પચાસ વર્ષ વટાવી ચૂકેલા પુરુષોએ ફેક સ્ત્રી IDથી કેમ બચવું જોઈએ?

0
126
Photo Courtesy: melmagazine.com

ફેસબુક મોટી ઉંમરના પુરુષો માટે ટાઈમપાસ કરવા માટે અને સંપર્ક સાધવા માટેનું શ્રેષ્ઠ સાધન છે, પરંતુ અહીં પણ સ્ત્રીઓના ફેક IDsનો ત્રાસ છે જેનાથી આ પુરુષોએ કેમ બચવું જોઈએ તેના વિષે જાણીએ.

Photo Courtesy: melmagazine.com

ઇછાપુના ૧૬ સપ્ટેમ્બર ૨૦૧૯ ના અંકમાં મેં સોશિયલ મીડિયા એ કમાવાનું સાધન બની શકે કઈ રીતે એ જણાવતો લેખ લખ્યો હતો. આજે એનું ઉધાર પાસું પણ જાણી લઈએ. ના! મારે સ્ત્રીઓ માટે એ અંગે નથી જણાવવું કારણકે સ્ત્રીઓ આ અંગે સજાગ હોય જ છે અને એની ચર્ચા થતી રહે છે પરંતુ મારા પચાસી વટાવી રહેલા આધેડ પુરુષો એના કઈ રીતે ભોગ બની રહે જો સજાગ ના રહે તો એ અંગે જણાવવું છે. આ માહિતીઓ મને મારા પોલીસ મિત્રો તરફથી જાણવા મળી છે જયારે અમારી ફેક ID અંગેની વાતો નીકળી ત્યારે આ ખાસ તો ફેસબુક પરની માહિતી છે તો જોઈએ એ અંગે.

ફેક ID અંગે તમે જાણો જ છો જે વાસ્તવમાં પુરુષ દ્વારા સ્ત્રીના સ્વાંગમાં હોય છે મોટાભાગે એ બાય સેક્સ્ક્યુઅલ હોય છે અને એમને આધેડ પુરુષો જોડે સેક્સમાં રસ હોય છે તેઓ મેસેજમાં શરૂઆતમાં ગલગલીયા થાય એવી વાતો કરે છે અને તમે વધુ રસ દાખવો એટલે પોતાનું પોત પ્રકાશે છે.

વળી અહી 1995 થી 1998 ની સાલ સુધીમાં જન્મેલી યુવતીઓ સામેથી તમને ફ્રેંડ રીક્વેસ્ટ મોકલે છે હરખાઈને તમે એની જોડે મેસેજમાં વાતો શરુ કરો એટલે એ પણ તમને ગલગલીયા થાય એવી વાતો શરુ કરે અને ત્યારબાદ તમારી પાસે મોબાઈલ લેવા કે રીચાર્જ કરવા પૈસા માંગે છે અથવા રૂ 5000 કે એવી રકમની માંગણી કરે છે આ એમની ગલગલીયા કરાવે એવી વાતોની એની કિંમત હોય છે.

પૈસા કમાવવા માટે ફેસબુકનો શ્રેષ્ઠ ઉપયોગ બજારુ સ્ત્રીઓ કરે છે એઓ ફેસબુકના માધ્યમથી પોતાના ગ્રાહકો શોધે છે આમાં વિદેશમાં વસ્તી મહિલાઓ પણ આવી જાય. આ સ્ત્રીઓ પોતાના ધંધામાં એકદમ પ્રોફેશનલ હોય છે એમના પ્રોફાઈલમાં એમનો ફોટો નથી હોતો અને વધુ કોઈ વિગતો નથી હોતી માત્ર સેલ્ફ એમ્પ્લ્યોડ કે એવો કોઈ વ્યવસાય કે સર્વિસ એવું કોઈ હોય છે. એમને તમે મેસેજ મોકલો કે તુરંત હાઈ હલ્લો અને ટુંકાણમાં ઔપચારિક વાત થાય કે તુરંત તેઓ તમને તમારી નગ્ન તસ્વીર કે માત્ર ગુપ્તાંગનો ફોટો મોકલવાનું કહે છે જો તમે ગલ્લાતલ્લા કરો તો તમને બાય કહી દે છે. આમ તેઓ ગ્રાહકને ચકાસીને પસંદ કરે છે તેઓ મોટેભાગે બહારગામની કે વિદેશની હોય છે હવે તમે જો આમાં આગળ વધો તો તમને રૂબરૂ મળવાની પણ એમની તૈયારી હોય છે કાં એ તમારા શહેરમાં આવે અફકોર્સ તમારા ખર્ચે જ એ આવશે અથવા તમે એના શહેરમાં જાવ તો તમને એ મળશે ગમેત્યા!

સ્વાભાવિક એ હોટેલમાં જ મળશે, અહી તેઓ તમારી વિડીયો ઉતારી શકે છે અને ત્યારબાદ એ તમને બ્લેકમેઈલ કરી શકે છે. અને જો એ વિદેશી મહિલા હોય તો એ એરપોર્ટ પર ઉતરતા જ તમને ફોન કરી કસ્ટમમાં ડયુટી ભરવા થોડા પૈસા ખૂટે છે એમ જણાવી તમારી પાસે પૈસા પડાવશે એ પણ કોઈ હોટેલમાં ઉતરીને ત્યાં હોટેલમાં જ બોલાવશે.
માટે આવી બાબતમાં મારા આધેડ મિત્રોને એક જ વાત કહેવી છે કે પરગામના શાહુકાર કરતાં ગામનો ચોર ભલો
આમ આધેડ મિત્રો બરબાદી તરફ જઈ શકે છે અથવા લુંટાઈ શકે છે.

વાસ્તવમાં સોશિયલ મીડિયા નિવૃતો માટે પણ સમય પસાર કરવાનું અને મિત્રો જોડે બેઠાં બેઠાં સમ્પર્કમાં રહેવા માટે ઉત્તમ માધ્યમ છે. તમે અહી વિશ્વ જોડે સમ્પર્કમાં રહી શકો છો દુર દેશાવરમાં બેસેલા મિત્રો જોડે સંપર્ક રાખી શકો છો અને તમારા રસના ક્ષેત્રે શું ચાલી રહ્યું છે એ જાણી શકો છો અને એ પણ ઘરે બેઠાં બેઠાં.

આમ સોશિયલ મીડિયાનો ઉપયોગ કઈ રીતે કરો છો એના પર છે આનો દુરુપયોગ પણ થઇ શકે અને સદુપયોગ પણ તમે અહી કઈ રીતે વર્તો છો એના પર છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here