સિબલને એરસ્ટ્રાઈકના પૂરાવાનું સરનામું બતાવતા રાઠોડ

  0
  136

  પુલવામા હુમલાનો બદલો લેવા માટે ભારતની વાયુસેનાએ પાકિસ્તાનમાં ઘૂસીને બાલાકોટમાં આવેલા જૈશ એ મોહમ્મદના કેમ્પને નાશ કર્યો છે, પરંતુ કપિલ સિબલે તેના પૂરાવા માંગતા રાજ્યવર્ધન સિંગ રાઠોડે તેનો જવાબ આપ્યો છે.

  Photo Courtesy: asianetnews.com

  ભારતની વાયુસેનાએ ગયા અઠવાડિયે પાકિસ્તાનમાં જૈશ એ મોહમ્મદના સૌથી મોટા આતંકી કેમ્પ જે બાલાકોટમાં આવેલો છે તેના પર એર સ્ટ્રાઈક કરીને તેનો ખાત્મો બોલાવી દીધો હતો. આ ઘટનાના બીજા દિવસે કોંગ્રેસ સહીત અન્ય પક્ષોએ પોતે સેના અને સરકાર સાથે હોવાનું નાટક કર્યું હતું પરંતુ તેના અમુક જ કલાકોમાં કોંગ્રેસ સહીત ઘણા વિપક્ષી નેતાઓ સરકાર પાસે બાલાકોટ હુમલાના પૂરાવા માંગી રહ્યા છે.

  કોંગ્રેસના આ પ્રકારના નેતાઓમાં સામેલ છે દિગ્વિજય સિંગ, મનીષ તિવારી અને કપિલ સિબલ. કપિલ સિબલે આ મામલે એક Tweet પણ કરી હતી.

  આ Tweetમાં સિબલે છ વિવિધ આંતરરાષ્ટ્રીય મિડિયા હાઉસના નામ ટાંક્યા હતા અને કહ્યું હતું કે તેમાંથી એક પણ મિડિયામાં પાકિસ્તાન તરફી એક પણ આતંકવાદી બાલાકોટમાં મૃત્યુ પામ્યો હોય તેવા સમાચાર છે નહીં. તો શું તમે આતંકનું રાજકારણ રમવાના દોષી છો?

  જો કે કપિલ સિબલ અહીં એ હકીકત ભૂલી ગયા છે કે તેમણે માત્ર મિડિયા હાઉસીઝના નામ કહ્યા હતા જ્યારે અનેક દેશની સરકારોએ ભારતના પગલાંની પુષ્ટિ કરી છે. કપિલ સિબલની આ ભૂલ કેન્દ્રીયમંત્રી રાજ્યવર્ધન સિંગ રાઠોડે પકડી પાડી હતી.

  રાજ્યવર્ધન સિંગ રાઠોડે કપિલ સિબલને યાદ અપાવ્યું હતું કે તેઓ એક એવી પ્રેસ કોન્ફરન્સમાં હાજર રહ્યા હતા જેમાં પોતાની જાતને હેકર કહેવડાવતા એક વ્યક્તિએ એવો દાવો કર્યો હતો કે EVM હેક કરી શકાય છે પરંતુ તેણે આ માટે નક્કર પૂરાવા આપ્યા ન હતા. યાદ રહે આ પ્રેસ કોન્ફરન્સ લંડનમાં આયોજિત કરવામાં આવી હતી.

  લાગતું વળગતું: બરખા દત્ત અને રવિશ કુમારને એક આમ આદમીનો ખુલ્લો પત્ર!

  સિબલની ટીખળ કરતા રાઠોડે ઉમેર્યું હતું કે કપિલ સિબલને આંતરરાષ્ટ્રીય મિડિયા પર તો વિશ્વાસ છે પરંતુ તેમને દેશની ઇન્ટેલિજન્સ એજન્સીઓ પર ભરોસો નથી. બાદમાં કપિલ સિબલના છોતરાં કાઢી નાખતા રાઠોડે લખ્યું કે EVMની વિરુદ્ધ પૂરાવા મેળવવા કપિલ સિબલ જો લંડન સુધી જઈ શકે છે તો એર સ્ટ્રાઈકના પૂરાવા મેળવવા તેઓ ખુદ બાલાકોટ કેમ નથી જતા?

  અત્રે એ નોંધવું જરૂરી છે કે પેલા હેકરની પ્રેસ કોન્ફરન્સમાં હાજર રહીને કપિલ સિબલે બહુ મોટું બ્લંડર કર્યું હતું. શરૂઆતમાં કોંગ્રેસે સિબલ વ્યક્તિગતરીતે ત્યાં હાજર હોવાનું અને પાર્ટીને તેમની હાજરી સાથે કોઈજ સંબંધ ન હોવાનું જણાવ્યું હતું.

  પુલવામા હુમલા બાદ જેમાં CRPFના 40 જવાનો શહીદ થયા હતા ત્યારે કોંગ્રેસ જ નરેન્દ્ર મોદી સરકારની ઇચ્છાશક્તિ પર સવાલ ઉઠાવી રહી હતી. હવે ગઈકાલે જ્યારે ખુદ એર ચીફ માર્શલ કહી ચૂક્યા છે કે બાલાકોટ પર વાયુસેનાએ હુમલો કરીને જૈશ એ મોહમ્મદના ઠેકાણાં તોડી પાડ્યા છે અને તેમાં કેટલા લોકો મૃત્યુ પામ્યા તેની ગણતરી શક્ય નથી તેમ છતાં કેટલાક કોંગ્રેસી નેતાઓ તેમના પર વિશ્વાસ કરવા માટે તૈયાર નથી. પરંતુ હા તેઓ વિદેશી સમાચાર એજન્સીઓ પર આંધળો વિશ્વાસ જરૂર કરે છે.

  કોંગ્રેસ અને અન્ય વિપક્ષી નેતાઓના આ જ નિવેદનો આજકાલ પાકિસ્તાની મિડિયા અને ત્યાંની સંસદમાં હીટ થઇ ગયા છે.

  eછાપું

  તમને ગમશે: UAE સરકારના એક નિર્ણયથી હજારો ભારતીયોને ફાયદો થશે

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here