગ્રોથ થઇ શકે વળી વેચવું તો જ સામે નીચા ભાવે કોઈ કંપનીના શેર મળતા હોય એ ખરીદી શકાય.

શેર બજારમાં એવાં ઘણાં દલાલો છે જેમનું પોતાનું રીસર્ચ હોય છે અને જેઓ લાંબાગાળાના રોકાણની સલાહો આપતા હોય છે. તો કંપની પસંદ કરવા એમની વ્યવસાયિક સલાહ લેવાથી પૈસાની સલામતી વધે છે મૂડી વૃદ્ધિ થાય છે અને રોકાણ પર સારું વળતર મળી રહે છે.

આ કોલમમાં આપવામાં આવતી રોકાણ અંગેની સલાહો અને તેના વિચારો શ્રી નરેશ વણજારાના પોતાના છે જે  મુંબઈ સ્થિત એક ઇન્વેસ્ટમેન્ટ નિષ્ણાત છે અને eછાપું  અહીં આપેલી સલાહને પોતાના તરફથી  કોઈ પણ પ્રકારનું અનુમોદન આપતું નથી. વધુ માહિતી માટે વાચક તેમનો સીધો સંપર્ક તેમના મોબાઈલ નંબર– 98217-28704 પર કોલ કરી અને યોગ્ય માર્ગદર્શન મેળવી શકે છે.

eછાપું

તમને ગમશે: હાય હાય! પ્રતિષ્ઠીત મહાનુભાવો અને બુદ્ધિજીવીઓ પણ લફરાંબાજ હોય?

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here